બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / પ્રવાસ / 10 best places to visit in india in may vacation

Travel / વેકેશનમાં ફરવાની 10 જોરદાર જગ્યાઓ: ફેમિલી-ફ્રેન્ડ્સ સાથે જવા માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન, જુઓ આખું લિસ્ટ

Bijal Vyas

Last Updated: 03:22 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાના વેકેશનમાં ગરમીથી દૂર રજાઓ માણવાનું વિચારી રહ્યો છો, તો જાઓ આ ભારતના 10 સુંદર હિલસ્ટેશને, જુઓ આખુ લિસ્ટ

  • આંધ્ર પ્રદેશની હર્ષિલ હિલ્સ પણ ઉનાળામાં રાહત માટે બેસ્ટ લોકેશન છે
  • આસામમાં આવેલું શિલોંગ ઉનાળામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે
  • મનાલીમાં યાક રાઈડનો આનંદ પણ લઈ શકો છો

10 best places to visit: ભારતમાં ઉનાળાના મહિનાઓ મે અને જૂન છે. તેમાં પણ મે મહિનામાં સૌથી ગરમી હોય છે. આ સાથે બાળકોને પણ આ મહિનામાં રજાઓ હોય છે. જેના કારણે દરેક વ્યક્તિ મે મહિનાની લાંબી રજાઓ હિલ સ્ટેશન અથવા સારી જગ્યાએ વિતાવવાનું પસંદ કરે છે. આવો તો એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં તમે મે મહિનામાં મુલાકાત લઈ શકો છો.

1. પંચમઢી હિલ સ્ટેશન મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલું છે. ઉનાળામાં લોકો ગુફાઓ અને તળાવોની મુલાકાત લેવા પંચમઢી આવે છે. અહીં બોટિંગ અને ટ્રેકિંગ પણ કરી શકાય છે. અહીંની પાંડવ ગુફા ઘણી લોકપ્રિય છે. તમે વોટર ફોલની મજા પણ માણી શકો છો. અહીં ઉનાળાના દિવસોમાં તાપમાન 5 થી 30 ડિગ્રીની વચ્ચે રહે છે.

2. આંધ્ર પ્રદેશની હર્ષિલ હિલ્સ પણ ઉનાળામાં રાહત માટે બેસ્ટ લોકેશન છે. અહીં તમને વાદળી ગુલમહોર કોરલ અને નીલગિરીના વૃક્ષો જોવા મળશે. અહીંનું વાતાવરણ પણ ઠંડુ રહે છે. વેક્તેશ સ્વામી મંદિર, રામકૃષ્ણ બીચ, ઉંડાવલી ગુફા અહીંની ફેમસ જગ્યામાંથી એક છે.

Topic | VTV Gujarati

3. ગુલમર્ગ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવેલું છે, જેને ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે. અહીં વર્ષના દરેક મહિનામાં બરફ જોવા મળે છે. ગુલમર્ગમાં વિશ્વનો સૌથી પ્રખ્યાત ગોલ્ફ કોર્સ પણ છે. બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થયું છે.

4. કૌસાની ઉત્તરાખંડ રાજ્યમાં આવેલુ છે. અહીં ઘણા ગામો છે, જે પોતાની સુંદરતા માટે જાણીતા છે. ઉત્તરાખંડમાં ઘણા હિલ સ્ટેશન છે, જેમાંથી આ એક પહાળોની ટોચ પર આવેલું છે. તેની આસપાસ મોટા પાઈન વૃક્ષો છે.

5. મુન્નાર કેરળમાં આવેલું છે. અહીંની સુંદરતા અદ્ભુત છે. અહીંના કાર્મિક ગીરી અને હાથી પાર્ક ખૂબ ફેમસ છે. તમે અહીં ટ્રેકિંગ પણ કરી શકો છો. સીતા દેવી તળાવની મુલાકાત લઈ શકો છો, ચાના બગીચાઓ પણ છે જે આંખોને શાંતિ આપે છે. તમે મે મહિનામાં અહીં મુલાકાત લેવા આવી શકો છો.

Tag | VTV Gujarati

6.આસામમાં આવેલું શિલોંગ ઉનાળામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે. તે ભારતના મુખ્ય હિલ સ્ટેશનોમાંથી એક છે. શિલોંગ સુંદર પર્વતો અને વનસ્પતિઓથી ઘેરાયેલું છે. અહીં ઘણા ધોધ પણ છે.

7. હિમાચલ પ્રદેશમાં આવેલું શિમલા હિલ સ્ટેશનએ ભારતના મુખ્ય હિલ સ્ટેશન પૈકીનું એક છે. ઉનાળામાં લોકો દૂર-દૂરથી અહીં ફરવા આવે છે. શિમલામાં, તમે કુફરી, ચેડવિક ધોધ જેવા સારા સ્થળોની મુલાકાત લઈ શકો છો. અહીં તાપમાન 15 થી 30 ડિગ્રી વચ્ચે રહે છે.

8. નૈનીતાલનું પ્રખ્યાત નૈની તળાવ બોટિંગ માટે ફેમસ છે. અહીંનું નૈના દેવી મંદિર પણ ખૂબ જ આકર્ષક છે. ઉનાળાના મહિનાઓમાં ફરવા માટે આ બેસ્ટ પ્લેસ છે. ઠંડીનો અનુભવ કરવા માટે તમે મે મહિનામાં અહીં જઈ શકો છો. નૈનીતાલનું સૌથી ઊંચું શિખર નૈના પીક છે જે 2615 મીટર ઊંચું છે.

Know about IRCTC Best Tourism Tour Packages of Nainital | નૈનીતાલ ફરવાનો  પ્લાન બનાવી રહ્યા હોવ તો IRCTC લાવ્યું છે આ બેસ્ટ પેકેજ

 

9.  મનાલીમાં જોવા માટેના શ્રેષ્ઠ સ્થળો સોલાંગ વેલી, ગોમ્પા મઠ અને જોગિની ફોલ્સ છે. મનની શાંતિ માટે હરિ આશ્રમ જઈ શકાય છે. તમે યાક રાઈડનો આનંદ પણ લઈ શકો છો. મે મહિનામાં મનાલીનું તાપમાન 15 ડિગ્રીથી 25 ડિગ્રીની વચ્ચે રહે છે.

10. ગંગટોક સિક્કિમમાં આવેલ છે, આ જગ્યા પણ બરફથી ઢંકાયેલી છે. ઉનાળાની ઋતુમાં પણ ગંગટોક એકદમ ઠંડુ રહે છે. અહીં તમને પ્રાચીન બૌદ્ધ મઠો અને ચાના બગીચા જોવા મળશે. શિવાલિક ટેકરીઓ ગંગટોકથી 1437 મીટરની ઉંચાઈ પર આવેલી છે. તમે બાબા હરભજન સિંહ મેમોરિયલ ટેમ્પલ, નાથુલા પાસ, ઝાકરી ફોલ્સ, ઝૂઓલોજિકલ પાર્કની મુલાકાત લઈ શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ