બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કંપનીના CEOની કરતૂત ડેશકેમમાં રેકોર્ડ, કારમાં IT મેનેજર સાથે ગેં*@પનું એક-એક સત્ય

ઉદયપુર / કંપનીના CEOની કરતૂત ડેશકેમમાં રેકોર્ડ, કારમાં IT મેનેજર સાથે ગેં*@પનું એક-એક સત્ય

Vidhata Gothi

Last Updated: 03:22 PM, 26 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદયપુરની એક પ્રાઇવેટ આઇટી કંપની મેનેજરે તેની જ કંપનીના સીઈઓ અને એક્ઝિક્યુટિવ હેડના પતિ પર કારમાં ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

રાજસ્થાનના ઉદયપુરમાં એક એવી બર્બરતાની ઘટના સામે આવી છે કે જેના વિશે જાણીને ધ્રુજી જવાશે. અહીં એક મહિલા મેનેજરે કંપનીના સીઈઓ અને એક્ઝિક્યુટિવ હેડના પતિ પર ચાલતી કારમાં ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. પીડિતાની ફરિયાદ પર પોલીસ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

માહિતી પ્રમાણે, આ ઘટના 20 ડિસેમ્બર રાતની છે. એ રાતે પીડિત મહિલા પોતાની કંપનીના સીઈઓની બર્થડે અને ન્યુ યર પાર્ટીમાં સામેલ થવા માટે શોભાગપુરાની એક હોટલમાં પહોંચી હતી. પાર્ટીમાં કંપનીના સીઈઓ, મહિલા એક્ઝિક્યુટિવ હેડ અને તેનો પતિ હાજર હતા. મોડી રાત સુધી દારૂ પીવામાં આવી. મ્યુઝિક, ડ્રિંક્સ અને પાર્ટી રાતે દોઢ વાગ્યા સુધી ચાલતી રહી. મોડી રાતે યુવતીની હાલત એવી થઈ ગઈ કે તે બેહોશ થવાની સ્થિતિમાં પહોંચી ગઈ.

યુવતીનો આરોપ છે કે જ્યારે પાર્ટી ખતમ થવા આવી તો ત્યાં કેટલાક લોકો તેણે ઘરે મૂકવાની વાત કરી રહ્યા હતા, પરંતુ એ દરમિયાન જ મહિલા એક્ઝિક્યુટિવ હેડે તેણે આફ્ટર પાર્ટીના બહાને પોતાની સાથે જવા કહ્યું. ધીમે-ધીમે બધા જ મહેમાન નીકળી ગયા અને યુવતી એકલી રહી ગઈ. રાતે લગભગ પોણા બે વાગે તેણે તેની કારમાં બેસાડવામાં આવી. કારમાં મહિલા એક્ઝિક્યુટિવ હેડ, તેનો પતિ અને કંપનીનો સીઈઓ પણ હતા. પીડિતાના જણાવ્યા પ્રમાણે, ત્રણેય ટીન ઘરે મૂકવા નીકળ્યા, પણ રસ્તામાં એક દુકાનથી સ્મોકિંગનો સામાન ખરીદ્યો, આ પછી કારમાં જ પીડિતાને પણ સ્મોકિંગ કરાવ્યું. થોડી જ વારમાં તે બેહોશ થઈ ગઈ. થોડીવાર પછી જ્યારે તેણે હોશ આવ્યો ત્યારે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી.

vtv app promotion

કારની અંદર જ સીઈઓ તેની સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો હતો. નશાને કારણે તે વિરોધ કરવાની સ્થિતિમાં ન હતી. પીડિતાએ જણાવ્યા પ્રમાણે, આ પછી સીઈઓ, મહિલા એક્ઝિક્યુટિવ હેડ અને તેના પતિ, ત્રણેએ મળીને તેની સાથે કારમાં જ વારાફરતી દુષ્કર્મ કર્યું. આ કૃત્ય આખી રાત ચાલ્યું. પીડિતાએ વારંવાર વિનંતી કરી કે તેણે છોડી દેવામાં આવે, પણ તેની વિનંતી કોઈએ ન સાંભળી. આખરે સવારે લગભગ 5 વાગ્યે તેણે તેના ઘર પાસે છોડી દીધી. ખરાબ હાલતમાં તે ઘરે પહોંચી. જ્યારે તેણે હોશ આવ્યો ત્યારે તેને શરીર પર દુઃખાવો અને ઇજાના નિશાન સ્પષ્ટ દેખાયા. એક કાનની બુટ્ટી, મોજા અને અંડરગારમેન્ટ્સ ગાયબ હતા.

આ પણ વાંચો: પોલીસ પર ભારે પથ્થરમારો, મસ્જિદમાં રેલિંગ લગાડવાના વિવાદમાં ખુની સંઘર્ષ, ઘણા ઘાયલ

થોડીવાર પછી તેને યાદ આવ્યું કે જે કારમાં તેની સાથે આ બધુ થયું, તેમાં ડેશકેમ લાગેલો હતો. તેને હિંમત કરીને ડેશકેમના ઑડિયો-વીડિયો ફૂટેજ ચેક કર્યા. સમગ્ર ઘટનાના અવાજો અને કેટલાક દ્રશ્યો એ કેમેરામાં રેકોર્ડ થઈ ગયા હતા. આરોપી પોતાના અપરાધના પુરાવા મૂકીને ગયા હતા. આ પછી પીડિતાએ સુખેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ગેંગરેપનો કેસ નોંધીને પુરાવાઓની તપાસ શરૂ કરી. મેડિકલ તપાસમાં પીડિતાના શરીર પર ઈજાઓ મળી આઈ, જે પ્રથમ દ્રષ્ટિએ ગેંગરેપની પુષ્ટિ કરે છે. પોલીસે ટેકનિકલ પુરાવાઓની બારીકાઈથી તપાસ કરી.

ડેશકેમ પર રેકોર્ડ થયેલા અવાજો તપાસનો મુખ્ય આધાર બન્યા. આ પુરાવાના આધારે, પોલીસે મોટી કાર્યવાહી કરી અને IT કંપનીના CEO જયેશ, સહ-આરોપી ગૌરવ અને તેની પત્ની શિલ્પાની ધરપકડ કરી લીધી. આ કેસમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે પીડિતાને નશાની સ્થિતિમાં લાવવા માટે કોઈ માદક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Udaipur Crime Rajasthan Crime News IT Manager Gang Raped in Car
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ