બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / You are eating poison! Fake food items are booming everywhere in Gujarat, 'fake' game has happened in these places
Last Updated: 06:27 PM, 29 October 2023
ADVERTISEMENT

અમદાવાદમાં કેમિકલયુક્ત તાડી બનાવી વેચનારની ધરપકડ
અમદાવાદમાં કેમિકલ યુક્ત તાડી બનાવી વેચનારની ધરપકડ કરાઈ છે. પીસીબીએ બાતમીનાં આધારે રામોલનાં રાજનગરનાં છાપરામાં દરોડા પાડ્યા હતા. ભરત ચુનારા અને સમીર શેખ નામનાં શખ્સની ધરપકડ કરી છે. રૂા. 1.38 લાખની કિંમતનું 138 કિલો કેમિકલ જપ્ત કર્યું હતું. બંને આરોપીની ધરપકડ કરી રૂા. 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ADVERTISEMENT
ગત રોજ બનાવટી દવાનાં કૌભાંડનો પર્દાફાશ થયો
ADVERTISEMENT
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગત રોજ અમદાવાદ સહિત રાજ્યભરમાં બનાવટી દવાનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જે મામલે ઈસનપુર પોલીસ મથકે 4 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ બનાવટી દવામાં પોલીસે નારોલનાં મૂન મેડિકલ સ્ટોરનાં માલિક વિશાલ મકવાણાની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે ઇસનપુર પોલીસે વિશાલ મકવાણાની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

ADVERTISEMENT
મહાનગરપાલિકાએ લીધેલા ઘી-પનીરના નમૂના તપાસમાં ફેલ
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થતા અટકાવવા માટે શહેરમાંથી ઘી-પનીરનાં લીધેલ નમૂનાં ફેલ થયા હતા. પાલડી જલારામ પરોઠા હાઉસમાંથી પનીર સેમ્પલ લીધા હતા. જે પનીરનાં સેમ્પલ ફેલ થયા હતા. જૂના માધુપુરાનાં એચ.પી. ફૂડ્સમાંથી લીધેલા ઘી નાં નમૂનાં ફેલ થયા હતા. જ્યારે નિકોલ સહજાનંદ ઘી પાર્લરમાંથી લીધેલ ઘી નમૂના ફેલ થયા હતા. મેમનગરનાં શ્રીજી ડેરી પાર્લરમાંથી લીધેલા ઘી ના સેમ્પલ ફેલ થયા હતા.
ADVERTISEMENT
માતર GIDCમાં પકડાયું નકલી ઇનો બનાવવાનું કૌભાંડ
ખેડામાં ડુપ્લીકેટ ખાદ્ય પદાર્થોનું હબ બન્યું છે. ત્યારે હળદર, ઘી બાદ પાચન માટે વપરાતા ઈનો સોડાની નકલી ફેક્ટરી ઝડપાઈ છે. માતર જીઆઈડીસીમાં ઈનો બનાવવાનું કૌભાંડ પકડાયું હતું. ઈનો જેવો જ પાવડર વાપરી ઈનો કંપનીના નામ હેઠળ વેચાણ કરતા હતા. ત્યારે આ બાબતે માતર પોલીસ મથકે કોપીરાઈટની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ નકલી ઈનોના 22200 પેકેટ જપ્ત કરાયા હતા. અમદાવાદ, રાજસ્થાન, યુપીનાં 3 શખ્શોની ધરપકડ કરાઈ હતી. ખેડા ફ્રૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ વધુ એક વખત ઉંઘતું ઝડપાયું હતું. ખેડામાં છેલ્લા 6 મહિના પહેલા ડુપ્લીકેટ હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. દિવાળીનાં તહેવારોમાં ખાદ્ય પ્રોડક્ટમાં મોટા પાયે ભેળસેળ થાય છે.

ADVERTISEMENT
ડીસા શહેરમાંથી અખાદ્ય ઘી ઝડપાયું
બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે ડીસા GIDCની પાછળ ઢુંવા રોડ પર આવેલી PN ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં રેડ કરી હતી. ફૂડ વિભાગના અધિકારીઓ ફેક્ટરી માલિકે મુખ્ય ગેટ ન ખોલતા મુખ્ય દરવાજો અને કંપાઉન્ડવોલ કૂદીને અંદર પડ્યા હતા. અંદર તપાસ કરતા ફેક્ટરીમાં શાશ્વત, પારેવા, સુખ, શુભ સહિતની બ્રાન્ડના નામે આખાદ્ય ઘી પેકિંગ કરવામાં આવતું હતું. જેથી ફૂડ વિભાગે આ ઘીના સેમ્પલો લઈ આ શંકાસ્પદ ઘીની 25 પેટીઓ તેમજ 4 હજાર 700 પાઉચ જેટલો જથ્થો સીઝ કર્યો હતો. શુદ્ધ ગાયના ઘીના નામે વનસ્પતિ તેલમાં એસેન્સ કેમિકલ વગેરે ભેળવીને આ ઘી બનાવી બજારમાં શુદ્ધ ઘીના નામે વેચાણ કરવામાં આવતું હતું. ડીસા શહેરમાં ચાલી રહેલા છેલ્લા ઘણા સમયથી અખાદ્ય ઘી વ્યાપારને લઈ સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે સખત કાર્યવાહી થાય તેવી માગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.