બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 2000 dead in Afghanistan: Aftershocks after one aftershock

દુ:ખદ સમાચાર / અફઘાનિસ્તાનમાં 2000 લોકોના મોત: ભૂકંપના એક બાદ એક ત્રણ આંચકાથી ધરા ધણધણી, ભારે તારાજી

Priyakant

Last Updated: 12:13 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Earthquakes in Afghanistan News: પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઈરાની સરહદ પાસે આવેલા આ શક્તિશાળી ભૂકંપ બાદ મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા

  • અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના કારણે ભારે તબાહીના દ્રશ્યો
  • અફઘાનિસ્તાનના પશ્ચિમમાં આવેલા ભૂકંપમાં લગભગ 2,000 લોકોના મોત 
  • ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી

Earthquakes in Afghanistan : અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તાલિબાનના પ્રવક્તા મુજબ અફઘાનિસ્તાનના પશ્ચિમમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ 2,000 લોકો માર્યા ગયા છે. આ તરફ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઈરાની સરહદ પાસે આવેલા આ શક્તિશાળી ભૂકંપ બાદ મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે.

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ઈરાની સરહદ પાસે ધરતીકંપને કારણે હેરાત શહેરથી લગભગ 40 કિમી (25 માઇલ) દૂર આવેલા કેટલાંક ગામોનો નાશ થયો હતો. ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. ઓછામાં ઓછા ત્રણ શક્તિશાળી આંચકા લોકોએ અનુભવ્યા હતા. બચી ગયેલા લોકોએ ભયાનક દ્રશ્યોનું વર્ણન કર્યું અને કહ્યું કે, ઓફિસની ઇમારતો પહેલા હલી ગઈ અને પછી અચાનક ધસી પડી હતી. 

મૃત્યુઆંક મૂળ અહેવાલ કરતાં વધુ 
આ તરફ દેશના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ વાહિદ રાયાને જણાવ્યું હતું કે, હેરાતમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક મૂળ અહેવાલ કરતાં વધુ છે. તાત્કાલિક મદદની અપીલ કરતાં તેમણે કહ્યું કે, લગભગ છ ગામો નાશ પામ્યા છે અને સેંકડો નાગરિકો કાટમાળ નીચે દટાયા છે. એક અપડેટમાં જણાવાયું છે કે,  465 ઘરો નાશ પામ્યા છે અને 135 અન્યને નુકસાન થયું છે. 

ત્રણ-ત્રણ વાર ધ્રુજી ધરતી
ડિઝાસ્ટર ઓથોરિટીના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ્લા જાને જણાવ્યું હતું કે, હેરાત પ્રાંતના ઝેંદા જાન જિલ્લાના ચાર ગામોને ભૂકંપ અને આફ્ટરશોક્સથી સૌથી વધુ નુકસાન થયું છે. યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે, ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી લગભગ 40 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હતું. આ પછી ત્રણ ખૂબ જ મજબૂત આફ્ટરશોક્સ આવ્યા જેની તીવ્રતા 6.3, 5.9 અને 5.5 હતી તેની સાથે ઓછા આફ્ટરશોક્સ પણ આવ્યા.

આ તરફ એક વ્યક્તિએ કહ્યું, ઘર, ઓફિસ અને દુકાનો બધી ખાલી છે અને વધુ ભૂકંપ આવવાની શક્યતા છે. જ્યારે મને ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે હું અને મારો પરિવાર અમારા ઘરની અંદર હતા. મારો પરિવાર ચીસો પાડવા લાગ્યો અને ડરીને ઘરની બહાર ભાગી ગયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે, અફઘાન ઘાયલોને હોસ્પિટલો સુધી પહોંચાડવા માટે 12 એમ્બ્યુલન્સ કાર ઝેન્ડા જાન માટે રવાના કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓની ટીમો હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર કરવામાં અને વધારાની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ