ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Your ATM card is most fraudulent in these three hours of the day

સાયબર ક્રાઈમ / તમારા ATM કાર્ડમાંથી દિવસના આ ત્રણ કલાકોમાં સૌથી વધુ ફ્રોડ થાય છે

Published By: vtvAdmin

Last Updated: 07:23 PM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હો તો રાત્રે ૧૧થી ૧ની વચ્ચે સાવધાન થઇ જાવ. કેમ કે આ દરમિયાન સાઇબર ઠગ વધુ સક્રિય રહે છે. તેનું કારણ એ છે કે રાત્રે ૧૨ વાગ્યા બાદ બીજો દિવસ શરૂ થવાથી ડેબિટ કાર્ડમાંથી રકમ કાઢવાની લિમિટ વધી જાય છે. આ ઉપરાંત રાત્રે પૈસા નીકળતા મોબાઇલ પર જે મેસેજ આવે છે તેની પર પણ ગ્રાહક ધ્યાન આપી શકતા નથી. મોટા ભાગે સાઇબર ક્રાઇમ કરનારા વધુમાં વધુ પૈસા કાઢવા માટે આ સમયની પસંદગી કરે છે.

ADVERTISEMENT

ATMના કી બોર્ડ પરના કેમેરા હોય છે

સાઇબર ઠગ કાર્ડ ક્લોનિંગ કરવા માટે એટીએમના હોલ્ડરમાં સ્કીમર અને ગુપ્ત કેમેરા લગાવે છે. કેમેરા ખૂબ જ નાના હોય છે, જ્યારે ગ્રાહક પોતાના ડેબિટ કાર્ડ એટીએમ હોલ્ડરમાં લગાવે છે તો સ્કીમરમાં તેનો ડેટા સ્કેન થઇ જાય છે. એટીએમ કી બોર્ડ ઉપર લાગેલા ગુપ્ત કેમેરામાં કાર્ડનો પિન નંબર સ્કેન થાય છે. ત્યાર બાદ ઠગ સ્કીમર અને કેમેરા કાઢીને લઇ જાય છે. 

રાત્રે 12 વાગ્યા સૌથી વધુ પૈસા જવાની સંભાવના

આ ઉપરાંત એટીએમ બૂથમાં ડેબિટ કાર્ડ બદલનાર ઠગ સક્રિય થાય છે. મદદ કરવાનાં બહાને કાર્ડ બદલી લે છે. બેન્કે ડેબિટ કાર્ડથી રકમ કાઢવાની લિમિટ નક્કી કરી છે. ઠગનું લક્ષ્ય વધુમાં વધુ રકમ કાઢવાનો હોય છે. જો તેઓ દિવસે આ રકમ લે છે તો પીડિત વ્યક્તિના ફોન પર મેસેજ આવે છે અને તે પોતાનું કાર્ડ બ્લોક કરાવી લે છે. આ રીતે તે માત્ર એક જ વાર પૈસા કાઢી શકે છે. આ સંજોગોમાં સાઇબર ઠગ ૧૨ વાગ્યાની રાહ જુએ છે. ૧૨ વાગ્યાની થોડી મિનિટો પહેલાં પૈસા કાઢે છે. 

કાર્ડ ક્લોનિંગથી બચો

બીજો દિવસ શરૂ થતાં ૧૨ વાગ્યા બાદ પૈસા કાઢવાની લિમિટ વધી જાય છે અને પછી ફરી પૈસા કાઢી લે છે. જ્યારે સવારે તે વ્યક્તિ ઊઠે છે ત્યારે મેસેજ જોઇને તેને છેતરાયાનો અહેસાસ થાય છે. ત્યાર બાદ તે કાર્ડ બ્લોક કરાવે છે. સાઇબર સેલ પ્રભારી ઝહિર ખાન જણાવે છે કે સાઇબર ક્રાઇમથી બચવાનું સૌથી મોટું હથિયાર ગ્રાહકની જાગૃતિ છે. જો તમે થોડી સાવધાની રાખશો તો કાર્ડ ક્લોનિંગથી બચી શકશો.

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Crime Debit Card atm card fraud ડેબિટ કાર્ડ સાયબર ક્રાઈમ Cyber crime

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ