બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 14 Thousand Crore Package Part 2 government of gujarat
Kavan
Last Updated: 09:52 PM, 4 June 2020
તેમણે જણાવ્યું હતું કે, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ GIDC માટે મોટી જાહેરાત કરતા સરકારે 460 કરોડની ફાળવણી કરી હતી. આ સાથે જ આદિવાસી શ્રમિકોને ઘર બનાવવા માટે 35 હજાર રૂપિયાની સબસીડી આપવામાં આવશે તો દ્યોગોને નાણાંભીડ ન રહે તે માટે GST રિફંડ તાત્કાલિક ચૂકવવામાં આવશે. તો ખાનગી લક્ઝરી બસ, ટેક્સી અને કૅબનો 6 મહિનાનો રોડ ટૅક્સ માફ કરવાની પણ જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. વધુ વિગત નીચે પ્રમાણે છે.
ADVERTISEMENT
ક્રમ. | સહાય/રાહત નો પ્રકાર | લાભાર્થી | સહાય/રાહત (રૂ. કરોડમાં) |
|
૧ | વાણિજ્યિક એકમો જેવા કે દુકાનો, ઓફિસો, હોટેલ્સ, રેસ્ટોરન્ટ, દવાખાનાઓ અને નર્સિગ હોમ્સ વગરે ને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં ૨૦%ની રાહત | ૨૩ લાખ વાણિજ્યિક એકમો | ૬૦૦ | |
૨ | રહેણાંક મિલકતોના ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી ચુકવવાના થતા વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રોપર્ટી ટેક્સમાં ૧૦%ની રાહત | ૭૨ લાખ પ્રોપર્ટી ધારકો | ૧૪૪ | |
૩ | માસિક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું વીજળી બીલમાં ૧૦૦ યુનિટ ની માફી | ૯૨ લાખ વીજ ગ્રાહકો | ૬૫૦ | |
૪ | 4વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે લો ટ્રાન્સમિશન વીજ કનેકશન ધરાવતા ગ્રાહકો ને વીજ બિલમાં મે-૨૦૨૦નો ફિક્સ્ડ ચાર્જ માફી | ૩૦ લાખ ગ્રાહકો | ૨૦૦ | |
૫ | નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, વગેરે ને જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવામાં આવશે | ૩૦ લાખ દુકાનદારો | ૮૦ | |
૬ | હાઇ ટ્રાન્સમિશન ગ્રાહકોને ફિક્સ ચાર્જિસના મે મહિના ના ચુકવણા ની મુદતમાં વધારો કરી સદર રકમ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦ એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ | ૧૫૦૦૦ | ૪૦૦ | |
૭ | કોન્ટ્રાકટ કેરેજ બસો તથા મેક્સી કેબના ઉદ્યોગ ધંધાને એપ્રિલ ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ૬ મહિનાના ટેક્ષ ભરવામાં માફી | ૬૩ હજાર વાહન ધારકો | ૨૨૧ | |
૮ | ઇન્ફ્રાસ્ટ્રકર પ્રોજેક્ટસ માટે હંગામી ધોરણે ફિક્સડ વીજ બિલને માફી | ૫ | ||
ઉધ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસીડી |
||||
૧ | ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે ઉદ્યોગને કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું | ૧૭૦૦૦ યુનિટ | ૭૬૮ | |
૨ | ટેક્ષટાઇલ ઉદ્યોગોને કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું | ૪૦૦ યુનિટ | ૪૫૦ | |
૩ | મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું | ૧૫ યુનિટ | ૧૫૦ | |
૫ | રાજ્યના વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં સબસીડીની રકમ સત્વરે ચુકવવામાં આવશે. | ૨૭ હજાર | ૧૯૦ | |
૬ | સોલર રૂફ ટોપ યોજના | ૬૫ હજાર | ૧૯૦ | |
૭ | ગુજરાત એગ્રો-ઈન્ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો & ફુડ પ્રોસેસીંગ એક્મો ને કેપીટલ અને વ્યાજ સબસીડી આપવામાં આવશે. | ૯૦.૦૦ | ||
વેટ-જીએસટી કાયદા હેઠળ વહીવટી સરળતા |
||||
ક્રમ. | સહાય/રાહત નો પ્રકાર | લાભાર્થી | સહાય/રાહત (રૂ. કરોડમાં) |
|
૧ | રૂ. ૧૦ કરોડથી ઓછુ વાર્ષિક ટર્ન-ઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટિસ પરત ખેચવામાં આવશે | ૮૫,૦૦૦ થી વધુ કરદાતાઓને લાભ | ||
૨ | વેરા સમાધાન યોજના-૨૦૧૯ હેઠળ ૧૫ માર્ચ ૨૦૨૦ સુધી પ્રથમ હપ્તો ભર્યો છે તેઓને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે. | ૨૬,૦૦૦ વેપારીઓ | ||
૩ | વેટ અને કેન્દ્રીય કાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે | |||
ગુજરાત ઔદ્યોગિક વસાહતોમાં ઉધ્યોગોને આર્થિક પ્રોત્સાહન અને વહીવટી સરળતા |
||||
ક્રમ. | સહાય/રાહત નો પ્રકાર | લાભાર્થી | સહાય/રાહત (રૂ. કરોડમાં) |
|
૧ | જીઆઈડીસીને ફાળવણીદારો દ્વારા ભરપાઈ કરવાના થતા તા.૩૧-૦૩-૨૦૨૦ તથા તા.૩૦-૦૬-૨૦૨૦ના હપ્તાની ચુકવણીનો સમયગાળો છ મહિના માટે લંબાવી આપવામાં આવશે તેમજ વિલંબિત ચુકવણીના વ્યાજ તથા દંડનીય વ્યાજની વસુલાત કરવામાં આવશે નહિ અને બાકીના સમયગાળા માટે વિલંબિત ચુકવણીના વ્યાજની વસુલાત ૭%ના રાહત દરે કરવામાં આવશે | ૩૧૦૦ ઉદ્યોગકારો | ૪૧.૧૦ | |
૨ | સદર ફાળવેલ પ્લોટ ઉપરની વિલંબીત વ્યાજ માફીની સમયમર્યાદા ૩૦ જુન, ૨૦૨૦ સુધી વધારી આપવામાં આવશે | ૫૧૮ ફાળવેલ પ્લોટના લાભાર્થીઓ | ૩.૩૧ | |
૩ | જીઆઇડીસી દ્વારા પ્લોટની ફાળવણીની કિંમતની સમીક્ષા સ્થગિત રાખવામાં આવશે. | ૭૨૭ નવા ઉદ્યોગ સાહસિકો ૨૭૦૦ ઉદ્યોગકારો |
૬૦.૪૩ | |
૪ | ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઇ વણવપરાશી રહેલ પ્લોટનો દંડ વસુલ લેવાનો રહેશે નહી | ૩૭૩૩ ઉદ્યોગકારો | ૬૦ | |
૫ | નવા ઉદ્યોગોને જમીનની કિંમતની ચુકવણીમા સુવિધા મળી રહે તે માટે ત્રિમાસિક હપ્તાઓમાં ચુકવણુ કરવાની સુવિધા આપવામાં આવે છે. તેમજ તેમના હાલના વ્યાજ દરને ૧૨% થી ઘટાડીને ૧૦% કરવામાં આવશે | ૭૨૭ ઉદ્યોગકારો | ૧૬.૧૨ | |
૬ | કોવિડ-૧૯ને કારણે જીઆઇડીસીએ માર્ચ અને એપ્રિલ- ૨૦૨૦ના પાણીના બીલો પરના વ્યાજ તેમજ દંડનીય વ્યાજ માફ કરવાનો નિર્ણય કરેલ છે. | ૧૯૨૬૭ ઉદ્યોગો | ૧.૩૨ | |
૭ | જીઆઇડીસીના ઉદ્યોગકારોના બાકી લેહણા માટે વન-ટાઇમ-સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવામાં આવશે, વિલંબિત ચુકવણાના વ્યાજની રકમ ૫૦% માફી અને દંડકીય વ્યાજની રકમ ૧૦૦% માફી | ૧૩૩.૦૦ | ||
૮ | જીઆઇડીસીના નોટીફાઇડ વિસ્તારના ઉદ્યોગકારોએ તેઓના તમામ વિલંબિત ચુકવણાના વ્યાજ ઉપર ૫૦ ટકા વ્યાજ માફી | ૧૫૩૧૫ ઉદ્યોગકારો | ૯૫.૦૦ | |
૯ | ચાલુ નાણાંકીય વર્ષમાં જીઆઇડીસી આ પ્રકારની તમામ મિલકતોનો વપરાશ શરૂ કરવા માટે મોરેટોરિયમ પીરીયડ ૧ વર્ષ વધારી આપવામાં આવશે | ૩૫૨ ઉદ્યોગકારો | ૭.૮૯ | |
૧૦ | ઔદ્યોગિક પ્લોટનો મોરેટોરિયમ પીરીયડ પૂર્ણ થઇ ગયેલ છે કે જે ખુલ્લા હોય અથવા ઉત્પાદન શરુ કરવાનુ બાકી છે તેવા ઉદ્યોગકારો ઉત્પાદન તા.૩૧-૦૩-૨૦૨૨ સુધીમાં શરૂ કરે તે માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા વણવપરાશી દંડમાં માફીનો લાભ મેળવી શકે | ૧૬૩૫ ઔદ્યોગિક પ્લોટ | ||
૧૧ | સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે સારૂ જીઆઇડીસી દ્વારા ૩૦૦૦ ચો.મી. સુધીના પ્લોટ ફાળવણી માટેની મળતી ઓનલાઇન અરજીઓને સમિતિ સમક્ષ મૂકયા વગર- પૂરાવા આધારિત ફાળવણીની મંજૂરી | ૧૪૨૮ લાભાર્થીઓ | ||
૧૨ | ૨ વર્ષ કરતાં વધુ સમય માટે બંધ રહેલ હોય તો વણવપરાશી દંડ પ્રતિ વર્ષ ૨૦ ટકાના સ્થાને ફકત ૫ ટકા વસુલ કરવામાં આવશે | ૧૯૯૧ ઉદ્યોગકારો | ૪૦.૪૨ | |
૧૩ | જીઆઇડીસીમાં આવેલ અનસેચ્યુરેટેડ વસાહતોમાં લગત પ્લોટ ફાળવણી માટે વધારાનું પ્રીમિયમ વસૂલ્યા સિવાય હયાત ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગોના વિસ્તરણ માટે લગત પ્લોટની ફાળવણી, હાલ ૨૦ ટકા પ્રીમિયમ એકીસાથે વસૂલ કરવામાં આવે છે. | |||
હાઉસિંગ ક્ષેત્ર | ||||
ક્રમ. | સહાય/રાહત નો પ્રકાર | લાભાર્થી | સહાય/રાહત (રૂ. કરોડમાં) |
|
૧ | એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં સબસિડી આપીને આ ક્ષેત્રને ચેતનવંતુ બનાવવામાં આવશે | ૧.૬૦ લાખ મકાનો | ૧૦૦૦ | |
કૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ |
||||
ક્રમ. | સહાય/રાહત નો પ્રકાર | લાભાર્થી | સહાય/રાહત (રૂ. કરોડમાં) |
|
૧ | પાક ધિરાણ: ખેડુતોને ‘શુન્ય’ ટકા વ્યાજના દરે ધિરાણ મળશે. પાક ધિરાણ ઉપરનું 3% વ્યાજ ભારત સરકાર અને 4% વ્યાજ ગુજરાત સરકાર ચુકવશે. | ૨૪ લાખ | ૪૧૦.૦૦ | |
૨ | દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડુતને દર મહિને રૂ. ૯૦૦ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની આર્થિક સહાય આપવામાં આવશે. | ૬૧,૫૭૪ ખેડુતો | ૬૬.૫૦ | |
૩ | કૃષિ અર્થતંત્રને વેગ આપવાના હેતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જિવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કિટમાં ૭૫ ટકા સહાય આપવામાં આવશે. | એક લાખ લાભાર્થીઓ | ૧૩.૫૦ | |
૪ | વિવિધ કુદરતી પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ રૂ.૩૦,૦૦૦ સહાય આપવામાં આવશે | ૧.૨ લાખ | ૩૫૦ | |
૫ | ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.૫૦ હજાર થી ૭૫ હજાર સુધીની સહાય. | ૧૦ હજાર | ૫૦ | |
૬ | કુદરતી આફતો સમયે ખેતપેદાશોનેા રક્ષણ માટે બજાર સમિતિઓને ૫૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા સહાય | - | ૧૦૦ | |
૭ | તાજેતરમાં ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરુરી ફિશીંગ નેટ, ફિશીંગ બોટ, મત્સ્ય બીજ વગેરે ૪૦ ઇનપૂટ સાધનો ખરીદવા માટે ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આમ, પેકેજને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સાથે સાંકળીને આ ક્ષેત્રે રાજ્યમાં રોજગારીની વિપુલ તકો. | ૧ લાખ માછીમાર | ૨૦૦ | |
સ્વરોજગાર | ||||
ક્રમ. | સહાય/રાહત નો પ્રકાર | લાભાર્થી | સહાય/રાહત (રૂ. કરોડમાં) |
|
૧ | આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-ર હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા ૧ લાખથી વધુ અને મહત્તમ રૂપિયા ૨.૫૦ લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. | ૩ લાખ | ૩૦૦ | |
૨ | મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય | ૧૦ લાખ બહનો અને ૧ લાખ સ્વ-સહાય |
૨૦૦ | |
૩ | સ્વરોજગાર મળે તે હેતુથી માનવ ગરિમા યોજનાની કીટનું વિતરણ કરવામાં આવશે | ૩૨૦૦૦થી વધુ લાભાર્થીઓ | ૧૧.૧૧ | |
શ્રમિક કલ્યાણ | ||||
ક્રમ. | સહાય/રાહત નો પ્રકાર | લાભાર્થી | સહાય/રાહત (રૂ. કરોડમાં) |
|
૧ | લારીવાળા નાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે | ૧ લાખ | ૧૦ | |
૨ | અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટના શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે આવવા-જવા માટે મુસાફરી ખર્ચમાં સહાય | ૧,૨૦,૦૦૦ બાંધકામ શ્રમિકો | ૫૦ | |
૩ | બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૃતિ સહાય પેટે કુલ રૂ.૨૭,૫૦૦ આપવામાં આવશે | ૨૫૦૦ | ૬ | |
૪ | જે આદિવાસી શ્રમિકોને પોતાનું આવાસ નથી તેવા શ્રમિકોને વતનમાં પાકુ ઘર બનાવવા માટે લાભાર્થીદીઠ રૂ. ૩૫૦૦૦ સબસીડી આપવામાં આવશે. | ૧ લાખ લાભાર્થીઓ | ૩૫૦ | |
અન્ય રાહતો | ||||
ક્રમ. | સહાય/રાહત નો પ્રકાર | લાભાર્થી | સહાય/રાહત (રૂ. કરોડમાં) |
|
૧ | ગરીબ કુટુંબોને મફત અનાજ, ગરીબ કુટુંબોના બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂપિયા ૧૦૦૦ નું ચુકવણું, વૃધ્ધ સહાય પેન્શન, દિવ્યાંગ પેન્શન, વિધવા સહાય પેન્શનનું આગોતરું ચુકવણુ વગેરે અનેકવિધ રાહતો | ૪૩૭૫.૬૮ | ||
૨ | પ્રોટીનયુકત આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીદીઠ વાર્ષિક ૧૨ કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ | ૬૨ લાખ કુટુંબો | ૩૦૦ | |
૩ | લોકડાઉનના નિયંત્રણો પછી સોશીયલ ડિસ્ટન્સીંગના નિયમોનુ પાલન કરી જાહેર સેવા આપવાની થાય છે જેના કારણે એસ.ટી.ને સહાય | ૧૨૦ | ||
૪ | મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગ માટે પ્રાકૃતિક ગેસ માં રાહત | ૧૨૫૦ ઉદ્યોગ | ૩૦ | |
આ અગાઉ આત્મનિર્ભર યોજના હેઠલ 1 લાખ લોનની પણ કરી હતી જાહેરાત
ADVERTISEMENT
ગુજરાત સરકારે 'આત્મનિર્ભર ગુજરાત' યોજનાની જાહેરાત કરી હતી. રાજ્યના 10 લાખથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે. 1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો, વેપારીને મળશે. આ લોનનું વ્યાજ 12 ટકાને બદલે માત્ર 2 ટકા જ વસૂલવામાં આવશે. અરજીને આધારે કોઈપણ ગેરન્ટી વગર રૂા. 1 લાખ સુધીની લોન મળશે તેવી જાહેરાત થઈ હતી.
પહેલા જાહેર કર્યું હતું 650 કરોડનું રાહત પેકેજ
ગુજરાતમાં કોરોનાના ફફડાટ વચ્ચે સીએમ રૂપાણીએ 65 લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠીત કામદારો, બાંધકામ કામદારો માટે 650 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યુ હતું. રૂપાણીએ આ અંગેની જાહેરાત કરતા કહ્યુ હતું કે, સરકારે કોરોનાની સ્થિતિમાં આર્થિક રીતે સહાયરૂપ થવાના હેતુસર 65 લાખ પરિવારોના બેન્ક ખાતામાં 1 હજાર રૂપિયાની સહાય જમા કરાવાશે. તદઉપરાંત પશુઓને પણ પૂરતો ઘાસચારો મળતો રહે અને હાલમાં જ્યારે લોકડાઉનને કારણે વેપાર ધંધા બંધ છે, ત્યારે રાજ્યમાં ચાલતી તમામ રજીસ્ટાર્ડ ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક સંકટ ન થાય તે માટે પશુ દીઠ 25 રૂપિયા એપ્રિલ મહિના દરમિયાન રૂપાણી સરકાર તરફથી આપવામાં આવશે. આ માટે ૩૦થી ૩૫ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT