બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / WPL 2024 Historic day for RCB, title after 16 years; Delhi were crushed in the final

WPL 2024 / RCB WPL Champions થતાં જ મીમનો વરસાદ, કોહલી ટાર્ગેટ, જેઠાલાલવાળું પોસ્ટર સૌથી હટકે

Pravin Joshi

Last Updated: 11:36 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની ફાઈનલ મેચ 17 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થઈ હતી. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી.

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની ફાઈનલ મેચ 17 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થઈ હતી. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ તેની ટીમ આ તકનો લાભ ઉઠાવી શકી નહીં અને માત્ર 113 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. હાલમાં બેંગ્લોરની જીતને લઈને સોશિયલ મીડિયા પર મિમ્સનો વરસાદ થયો છે. લોકો અલગ અલગ પ્રકારના મિમ્સ બનાવીને મનોરંજન  મેળવી રહ્યા છે. તો કેટલાક લોકો રોયલ ચેલેન્જર્સ બેગ્લોર પુરુષ ટીમની મજાક ઉડાવી રહ્યા છે. 

 

દિલ્હી કેપિટલ્સ 113 રનમાં સમેટાઈ ગઈ હતી

ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગ ઓપનિંગ કરવા મેદાનમાં આવી અને તેને સપોર્ટ કરવા માટે શફાલી વર્મા ક્રિઝ પર હાજર હતી. બંનેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી અને 7 ઓવરમાં ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 64 રન બનાવી લીધા હતા. ત્યારપછી સાતમી ઓવરમાં સોફી મૌલિનોએ માત્ર 4 બોલમાં જ શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્ઝ અને એલિસ કેપ્સીને આઉટ કર્યા હતા. જ્યાં ટીમનો સ્કોર 0 વિકેટે 64 રનથી વધીને 3 વિકેટે 64 રન થયો હતો. દિલ્હીની ટીમ આ આંચકોમાંથી બહાર નીકળી શકી ન હતી અને બાકીનો સમય શ્રેયંકા પાટીલે પૂરો કર્યો હતો, જેણે 3.3 ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. લેનિંગ અને શેફાલી સિવાય કોઈ પણ બેટ્સમેન દિલ્હી માટે પ્રદર્શન કરી શક્યો નહોતો.

 

મહિલા આરસીબીએ પ્રથમ વખત ખિતાબ જીત્યો

બેંગ્લોરની શરૂઆત શાનદાર રહી હતી. આ લો સ્કોરિંગ મેચમાં સ્મૃતિ મંધાના અને સોફી ડેવિન વચ્ચે પ્રથમ વિકેટ માટે 49 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી. ડેવિને 27 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 32 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન મંધાનાએ 39 બોલમાં 31 રનની ધીમી પરંતુ મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. એલિસ પેરીએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી અને ફાઇનલમાં પણ ઘણા રન બનાવ્યા. તેણે 37 બોલમાં 35 રનની અણનમ ઇનિંગ રમી હતી. રિચા ઘોષે વિનિંગ શોટ ફટકારીને આરસીબીને પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યું છે.

સોશિયલ મીડિયા પર મિમ્સનું પુર આવ્યું

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ