બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ સરકારી સ્કીમમાં ઈન્વેસ્ટ કરી બની શકાય કરોડપતિ, ટેક્સમાં રાહતની સાથે રિટર્નની પણ ગેરન્ટી

રોકાણ / આ સરકારી સ્કીમમાં ઈન્વેસ્ટ કરી બની શકાય કરોડપતિ, ટેક્સમાં રાહતની સાથે રિટર્નની પણ ગેરન્ટી

Last Updated: 02:43 PM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ યોજના ખૂબ લોકપ્રિય છે. આ યોજનામાં તમે 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. જેમાં તમને રિટર્ન પણ જોરદાર મળે છે.

લોકો જ્યારે પણ કોઈ જગ્યાએ પૈસા રોકાણ કરવાનું વિચારે છે ત્યારે પૈસાની સેફ્ટીનો વિચાર પહેલો આવે છે. તે માટે દેશના કરોડો લોકો આજે પણ પોસ્ટ પર ભરોષો રાખે છે. પોસ્ટ ઓફિસમાં અનેક એવી યોજનાઓ ઉપલબ્ધ છે, જ્યાં તમને સારા પ્રમાણમાં રિટર્ન મળે છે. જેમાં પોસ્ટ ઓફિસની PPF યોજનામાં તમે પૈસાનું રોકાણ કરી કરોડપતિ પણ બની શકો છો. પોસ્ટ ઓફિસ સરકારી સંસ્થા હોવાથી લોકોના પૈસા પણ સુરક્ષિત રહે છે.

07_163

PPFની યોજનામાં તમે દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. જો એક વર્ષમાં 1.5 લાખથી વધુ રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે તો, લિમિટથી વધુના પૈસા પર વ્યાજ નથી આપવામાં આવતું. આ યોજનામાં મળનાર વ્યાજ અને રકમ ટેક્સ ફ્રી હોય છે. તેમાં 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે.

સૌથી વધુ મળે છે વ્યાજ

સરકારી યોજનામાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખૂબ પ્રચલિત છે. કેમ કે આ યોજનામાં સૌથી વધુ વ્યાજ મળે છે. PPFમાં અત્યારે દર વર્ષે 7.1 ટકા વ્યાજ મળે છે. આ સાથે તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મળે છે. માર્ચ મહિનામાં વ્યાજની રકમ ક્રેડિટ થઈ જાય છે.

આ તારીખનું છે મહત્વ

જો તમે PPF યોજનામાં 5 તારીખે પૈસા જમા કરો છો તો તેનો તમને એક્સ્ટ્રા બેનિફિટ મળે છે. 5 તારીખ પહેલા પૈસા જમા કરવાથી તે મહિનાનું વ્યાજ પુરુ મળી જાય છે. જો 5 તારીખ પછી પૈસા જમાં કરવો છો તો વ્યાજ આગલા મહિને મળે છે.

post-office-scheme_0

પબ્લિક પ્રોવિડન્ટ ફંડના ફાયદા

પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકેલા પૈસામાં ટેક્સની રાહત મળે છે. તેમાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણમાં IT એક્ટ 80C હેઠળ રાહત મળે છે. યોજનાની મેચ્યોરિટી પૂર્ણ થયા બાદ પણ રોકાણ ચાલુ રાખી શકો છો. જેને તમે 5 -5 વર્ષ માટે એક્સટેન્ડ કરી શકો છો. એક્સટેન્ડ માટે એક વર્ષ પહેલાં અરજી કરવાની રહે છે.

આ સિવાય PPF એકાઉન્ટ ત્રણ વર્ષ સુધી ચલાવ્યા બાદ તેની પર લોન પણ લઈ શકો છો. જમા રકમની 25 ટકા લોન મળી શકે છે. તેમાં 2 ટકા વધુ વ્યાજ ચૂકવવું પડે છે, આ લોન 36 મહિનામાં ભરપાઈ કરવાની રહે છે. આ યોજનામાં તમે મેચ્યોરિટી પૂર્ણ થયા પહેલા પણ પૈસા કાઢી શકો છો, જેમાં તમને નિયમ મુજબ ઇમરજન્સીમાં જમા થયેલ રકમના 50 ટકા મળે છે. પરંતુ આ માટે તમારા એકાઉન્ટના 6 વર્ષ થયા હોવા જોઈએ.

વધુ વાંચો: શેરબજારમાં આ શેરના સપાટા, રોકાણકારોએ 2.23 લાખ કરોડ છાપ્યા, આ કંપની ધોવાઈ

આ રીતે બની શકાય માલદાર

આ યોજનામાં પૈસા રોકી તમારે કરોડપતિ બનવું હોય તો તેનું ગણિત સાવ સીધું છે. જેમાં તમે થોડા થોડા પૈસા રોકી માલદાર બની શકો છો. આ યોજનામાં તમે દરરોજ 405 જેટલા રૂપિયા રોકાણ કરો છો તો વર્ષે તે રકમ 1,47,850 જેટલી થાય. જો આ રકમ 25 વર્ષ સુધી રોકવામાં આવે તો 7.1 ટકાના વ્યાજ સહિત તે રકમ એક કરોડથી પણ વધુએ પોંહચી જાય.

સંકળાયેલા મુદ્દાઓ

PPF Scheme Government Schemes Post Office
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ