બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / WPL 2024 auction: Women's Premier League auction sets new record, Gujarat giants bid for uncapped player Kashvi Gautam for crores of rupees

WPL 2024 auction / વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં બન્યો નવો રેકોર્ડ, ગુજરાત જાયન્ટ્સે અનકેપ્ડ પ્લેયર કાશવી ગૌતમ પર લગાવ્યો કરોડો રૂપિયાનો દાવ

Pravin Joshi

Last Updated: 07:18 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 વર્ષની ભારતીય ક્રિકેટર કાશવી ગૌતમ વુમન્સ પ્રીમિયર લીગની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની ગઈ છે. ગુજરાત જાયન્ટ્સે તેને 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

  • વિમેન્સ પ્રીમિયર લીગની આ વખતની હરાજીમાં એક નવો રેકોર્ડ બન્યો
  • ટૂંકા ઈતિહાસમાં સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની કાશવી ગૌતમ
  • કાશવીએ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું નથી

વિમેન્સ પ્રીમિયર લીગની આ વખતની હરાજીમાં એક નવો રેકોર્ડ બન્યો છે. અહીં આ લીગના ટૂંકા ઈતિહાસમાં સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી સામે આવી છે. આ ખેલાડીનું નામ કાશવી ગૌતમ છે. કાશવીએ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું નથી. આમ છતાં તેને હરાજીમાં 2 કરોડ રૂપિયા મળ્યા. ગુજરાત જાયન્ટ્સે તેને પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. કાશવીએ આ જ હરાજીમાં થોડા સમય પહેલા વૃંદા દિનેશ દ્વારા બનાવેલ સૌથી મોંઘી અનકેપ્ડ પ્લેયરનો રેકોર્ડ તોડ્યો હતો. વૃંદાએ પણ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો નથી પરંતુ યુપી વોરિયર્સે તેને રૂ. 1.30 કરોડની મોટી રકમ સાથે પોતાની ટીમમાં સામેલ કરી છે. હરાજી પહેલા જ આ બંને ખેલાડીઓને ઉંચી કિંમતે વેચવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

અંડર-19માં કર્યું હતું શાનદાર પ્રદર્શન

આ 20 વર્ષની બોલરે વર્ષ 2020માં પોતાનું નામ હેડલાઈન્સમાં લાવ્યું. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે અંડર-19 મહિલા ODI ટૂર્નામેન્ટની મેચમાં હેટ્રિક સાથે તમામ 10 વિકેટો લીધી હતી. તેણે સિનિયર મહિલા T20 ટ્રોફીમાં 7 મેચમાં 12 વિકેટ પણ લીધી હતી. તેણે ઇન્ડિયા-એ માટે રમતી વખતે પણ સારું પ્રદર્શન કર્યું હતું. આ બોલરે ઈંગ્લેન્ડ-A સામેની બે T20 મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

વૃંદા દિનેશ બીજા નંબરની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી છે

22 વર્ષની વૃંદા ટોપ ઓર્ડર બેટ્સમેન છે. તાજેતરમાં જ તેને ઈન્ડિયા-એ ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે ઑફ-સિઝનમાં પાંચેય ફ્રેન્ચાઇઝીઓને ટ્રાયલ આપી. વૃંદા આ વર્ષની શરૂઆતમાં વરિષ્ઠ મહિલા ODI સ્પર્ધામાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. યુપી વોરિયર્સે તેને 1.30 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ