બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 192 cases of traffic violations reported in Ahmedabad in last 24 hours

પોલીસ તંત્ર જાગ્યું / સાવધાન! છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નોંધાયા ટ્રાફિક ભંગના 192 કેસ, લારી-ગલ્લા પર પણ તવાઇ

Kishor

Last Updated: 09:27 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ અમદાવાદ પોલીસ રહી રહીને પણ જાગી છે. પોલીસે ટ્રાંફિક મામલે આળસ ખંખેરી મોડીરાત સુધી અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. જેમાં નિયમ ભંગ બદલ 192 વાહનચાલકો ઝપટે ચડયા હતા.

  • ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ બાદ સફાળી જાગી પોલીસ 
  • અમદાવાદ પોલીસ દ્વારા મોડીરાત સુધી અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ
  • પોલીસે નબીરાઓને કાયદાનું ભાન કરાવવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધરી

20 જુલાઈની એ ગોઝારી રાતે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેને લઇને રાજ્ય આખું હચમચી ગયું હતું. કાળ બનીને આવેલી જેગુઆર કારે એકી સાથે ૧૦ થી વધુ લોકોને અડફેટે લેતા માર્ગ મરણચીસોથી ગુંજયો હતો. તથ્ય પટેલ નામના એ નબીરાના પાપે 9 લોકોને ઘટનાસ્થળે જ કાળ આંબી જતા કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. તો અન્ય એકે સારવાર દરમિયાન આખરી શ્વાસ ખેંચ્યા હતા. આ ઘટનાને લઇને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ હવે પોલીસ તંત્ર જાગ્યુ છે અને નીતિ નિયમ નિવે મૂકીને ડ્રાઇવ કરનારા સામે પોલીસ રીતસરની મેદાને ઉતરી છે.

ઓવર સ્પીડ 57, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 16 અને ભયજનક ડ્રાઈવિંગના 119 કેસ નોંધાયા
અમદાવાદ પોલીસે ટ્રાફિક અંગે 24 કલાકમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. જેમાં તપાસ દરમિયાન નિયમ ભંગના 192 કેસ નોંધાયા હતા. બીજી બાજુ તપાસમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, રેસ ડ્રાઈવ, અને ઓવર સ્પીડમા વાહન ચલાવતા શખ્સો પોલીસની ઝપટે ચડયા હતા. જેની સામે પોલીસે કાયદાનો દંડો ઉગામી નિયમોને અવગણના કરતા શખ્સોને પાઠ ભણાવ્યા હતા.

અનેક વિસ્તારોમાં રાત્રે 11 પછી લારી-ગલ્લા સહિતની દુકાનો કરાવી બંધ

પોલીસના ચેકિંગ દરમિયાન ઓવર સ્પીડ 57, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 16 અને ભયજનક ડ્રાઈવિંગના 119 કેસ નોંધાયા હતા. રાત્રિના સમયે નબીરાઓ કાળ બનીને વાહનો ચલાવતા હોવાથી અનેક લોકો આવા નબીરાઓના ભોગ બન્યા છે. અમુક કિસ્સાઓમાં તો આવારાતત્વોના પાપે લોકો મોતના ખપ્પરમાં પણ હોમાયા છે ત્યારે આ સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ પોલીસે અનેક વિસ્તારમાં મોડી રાત્રે પેટ્રોલિંગની કાર્યવાહી કરી હતી. અનેક વિસ્તારોમાં રાત્રે 11 પછી લારી-ગલ્લા સહિતની દુકાનો પણ બંધ કરાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ