બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / You can visit your booth before voting, an initiative of the Election Commission for the convenience of voters

લોકસભા ચૂંટણી 2024 / વોટિંગ પહેલા લઈ શકશો તમારા બૂથની મુલાકાત, મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચની પહેલ

Vishal Khamar

Last Updated: 02:08 PM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ECI દ્વારા લોકો સરળતાથી તેમનું મતદાન મથક જાણી શકે તેમજ ત્યાં સિનિયર સીટીઝન્સ માટે શું વ્યવસ્થા છે તે જાણી શકે તે માટે આગામી સમયમાં સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવનાર છે. રાજ્યનાં 50, 677 મતદાન કેન્દ્રોમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. આ ડ્રાઈવ દરમ્યાન મતદાર તેનાં મતદાનનું બૂથ શોધી તેમજ ત્યાં શુ સુવિધા ઉપલબ્ધ છે તે પણ જાણી શકશે.

લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જવા પામી છે. ત્યારે હવે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. તેમજ ઉમેદવારી પત્ર પરત લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. મતદાનનાં દિવસે મતદારો મતદાન મથકો શોધવામાં તકલીફ ન પડે તે માટે ECI દ્વારા રાજ્યનાં 50, 677 મતદાન કેન્દ્રોમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. 

election commission will decide after january 5 when the assembly elections of five states will be held

રાજ્યનાં 50,677 મતદાન મથકોએ ખાસ ડ્રાઈવ યોજાશે
ભારતીય ચૂંટણી પંચ દ્વારા ત્રીજા તબક્કામાં તા. 7 મે નાં રોજ ગુજરાતમાં યોજાનાર 26 લોકસભા તેમજ 5 વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે વિધાનસભા તેમજ લોકસભા મતક્ષેત્રમાં આવતા મતદાન કેન્દ્ર અને બૂથ શોધવા માટે મતદારોને તકલીફ ન પડે તે માટે ECI દ્વારા તા. 28 એપ્રિલ રવિવારનાં રોજ રાજ્યનાં 50,677 મતદાન મથકોએ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. 

28 એપ્રિલનાં રોજ મતદાર પોતાનાં મતદાન બૂથની મુલાકાત લઈ શકશે
ગુજરાતમાં 26 લોકસભા તેમજ 5 વિધાનસભા બેઠકો પર આગામી તા. 7 મે નાં રોજ યોજાનાર મતદાનને લઈ ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાનનાં દિવસે મતદારો મતદાન કેન્દ્ર તેમજ બૂથ શોધવા માટે ગોથે ન ચડે તે માટે ચૂંટણીનાં 10 દિવસ પહેલા રાજ્યનાં તમામ મતદાન મથકો ખુલ્લા મુકાશે. તેમજ દરેક મતદાર મતદાન મથક પર જઈ પોતાનાં બૂથની મુલાકાત લઈ શકશે.  તેમજ એટલું જ નહી. મતદાન મથક નજીક વાહન પાર્કીંગ ક્યાં કરી શકાશે. સ્લીપ ક્યાંથી મેળવી શકશે.  સિનિયર સિટીઝન માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે.  તેવી તમામ બાબતોની જાણકારી મેળવી શકશે. 

વધુ વાંચોઃ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યારે પડશે કમોસમી વરસાદ

ભારતીય ચૂંટણી પંચ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું
તા. 28 એપ્રિલને રવિવારે યોજાનારી આ સ્પેશ્યલ ડ્રાઈવને ભારતીય ચૂંટણી પંચ દ્વારા 'નો યોર પોલિંગ સ્ટેશન' નામ અપાયું છે. એટલે કે, તમે તમારા મતદાન કેન્દ્રને ઓળખો એવું નામ આપવામાં આવ્યું છે. 28 એપ્રિલનાં રોજ તમામ મતદાન કેન્દ્રોમાં BLO ને સવારનાં 9 વાગ્યાથી બપોરે 12 કલાક સુધી હાજર રહેવા સૂચન પણ કરાયુ છે આ દિવસે BLO દ્વારા સિનિયર સિટિઝન્સ તેમજ મહિલાઓ ચૂંટણીનાં દિવસે વધુમાં વધુ મતદાન કરે તે માટે પણ ખાસ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Polling Station election commission of india lok sabha election ભારતીય ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી સ્પેશ્યલ ડ્રાઈવ Lok Sabha Election 2024
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ