IPL 2023 માં CSK મેચ જીતશે કે નહીં તેના કરતાં ધોનીની નિવૃત્તિની ચર્ચા વધુ હેડલાઇન્સ બનાવતી રહી છે. આ બધાની વચ્ચે CSKના કોચે IPLમાંથી ધોનીની નિવૃત્તિને લઈને મોટો દાવો કર્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2023ની ફાઇનલમાં પહોંચી ગઈ
CSKના કોચે ધોનીની નિવૃત્તિને લઈને મોટો દાવો કર્યો છે
મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2023ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ચેન્નાઈએ ક્વોલિફાયર 1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં ટિકિટ બુક કરી હતી.
IPL 2023 માં CSK મેચ જીતશે કે નહીં તેના કરતાં ધોનીની નિવૃત્તિની ચર્ચા વધુ હેડલાઇન્સ બનાવતી રહી છે.IPL 2024માં ધોની રમશે કે નહીં? સીઝનની શરૂઆતથી જ આને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે પણ દરેક માત્ર અનુમાન લગાવી રહ્યા છે. ધોનીએ પણ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી. આ બધાની વચ્ચે CSKના કોચે IPLમાંથી ધોનીની નિવૃત્તિને લઈને મોટો દાવો કર્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 26, 2023
એક વાતચીતમાં ડ્વેન બ્રાવોએ માહીને આવતા વર્ષે રમવાના પ્રશ્ન પર કહ્યું કે, “સો ટકા. ખાસ કરીને, ઇમ્પેક્ટ પ્લેયર નિયમ સાથે. તે તેની કારકિર્દીને લંબાવતો રહેશે. ધોની ખૂબ ઊંડાણથી બેટિંગ કરે છે. મને લાગે છે કે અજિંક્ય રહાણે, શિવમ દુબે... આ લોકો ઘણો ફરક પાડે છે. તમારે એમએસ પાસેથી વધુ જરૂર નથી, પરંતુ જ્યારે ટીમ દબાણમાં હોય ત્યારે તે શાંત રહેવાની ક્ષમતા ધરાવે છે."