બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / World's largest digital camera with 3200 megapixel lens

વીડિયો / OMG... વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરો! જેમાં આવેલ છે 3200 મેગાપિક્સલનો લેન્સ, જે ખોલશે બ્રહ્માંડનું રહસ્ય

Vidhata

Last Updated: 10:20 AM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના સૌથી મોટો ડિજિટલ કેમેરામાં 3200 મેગાપિક્સેલ છે, જેનાથી તમે 25 કિલોમીટર દૂર પડેલો ગોલ્ફ બોલ પણ સ્પષ્ટ જોઈ શકશો. અઆ કેમેરાથી અંતરિક્ષના અગણિત રહસ્યોને ઉકેલવામાં મદદ મળશે.

અંતરિક્ષના અગણિત રહસ્યોને ઉકેલવા માટે વૈજ્ઞાનિકોએ એક અનોખી શોધ કરી છે, જે છે વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા! આ કેમેરામાં 3200 મેગાપિક્સેલ છે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ કેમેરાને ચિલીમાં આવેલ વેરા સી. રૂબિન ઓબ્ઝર્વેટરીના એક શક્તિશાળી ટેલિસ્કોપમાં લગાવવામાં આવશે.  

LSST નામના આ કેમેરાને બનાવવામાં વૈજ્ઞાનિકોને 20 વર્ષ લાગ્યા. આ કેમેરાને રૂબિન ઓબ્ઝર્વેટરીના સિમોની સર્વે ટેલિસ્કોપમાં લગાવવામાં આવશે, જ્યાંથી આ કેમેરા બ્રહ્માંડની અદભૂત તસવીરો કેપ્ચર કરશે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ તસવીરો એટલી સ્પષ્ટ હશે કે આપણે સ્પેસ વિશે ઘણું નવું જાણી શકીશું.

આ કેમેરા ડાર્ક મેટર, ડાર્ક એનર્જી, દૂરની આકાશગંગાઓ અને આપણા પોતાના સૌરમંડળ વિશે માહિતી એકત્ર કરવામાં મદદ કરશે. અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીએ આ કેમેરા બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

નાની કારના કદના આ કેમેરાનું વજન 3000 કિલોગ્રામ છે. તેનો મુખ્ય લેન્સ લગભગ 5 ફૂટ પહોળો છે, જે આ પ્રકારના કામ માટે બનાવવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો લેન્સ છે. બીજો લેન્સ પણ 3 ફૂટ પહોળો છે. આ બંને લેન્સને ખાસ વેક્યૂમ ચેમ્બરમાં રાખવામાં આવ્યા છે.

 

આ કેમેરાની તસવીરો એટલી વિગતવાર હશે કે તમે 25 કિલોમીટર દૂર પડેલો ગોલ્ફ બોલ પણ સ્પષ્ટ જોઈ શકશો! તે આખા ચાંદની આકર્ષક તસવીરો પણ લઈ શકે છે.

વધુ વાંચો: ત્રણ દિવસ દુનિયામાં અંધકાર છવાશે: જીવતા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પડશે સાચી, 8 એપ્રિલ તારીખ

હવે આ કેમેરાને પેક કરીને ચિલીના એન્ડીસ પર્વતમાળામાં 8980 ફૂટની ઉંચાઈ પર સ્થિત સિમોની સર્વે ટેલિસ્કોપ સુધી લઈ જવામાં આવશે. ટૂંક સમયમાં, આ કેમેરા બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવાની પોતાની સફર શરૂ કરશે અને આપણને અવકાશ વિશેની અનોખી માહિતી આપશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ