બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Yuvraj Singh Jadeja thus joined the Aadmi Party
ADVERTISEMENT
ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ વખતે રાજ્યમાં ત્રિકોણિયો જંગ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સીધી લડાઈવાળા રાજ્યમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી છે. હાલમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે એક બાદ એક યુવા ચહેરાઓને પણ પાર્ટીમાં સામેલ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં આજે ગુજરાતનો એક સમયના જાણીતા ચહેરાઓ ઝાડુ પકડયું છે.
ગુજરાતમાં બેરોજગાર યુવાનો માટે લડત ચલાવી યુવાનોમાં લોકપ્રિય બનેલા એવા @YAJadeja આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ ખુબ ખુબ અભિનંદન.. pic.twitter.com/vQ03KTaRSb
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 29, 2021
ADVERTISEMENT
LRD આંદોલન વખતે ચર્ચામાં આવ્યા હતા
ADVERTISEMENT
દિલ્હીના ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીનાં દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસ પર છે ત્યારે આજે યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. LRD આંદોલન વખતે યુવરાજસિંહ જાડેજા ચર્ચામાં આવ્યા હતા.
અમરેલી જીલ્લા કોંગ્રસના અગ્રણી નેતા એવા શ્રી ઝવેરભાઈ રંધોળિયા દિલ્લીના નાયબ મુખ્યમંત્રી શ્રી મનિષ સિસોદિયાજીની હાજરીમાં ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીમાં વિધીવત રીતે જોડાયા pic.twitter.com/LhD9ga3ltj
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 29, 2021
ADVERTISEMENT
અમરેલી કોંગ્રેસના આગેવાન ઝવેરભાઈ પણ આપમાં જોડાયા
ADVERTISEMENT
યુવરાજ સિંહ જાડેજા સિવાય અમરેલીનાં કોંગ્રેસ આગેવાન ઝવેરભાઈ રંધાળીયાને પણ મનીષ સિસોદિયાએ આમ આદમી પાર્ટીની સદસ્યતા અપાવી હતી.
ચૂંટણીને લઈ આમઆદમી પાર્ટીની ફુલ તૈયારી
ADVERTISEMENT
નોંધનીય છે કે આગામી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ગોપાલ ઈટાલિયાના નેતૃત્વમાં વિજય સુંવાળા સહિતના યુવા ચહેરાઓને પાર્ટીમાં સામે કરવા માટે મોટા મિશન પર કામ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મનીષ સિસોદિયા રોડ શૉ યોજીને પ્રચાર કરવા જઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.