બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નમાજ દરમિયાન મસ્જિદમાં અચાનક થયો બ્લાસ્ટ, 8 લોકોના મોત અને 18 ઘાયલ

વિશ્વ / નમાજ દરમિયાન મસ્જિદમાં અચાનક થયો બ્લાસ્ટ, 8 લોકોના મોત અને 18 ઘાયલ

Priykant Shrimali

Last Updated: 09:15 PM, 26 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mosque Blast : લોકો નમાજ અદા કરી રહ્યા હતા તે દરમિયાન મસ્જિદની અંદર પહેલેથી મૂકાયેલા વિસ્ફોટક ઉપકરણ ફાટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

Mosque Blast : સીરિયામાં ફરી એક વાર એક દુખદ ઘટના સામે આવી છે. વિગતો મુજબ દેશના મધ્ય ભાગમાં આવેલા હોમ્સ શહેરમાં નમાજ દરમિયાન એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા છે. આ હુમલાથી સમગ્ર વિસ્તાર શોક અને ભયના માહોલમાં આવી ગયો છે.

શું હતી સમગ્ર ઘટના ?

હોમ્સના વાદી અલ-દહાબ વિસ્તારમાં આવેલી ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી. લોકો નમાજ અદા કરી રહ્યા હતા તે દરમિયાન મસ્જિદની અંદર પહેલેથી મૂકાયેલા વિસ્ફોટક ઉપકરણ ફાટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અચાનક થયેલા વિસ્ફોટથી મસ્જિદમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તરત જ હોમ્સની કરમ અલ-લુઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

આ તરફ વિસ્ફોટ બાદ સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મસ્જિદ અને આસપાસના વિસ્તારમાં કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. સાથે જ તપાસ એજન્સીઓએ હુમલાખોરોની ઓળખ કરવા માટે પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ પણ વાંચો : થાઈલેન્ડ સામે ઝીકતા ફાટ્યું રોકેટ, કંબોડિયાના 8 જવાનોના મોત, ચીની હથિયારોની ખુલી પોલ

શું કહ્યું ગૃહ મંત્રાલયે ?

સીરિયાના ગૃહ મંત્રાલયે આ હુમલાની કડક નિંદા કરી છે. મંત્રાલયે કહ્યું છે કે આ ઘટના માનવતા અને નૈતિક મૂલ્યો પર સીધો હુમલો છે. દોષિતોને છોડવામાં નહીં આવે અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકાર તરફથી નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mosque explosion Mosque Blast Syria
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ