બ્રેકિંગ ન્યુઝ
VTV / world smallest commercial camera in size of a grain of salt but produce hd pictures
Arohi
Last Updated: 09:59 AM, 20 September 2023
ADVERTISEMENT
અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક એવો કેમેરો બનાવ્યો છે જે મીઠાના કણ જેટલો છે. એક માઈક્રોસ્કોપિક કેમરો જે એટલો નાનો છે કે હાથ પર મુક્યા બાદ પણ સરળતાથી નથી દેખાતો.
જો સામાન્ય ભાષામાં કહીએ તો આ ફક્ત મીઠાના એક દાણાની સાઈઝનો છે. જોકે આ પોતાના આકારથી એક હજાર ગણી વધારે મોટી તસવીર ક્લિક કરે છે. કેમેરાની સાઈઝ ફક્ત અડધા મિલીમીટરની છે અને તે કાંચથી બચનેલો છે. તમે વિચારી રહ્યા હશો કે આટલા નાના કેમેરાથી કામ શું થશે? તો આવો જાણીએ ડિટેલ્સ
ADVERTISEMENT
This is the Omnivision OV6948 camera, the world's smallest commercially available camera (Guinness World Record holder).
— John Greenewald, Jr. (@blackvaultcom) September 19, 2023
It shoots a 200x200px image, and can record video at 30fps.
I wonder what intelligence agencies and the U.S. military plays with that we don't know about? pic.twitter.com/rYOQ35EZIR
શાનદાર છે આ કેમેરો
કેમેરાની સાઈઝ પર તમે ન જાઓ કારણ કે આ નાનો દેખાતો કેમેરો કામ મોટા કરે છે. rinceton University અને University of Washingtonના રિસર્ચર્સે મળીને તેને બનાવ્યો છે અને દાવો કર્યો છે કે 5 લાખ ગણી મોટી તસવીર કેપ્ચર કરી શકે છે.
આ કેમેરાથી સૌથી વધારે ફાયદો મેડિકલના ક્ષેત્રમાં થવાનો છે કારણ કે નાના કેમેરાથી શરીરની અંદરની વસ્તુઓ જોવામાં ડોક્ટર્સને ખૂબ સરળતા થશે. તેની આસપાસની વસ્તુઓને સુપર સ્મોલ રોબોટ્સ સેંસ પણ કરી શકાશે અને ડોક્ટરોને સ્ટડીમાં મદદ મળી શકશે. આ વૈજ્ઞાનિક ઈથાન સેંગે તૈયાર કર્યું છે. જેનું કહેવું છે કે તેમાં 1.6 મિલિયન સિલિંડ્રિકલ પોસ્ટ છે.
શાનદાર છે ક્વોલિટી
કેમેરો ભલે નાનો છે પરંતુ ફોટો વાઈડ એન્ગલ આવે છે અને ક્વોલિટી પણ ખૂબ જ સારી છે. અત્યાર સુધીના માઈક્રો કેમેરામાં ફોટોની સાઈડ બ્લર થઈ જાય છે અને રંગોમાં પણ મુશ્કેલી થાય છે પરંતુ આ નાના કેમેરેમાં આ સમસ્યા નથી હોતી.
આ નેચરલ લાઈટમાં સારૂ કામ કરશે અને લેઝર લાઈટમાં પણ સારી ક્વોલિટી વાળા ફોટો ક્લિક કરી શકશે. તેને 120 ડિગ્રી ફીલ્ડ વ્યૂ મળશે અને એક્સટેન્ડેડ ફોકસ રેન્જ 3 મિલીમીટરથી 30 મિલીમીટર સુધી હશે. તેનાથી 30 ફ્રેમ સેકંડ રેકોર્ડ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.