બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / WPL 2024 Big blow to Gujarat Giants, now this star player will not play

ક્રિકેટ / WPL 2024: ગુજરાત જાયન્ટ્સને પડ્યો મોટો ફટકો, હવે બાકીની મેચો નહીં રમે આ સ્ટાર ખેલાડી

Megha

Last Updated: 11:17 AM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત જાયન્ટ્સની સ્ટાર ઓલરાઉન્ડર હરલીન દેઓલ ઈજાના કારણે સિઝનની બાકીની મેચો નહીં રમે. આ મહિલા ખેલાડીને તેના સ્થાને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરી છે.

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝનમાં અત્યાર સુધીમાં 14 મેચ રમાઈ છે, જેમાંથી ગુજરાત જાયન્ટ્સ ટીમનું ખૂબ જ શરમજનક પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ અત્યાર સુધી રમાયેલી 5 મેચમાંથી માત્ર એક જ જીતી શકી છે. 

એવામાં હવે ગુજરાત જાયન્ટ્સને તેની સ્ટાર ઓલરાઉન્ડર હરલીન દેઓલના રૂપમાં મોટો ફટકો પડ્યો છે, જે ઈજાના કારણે સિઝનની બાકીની મેચોમાં રમતી જોવા નહીં મળે. ગુજરાત જાયન્ટ્સે તેમના સત્તાવાર નિવેદનમાં હરલીનની બાકાત વિશે માહિતી આપી હતી જેમાં તેણે 29 વર્ષીય ભારતી ફુલમાલીને તેના સ્થાને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરી છે.

આ સિઝનમાં બેંગલુરુમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે હરલીન દેઓલને તેના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ પછી તે મેચમાં ફરીથી મેદાનમાં ઉતરી ન હતી. આ સિઝનમાં હરલીનનું પ્રદર્શન પણ વધારે સારું નહોતું અને 3 મેચમાં તે 16ની એવરેજથી માત્ર 48 રન જ બનાવી શકી હતી. 

તેના રિપ્લેસમેન્ટ પ્લેયર ફુલમાલી વિશે વાત કરીએ તો તે ડોમેસ્ટિક ક્રિકેટમાં વિદર્ભ ટીમ માટે રમે છે, આ સિવાય વર્ષ 2019માં ફુલમાલી ભારતીય ટીમ માટે 2 T20 મેચ પણ રમી ચૂકી છે. ગુજરાતની ટીમને સિઝનની શરૂઆત પહેલા વધુ બે મોટા આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો જ્યારે અનકેપ્ડ ફાસ્ટ બોલર કાશવી ગૌતમ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયન ખેલાડી લોરેન ચેટલીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

સાથે જ ગુજરાત જાયન્ટ્સ ટીમ તેની છેલ્લી 2 મેચમાં વાઇસ-કેપ્ટન સ્નેહ રાણા વિના રમી હતી. રોયલ ચેલેન્જર બેંગ્લોર સામેની મેચ બાદ જ્યારે ટીમની કેપ્ટન બેથ મૂનીને તેની ફિટનેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને પણ રાણાની વાપસી અંગે કોઈ માહિતી નહોતી. ગુજરાત જાયન્ટ્સની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે, જેમાં ટીમ 5 મેચ રમ્યા બાદ માત્ર 1 જીતી શકી છે. ગુજરાતની ટીમ તેની આગામી મેચ 9 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ વિમેન્સ ટીમ સામે રમવાની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ