બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 2000 note change deadline will be extended again? Ministry of Finance clarified, know what

સમયમર્યાદા વધારશે? / 2000ની નોટ બદલવાની ડેડલાઈન ફરી લંબાશે? નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા, જાણો શું

Megha

Last Updated: 09:29 AM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIએ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં 2000ની નોટ જમા કરવાનું કહ્યું છે પણ હવે પ્રશ્ન એ છે કે સરકાર 2000 રૂપિયાની નોટો જમા કરાવવાની સમયમર્યાદા વધારશે?

  • 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે
  • RBIએ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં 2000ની નોટ જમા કરવાનું કહ્યું
  • સરકાર 2000 રૂપિયાની નોટો જમા કરાવવાની સમયમર્યાદા વધારશે?

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે એ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ.  આરબીઆઈએ 19મી મેના રોજ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે. હાલમાં 2000ની નોટ લીગલ ટેન્ડર રહેશે પરંતુ આરબીઆઈએ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં 2000ની નોટ જમા કરવાનું કહ્યું હતું.  એવામાં જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટો છે, તો તેને સમયમર્યાદા પહેલા બેંકોમાં જમા કરાવવી જરૂરી છે. કારણ કે સરકાર 2000 રૂપિયાની નોટો જમા કરાવવાની સમયમર્યાદા વધારવા જઈ રહી નથી. 

30 સપ્ટેમ્બર પહેલા જમા કરાવવી પડશે 2000 રૂપિયાની નોટ
વાત એમ છે કે સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યું કે શું 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે? જેના પર નાણા મંત્રાલયે જવાબ આપ્યો હતો.  સમયમર્યાદા લંબાવવા અંગેની સ્થિતિને સ્પષ્ટ કરતાં નાણા મંત્રાલયે કહ્યું કે 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ વધુ લંબાવવામાં આવશે નહીં. એટલે કે જેમની પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટો છે તેમણે 30 સપ્ટેમ્બર પહેલા જમા કરાવવી પડશે. 

હાલમાં સરકાર આવું કંઈ વિચારી રહી નથી
સંસદના ચોમાસુ સત્રમાં સુપ્રિયા સુલે સહિત અનેક સાંસદોએ આ અંગે પૂછ્યું હતું. સાંસદોના પ્રશ્નોના જવાબ આપતાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે હાલમાં સરકાર આવું કંઈ વિચારી રહી નથી. બેંકમાં પાછી જમા કરાવવામાં આવેલી રૂ. 2000ની નોટો બદલવા માટે અન્ય ચલણનો સ્ટોક પણ પૂરતો ઉપલબ્ધ છે.

આ નોટો ક્યારે જારી કરવામાં આવી હતી?
સાત વર્ષ પહેલા 8 નવેમ્બર 2016 ના રોજ કેન્દ્રની મોદી સરકારે અચાનક રૂ. 500 અને રૂ. 1000ની નોટો બંધ કરી દીધી હતી. તેમણે કહ્યું કે આનાથી કાળું નાણું અને આતંકવાદી ફંડિંગ બંધ થશે. જૂની નોટોના બદલામાં 500 અને 2000 રૂપિયાની નવી નોટો લાવવામાં આવી હતી. 

2000ની નોટો કેમ લાવવામાં આવી 
નોટબંધી સમયે દેશની 80 ટકા કરન્સી 500 અને 1000 રૂપિયાના મૂલ્યમાં હતી. આવી સ્થિતિમાં, જ્યારે આ બંને મોટી કરન્સી ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી, ત્યારે વળતર આપવા માટે એક મોટી નોટ રજૂ કરવામાં આવી હતી. 

RBI એ બે વર્ષથી વધુ સમયથી રૂ. 2,000ની નોટો છાપી નથી
ગયા વર્ષે (નવેમ્બર 2022) એક RTI દ્વારા માહિતી મળી હતી કે RBI એ બે વર્ષથી વધુ સમયથી રૂ. 2,000ની નોટો છાપી નથી. એક અહેવાલમાં જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટ પ્રિન્ટિંગે RTIના જવાબમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2016-17માં 2 હજાર રૂપિયાની 354 કરોડ રૂપિયાની નોટો છાપવામાં આવી હતી. પછી તેનું પ્રિન્ટિંગ ઝડપથી ઘટતું ગયું. આગલા વર્ષે માત્ર 11 કરોડ રૂપિયા અને પછીના વર્ષે એટલે કે 2018-19માં માત્ર 4.5 કરોડ રૂપિયાની નોટો જ છપાઈ હતી. આ પછી 2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ