ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / થાઈલેન્ડ સામે ઝીકતા ફાટ્યું રોકેટ, કંબોડિયાના 8 જવાનોના મોત, ચીની હથિયારોની ખુલી પોલ

વિશ્વ / થાઈલેન્ડ સામે ઝીકતા ફાટ્યું રોકેટ, કંબોડિયાના 8 જવાનોના મોત, ચીની હથિયારોની ખુલી પોલ

Published By: Pravin Joshi

Last Updated: 05:10 PM, 26 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઈલેન્ડ સામે હુમલો કરતી વખતે કંબોડિયાનો ચીનમાં બનાવેલો PHL-81 રૉકેટ સિસ્ટમ ફાયરિંગ દરમિયાન ફાટી પડ્યું, જેમાં 8 સૈનિકોના મોત થયા. આ ઘટનાએ ચીનના હથિયારોની ગુણવત્તા અને વિશ્વસનીયતા પર ફરી ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

ADVERTISEMENT

થાઈલેન્ડ–કંબોડિયા સરહદી સંઘર્ષ વચ્ચે ચીનના હથિયારોની ગુણવત્તા એકવાર ફરી ગંભીર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. થાઈલેન્ડ સામે હુમલો કરતી વખતે કંબોડિયન સેના દ્વારા ઉપયોગમાં લેવાતો ચીનમાં બનાવેલો રૉકેટ સિસ્ટમ ફાયરિંગ દરમિયાન જ ફાટી પડ્યું, જેમાં કંબોડિયાના ઓછામાં ઓછા આઠ સૈનિકોના મોત થયા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઘટના બાદ ચીનના હથિયારોની વિશ્વસનીયતા પર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કંબોડિયાના સૈનિકો એક મલ્ટિપલ લોન્ચ રૉકેટ સિસ્ટમને ફાયર કરવા તૈયાર છે. રૉકેટ લોન્ચર નજીક જ લગભગ છથી વધુ સૈનિકો ઊભા છે અને એક સૈનિક મોબાઈલમાં આખી કાર્યવાહીનો વીડિયો બનાવી રહ્યો છે. શરૂઆતમાં સિસ્ટમમાંથી એક પછી એક છ રૉકેટ ફાયર થાય છે, પરંતુ થોડી જ ક્ષણોમાં અચાનક જ રૉકેટ સિસ્ટમમાં જોરદાર વિસ્ફોટ થાય છે અને આખું લોન્ચર આગની જ્વાળામાં ઘેરાઈ જાય છે. આ ભયાનક વિસ્ફોટમાં નજીક ઊભેલા કંબોડિયાના આઠ સૈનિકો જીવતા સળગી ગયા હોવાની માહિતી સામે આવી છે.

કંબોડિયન સેના જે રૉકેટ સિસ્ટમનો ઉપયોગ કરી રહી હતી તે PHL-81 ટાઈપ MLRS છે, જે ચીનમાં બનાવવામાં આવી છે. આ સિસ્ટમ હકીકતમાં 1980ના દાયકામાં સોવિયત સંઘ દ્વારા વિકસિત BM-21 ગ્રેડ મલ્ટિપલ લોન્ચ રૉકેટ સિસ્ટમની નકલ હોવાનું સૈન્ય નિષ્ણાતો કહે છે. રસપ્રદ બાબત એ છે કે BM-21 ગ્રેડ સિસ્ટમ ભારતીય સેના પણ ઉપયોગમાં લે છે, જે માત્ર 20થી 22 સેકન્ડમાં 40 રૉકેટ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ ચીન દ્વારા બનાવવામાં આવેલી તેની નકલ PHL-81 ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે.

થાઈલેન્ડ–કંબોડિયા વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદ કંબોડિયાએ ખુલ્લેઆમ ચીનમાં બનેલા રૉકેટ સિસ્ટમથી હુમલો કરવાની ધમકી આપી હતી. પરંતુ હવે આ ઘટનાએ કંબોડિયાની સૈન્ય તૈયારી અને ચીનના હથિયારોની ટેકનિકલ વિશ્વસનીયતા બંને પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે. સૈન્ય વિશ્લેષકોનું માનવું છે કે ચીન મોટા પાયે હથિયારો નિકાસ કરે છે, પરંતુ આવા વારંવારના અકસ્માતો તેની ટેકનોલોજી અને ક્વોલિટી કંટ્રોલ પર સવાલ ઊભા કરે છે.

આ ઘટનાનો પડઘો દક્ષિણ એશિયા અને આફ્રિકા સુધી સંભળાઈ રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાનના સેનાપ્રમુખ આસિમ મુનીરે લીબિયાને ચીન–પાકિસ્તાનમાં બનેલા JF-17 થંડર ફાઈટર જેટ વેચ્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે આ ફાઈટર જેટ્સે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય રાફેલ અને સુખોઇ વિમાનોને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે આજદિન સુધી પાકિસ્તાન એ દાવાને સમર્થન આપતું એકપણ સ્પષ્ટ પુરાવો, ફોટો કે વીડિયો રજૂ કરી શક્યું નથી.

ઓપરેશન સિંદૂર દરમિયાન પણ ચીનની સૈન્ય ટેકનોલોજીની મર્યાદાઓ ખુલ્લી પડી હતી. પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાતી ચીની એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 અને LY-80 ભારતીય એરસ્ટ્રાઈક અને બ્રહ્મોસ મિસાઈલને સમયસર ઓળખી પણ શકી નહોતી. નિષ્ણાતો કહે છે કે ચીની સિસ્ટમ્સ ભારતીય મિસાઈલને રોકવા તો દૂર રહી, પરંતુ તેને ડિટેક્ટ કરવામાં પણ નિષ્ફળ રહી હતી.

આ પણ વાંચો: કંપનીના CEOની કરતૂત ડેશકેમમાં રેકોર્ડ, કારમાં IT મેનેજર સાથે ગેંગરેપનું એક-એક સત્ય

કંબોડિયામાં થયેલા આ તાજા અકસ્માતે સ્પષ્ટ કરી દીધું છે કે ચીનના હથિયારો માત્ર કાગળ પર શક્તિશાળી લાગે છે, પરંતુ વાસ્તવિક યુદ્ધ પરિસ્થિતિમાં તેમની કામગીરી ઘણીવાર શંકાસ્પદ સાબિત થાય છે. આ ઘટનાએ ચીન પર નિર્ભર રહેનારા દેશોને ફરી વિચાર કરવા મજબૂર કરી દીધા છે કે શું આવા હથિયારો તેમના સૈનિકોના જીવન માટે સુરક્ષિત છે કે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MilitaryFailure ChinaWeapons ThailandCambodiaConflict

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ