બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Yeh Rishta fame Shivangi Joshi has kidney infection actress admitted in hospital shared her health update

ટેલિવિઝન / 'યે રિશ્તા' ફેમ શિવાંગી જોશીને થયું કિડની ઇન્ફેક્શન, પોસ્ટ શેર કરીને જણાવી હેલ્થ અપડેટ, જાણો હાલ કેવી સ્થિતિ

Arohi

Last Updated: 10:27 AM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીની કિડનીમાં ઈન્ફેક્શન થઈ ગયું છે. એક્ટ્રેસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 'બેકાબૂ' એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાનું હેલ્થ અપડેટ શેર કર્યું છે.

  • શિવાંગી જોશીની કિડનીમાં થયું ઈન્ફેક્શન 
  • હોસ્પિટલમાં દાખલ થઈ એક્ટ્રેસ 
  • સોશિયલ મીડિયા પર શેર કર્યું હેલ્થ અપડેટ 

'યે રિશ્ત ક્યા કહેલાતા હૈ'ની નાયરા ઉર્ફ શિવાંગી જોશીના ફેંસની કમી નથી. શિવાંગીને તેના ફેંસ ખૂબ પ્રેમ કરે છે. પરંતુ હાલ એક્ટ્રેસની હેલ્થ અપડેટ જાણીને લોકો દુખી છે. 

એક્ટ્રેસે હાલમાં જ પોતાના ફેંસને સોશિયલ મીડિયા પર પોતાની હેલ્થ અપડેટ સાથે જોડાયેલી જાણકારી શેર કરી છે. ફેંસ તેની હેલ્થ સારી થવાની પ્રાર્થના કરી રહ્યા છે. 

શિવાંગીને થયુ કિડની ઈન્ફેક્શન 
હકીકતે શિવાંગી જોશી કિડની ઈન્ફેક્શનથી પીડિત છે. તે હોસ્પિટલમાં એડમિટ છે અને તેની સારવાર ચાલી રહી છે. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ દ્વારા પોતાનું હેલ્થ અપડેટ આપ્યું છે. 

ફોટોમાં શિવાંગી ઓકેની સાઈન જોઈને પોતાની હેલ્થને લઈને હિંટ આપી રહી છે. હોસ્પિટલના બેડ પર સુતી શિવાંગી હસતા પોઝ આપતી જોવા મળી રહી છે. 

શિવાંગીનું હેલ્થ અપડેટ 
ફોટોની સાથે શિવાંગીએ કેપ્શનમાં લખ્યું, "હાય બધાને, છેલ્લા થોડા સમયથી મારી કિડનીમાં ઈન્ફેક્શન છે. પરંતુ હું તમને જણાવી દઉ કે મારા પરિવાર, મિત્રો, ડોક્ટરો, હોસ્પિટલના કર્મચારીઓ અને ઈશ્વરની કૃપાથી હું ઠીક અનુભવી રહી છું."

શિવાંગીએ આગળ લખ્યું, "આ તમને યાદ અપાવવા માટે પણ છે કે તમારે પોતાના પરિવાર, શરીર, મગજ અને આત્માનું ધ્યાન રાખવાનું રહેશે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પોતાને હાઈડ્રેટેડ રાખો મિત્રો. બધાને ખૂબ જ પ્રેમ, હું જલ્દી જ એક્શનમાં પાછી આવી જઈશ. રિકવર અને હીલ કરી રહી છું. ખૂબ બધો પ્રેમ."

શિવાંગી જોશીનું વર્કફ્રંટ
'યે રિશ્તા' બાદ 'બાલિકા વધુ 2' અને 'ખતરો કે ખિલાડી 12'માં જોવા મળી ચુકેલી શિવાંગી જોશી 'બેકાબૂ'માં જોવા મળશે. આ શોમાં તેની સાથે ઈશા સિંહ, શાલીન ભનોટ અને મોનાલિસા પણ લીડ રોલમાં છે. આ શો 18 માર્ચ 2023એ કલર્સ પર પ્રસારિત થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ