બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:29 AM, 26 December 2025
રાજસ્થાનની રાજધાની જયપુર નજીક આવેલા ચૌમુ શહેરમાં ગુરુવારે મોડી રાત્રે સાંપ્રદાયિક તણાવ ફાટી નીકળ્યો. પોલીસ પણ હુમલો કરવાના અહેવાલો પણ સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, જયારે બસ સ્ટેન્ડ પાસે આવેલી એક મસ્જિદની બહારથી પથ્થરો હટાવવાની કાર્યવાહી દરમિયાન વિવાદ થઈ ગયો. જોતજોતામાં જ પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે એક ચોક્કસ સમુદાયના લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ હિંસક અથડામણમાં 6 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પોલીસ બળનો પ્રયોગ કરવો પડ્યો અને ટીયર ગેસ છોડવો પડ્યો.
ADVERTISEMENT
#WATCH | Jaipur, Rajasthan: Security forces were deployed after a stone pelting incident in Chomu.
— ANI (@ANI) December 26, 2025
DCP West, Jaipur, Hanuman Prasad Meena says, "There is a Kalandari Mosque here where a dispute over encroachment had been ongoing for quite some time. One party voluntarily… pic.twitter.com/Ag8VkRbAA7
માહિતી પ્રમાણે, મસ્જિદની બહાર લાંબા સમયથી પડેલા પથ્થરોને આપસી સંમતિ સાથે હટાવવાનું કામ શરૂ થયું હતું. તંત્ર સાથે થયેલી વાતચીતમાં સમુદાયના લોકોએ જાતે જ પથ્થર હટાવવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં બધુ જ શાંતિપૂર્ણ રહ્યું હતું. પરંતુ મોડી રાતે પથ્થર હટાવ્યા પછી ત્યાં લોખંડની રેલિંગ લગાવીને બાઉન્ડ્રી બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવી. ઘટના સ્થળે હાજર પોલીસ આ કામ અટકાવવાનો પ્રયાસ કર્યો, તો અચાનક જ કેટલાક લોકોએ વિરોધ શરૂ કરી દીધો. જોતજોતામાં જ વિરોધ વિવાદમાં ફેરવાઇ ગયો અને સ્થિતિ તનાવપૂર્ણ થઈ ગઈ. ભીડ ઉગ્ર થઈ ગઈ અને પોલીસ પર હુમલો કરી દીધો.
ADVERTISEMENT
#WATCH | Jaipur, Rajasthan: Security forces detained some people following the incident of stone pelting in Chomu. Heavy security deployed.
— ANI (@ANI) December 26, 2025
One of the detainees says, "I did not do stone pelting... There was debris in my house. I swear I did not pick even one stone..." https://t.co/oo30MVUGcc pic.twitter.com/U9ZdGBZWeN
અચાનક જ ઉપદ્રવીઓએ પોલીસને નિશાન બનાવીને પથ્થરબાજી કરી. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને આંસુ ગેસના ગોળા છોડ્યા. થોડી ક્ષણો માટે બસ સ્ટેન્ડનો વિસ્તાર યુદ્ધના મેદાન જેવો જોવા મળ્યો. પથ્થરમારામાં ઘાયલ 6 પોલીસકર્મીઓને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેમાંથી કેટલાકના માથા પર ગંભીર ઇજા થઈ છે.
ADVERTISEMENT
#WATCH | चौमूं, राजस्थान: पश्चिम जिले के DCP हनुमान प्रसाद मीणा ने बताया, "यहां कलंदरी मस्जिद है जिस पर अतिक्रमण को लेकर काफी समय से विवाद चला आ रहा था। एक पक्ष द्वारा स्वेच्छा से अतिक्रमण को हटाया गया लेकिन कुछ लोगों द्वारा वहां स्थायी रूप से कुछ लोहे के एंगल गाड़कर अतिक्रमण… pic.twitter.com/ZB2CGsWnko
— ANI_HindiNews (@AHindinews) December 26, 2025
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, એડિશનલ પોલીસ કમિશનર ડૉ. રાજીવ પચાર અને ડીસીપી પશ્ચિમ હનુમાન પ્રસાદ મીણા જયપુરથી ભારે ટુકડી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ડીસીપી પશ્ચિમ હનુમાન પ્રસાદ મીણાએ જણાવ્યું કે રાત્રે 2 વાગ્યાની આસપાસ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક કર્મચારીઓ ઘાયલ થયા. જોકે, વધારાની ટુકડીઓ બોલાવીને પરિસ્થિતિને ઝડપથી કાબુમાં લેવામાં આવી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઘણા પોલીસ સ્ટેશનોના દળો, રમખાણ નિયંત્રણ વાહનો અને ભારે પોલીસ બંદોબસ્ત વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે.

ADVERTISEMENT
ચૌમુ, હરમાડા, વિશ્વકર્મા અને દૌલતપુરા પોલીસ સ્ટેશનની પોલીસ તૈનાત છે. ઉપદ્રવીઓની ઓળખ માટે વીડિયો ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. વિસ્તારમાં શાંતિ જાળવવા માટે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે કાયદો પોતાના હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં. વહીવટીતંત્રે નાગરિકોને શાંતિ જાળવવા અને આદેશોનું પાલન કરવા અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે.
આ પણ વાંચો: ઈન્સ્ટાગ્રામ પર યુવકે શોધી કાઢી છોકરીઓ સાથે 'સંબંધ બનાવાની ટ્રિક', જાણીને હેરતમાં પડશો
ADVERTISEMENT
પરિસ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે ચૌમુ શહેરમાં મોબાઇલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. વિભાગીય કમિશનર પૂનમ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, 2G, 3G, 4G અને 5G ડેટા, WhatsApp, Facebook અને X (Twitter) સહિતની તમામ ઇન્ટરનેટ-આધારિત સેવાઓ 26 ડિસેમ્બરે સવારે 7 વાગ્યાથી 27 ડિસેમ્બરે સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે. ફક્ત વોઇસ કોલ અને બ્રોડબેન્ડ સેવાઓ કાર્યરત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.