બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / you will get an option to change your billing cycle from july 1

તમારા કામનું / ક્રેડિટ કાર્ડ ધારકો માટે ગુડ ન્યુઝ, 1 જુલાઇથી હવે ગ્રાહક જાતે જ બદલી શકશે Billing Cycle

Dhruv

Last Updated: 08:06 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIના નિર્ણય બાદ 1 જુલાઇથી ક્રેડિટ કાર્ડ ધારકો જાતે જ બિલિંગ સાઈકલની પસંદગી કરી શકશે.

  • 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ ધારકોને મળશે નવી સુવિધાઓ
  • ગ્રાહકો જાતે જ બદલી શકશે પોતાનું Billing Cycle
  • જાણો શું હોય છે ક્રેડિટ કાર્ડનું આ બિલિંગ સાઇકલ?

સેન્ટ્રલ બેંક (ભારતીય રિઝર્વ બેંક) RBI ગ્રાહકોના હિતની સુરક્ષા માટે સમયાંતરે નવી-નવી નીતિઓ અને માર્ગદર્શિકા (RBI માર્ગદર્શિકા) લઇને આવતી રહે છે. ત્યારે તાજેતરમાં, જ RBIએ ક્રેડિટ કાર્ડ ધારકોના હિત માટે અનેક નવા નિર્ણયો લીધા છે. આરબીઆઈએ ક્રેડિટ કાર્ડને ઈશ્યુ કરવા તેમજ બિલિંગ સાઇકલ માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેનાથી ગ્રાહકોને વધારે ફાયદો થશે.

ક્રેડિટ કાર્ડ ધારકોને 1 જુલાઈથી ઘણી નવી સુવિધાઓનો લાભ મળશે

તમને જણાવી દઈએ કે, RBIએ કહ્યું છે કે, ક્રેડિટ કાર્ડ ધારકોને 1 જુલાઈથી ઘણી નવી સુવિધાઓનો લાભ મળશે. જેમાં બિલિંગ સાયકલનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે તમારા મનમાં એ સવાલ ઉઠતો હશે કે, આખરે આ બિલિંગ સાઇકલ શું છે અને તેમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે અમે તમને અહીં બિલિંગ સાઇકલ અને તેમાં કરવામાં આવેલા ફેરફારો વિશે જણાવીશું...

શું છે ક્રેડિટ કાર્ડની બિલિંગ સાઇકલ?

ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલ (Credit Card Billing Cycle) એ સમયગાળો છે કે જેમાં ખરીદી કરવાથી લઈને બિલ ભરવા સુધીનો સમય સામેલ હોય છે. જેને અમે ઉદાહરણ દ્વારા સમજાવીશું. ઉદાહરણ તરીકે, જો તમે 1 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરો છો તો તેનું બિલ 31મી જુલાઈએ આવશે. ત્યાર બાદ તમને આ બિલ ભરવા માટે 15થી 25 દિવસનો સમય આપવામાં આવશે. જો તમે આ સમય મર્યાદાની અંદર બિલ નહીં ચૂકવો તો કંપની તમારી પર દંડ લગાવશે. આવી સ્થિતિમાં તમારે આ બિલ 15થી 25 તારીખની વચ્ચે ચૂકવી દેવાનું રહેશે. પરંતુ, ઘણી વખત લોકોને તેમનો પગાર મહિનાના છેલ્લા દિવસે મળે છે. એવામાં તમને આ બિલ ચૂકવવામાં મુશ્કેલી થઈ શકે છે.

ગ્રાહકો પોતાની અનુકૂળતાએ ક્રેડિટ કાર્ડના બિલિંગ સાઇકલની પસંદગી કરી શકશે

ગ્રાહકોની આ સમસ્યાને દૂર કરવા માટે RBI બિલિંગ સાઈકલ બદલવાનો વિકલ્પ લઈને આવી રહી છે. એવામાં ગ્રાહકો મહિનાના અંતે મળેલા પગારનો ઉપયોગ કરીને પણ 25 તારીખ બાદ આવતા મહિનાની 24મી તારીખ સુધીમાં પોતાનું બિલ સરળતાથી ચૂકવી શકશે. આ રીતે ગ્રાહકો પોતાની અનુકૂળતા અનુસાર, ક્રેડિટ કાર્ડના બિલિંગ સાઇકલની પસંદગી કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ