બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 199 Indian fishermen freed from Pakistan jail, so many still imprisoned

સુખદ ક્ષણ / 199 ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાંથી મુક્ત, હજુ આટલા કેદ

Priyakant

Last Updated: 09:33 AM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Fishermen Released News: લગભગ 13મી ની મોડી સાંજે કે 14 તારીખે માછીમારો પોતાના નિવાસસ્થાને પહોંચી જશે, મોટાભાગના માછીમારો સૌરાષ્ટ્ર કાંઠાના રહીશો

  • પાકિસ્તાનની જેલમાંથી ભારતીય માછીમારો મુક્ત 
  • 199 ભારતીય માછીમારો કરાયા મુક્ત
  • જેલમાં કેદ એક માછીમારનું મોત

પાકિસ્તાનની જેલમાંથી ભારતીય માછીમારોને મુક્ત કરાયા છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાન દ્વારા 199 ભારતીય માછીમારો જેલમાંથી મુક્ત કરાયા છે. મહત્વનું છે કે, પાકિસ્તાન જેલમાં કેદ એક માછીમારનું અઠવાડિયાની બીમારી બાદ મોત નિપજ્યું છે. જોકે બાદમાં હવે 199 ભારતીય માછીમારો મુક્ત કરાયા છે. 

ગુજરાતના 199 માછીમારોને પાકિસ્તાને આજે છોડી મૂક્યા છે. આ માછીમારોને સ્વીકારવા માટે રાજ્યના મત્સ્યોધોગ વિભાગના કર્મચારીઓ-અધિકારીઓનો 8 વ્યક્તિઓનો સ્ટાફ વાઘા બોર્ડર પહોંચ્યો હતો. વિગતો મુજબ મોટાભાગના માછીમારો સૌરાષ્ટ્ર કાંઠાના રહીશો છે. લગભગ 13મી ની મોડી સાંજે કે 14 તારીખે માછીમારો પોતાના નિવાસસ્થાને પહોંચી શકે છે. 

કેટલા માછીમારો પકડાયા અને કેટલાને મુક્ત કર્યા ? 
સૂત્રોનું માનીએ તો ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાની દરિયામાં માછીમારી કરવા બદલ કુલ 667 જેટલા ગુજરાતના માછીમારો પકડાયા હતા. જે બાદમાં હવે પાકિસ્તાન દ્વારા 199 માછીમારોને છોડતા હવે પાકિસ્તાનની જેલમાં 467 માછીમારો છે. રેકર્ડ પ્રમાણે રાજ્યના માછીમારોની 1169 બોટ પણ અત્યારે પાકિસ્તાન સત્તાવાળાઓ હસ્તક છે. 

માછીમારો તો છૂટી જાય છે પણ..... 
મહત્વનું છે કે, માછીમારો તો છૂટી જાય છે પણ તેમની બોટ નથી છૂટતી. જેને લઈ માછીમારોના એશોશીએશન દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે આ દિશામાં કાર્યવાહી કરવા માંગ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ