બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:35 AM, 29 January 2024
ADVERTISEMENT
ફોર્બ્સે તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં બર્નાર્ડ અરનોલ્ટ ટોપ પર છે અને તેમણે એલન મસ્કને પાછળ છોડી દીધા છે. બર્નાર્ડ અરનોલ્ટ લક્ઝરી બ્રાંચ LVMHના CEO છે. બર્નાર્ડ અરનોલ્ટની કુલ સંપત્તિમાં 23.6 બિલિયન ડોલરનો વધારો થતા તેમની કુલ સંપત્તિ 207.8 બિલિયન ડોલર થઈ ગઈ છે.
ફોર્બ્સ રિપોર્ટ અનુસાર 25 જાન્યુઆરી 2024ના રોજ ટેસ્લાના શેરમાં ઘટાડો થતા એલન મસ્કની સંપત્તિમાં 13 ટકાનો ઘટાડો થયો છે. આ કારણોસર એલન મસ્કની કુલ સંપત્તિમાં 18 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. LVMHના શેરમાં 13 ટકાની તેજી આવતા બર્નાર્ડ અરનોલ્ટની સંપત્તિમાં વધારો થતા LVMHની એમ કેપ 388.8 બિલિયન ડોલર થઈ ગઈ છે.
ADVERTISEMENT
ટોપ 10 અરબપતિ
વિશ્વના સૌથી ત્રીજા અમીર વ્યક્તિ જેફ બેજોસ છે અને તેમની કુલ સંપત્તિ 181.3 અરબ ડોલર છે. વિશ્વના સૌથી ચોથા અમીર વ્યક્તિ લેરી એલિસન છે, વિશ્વના સૌથી પાંચમાં અમીર વ્યક્તિ માર્ક ઝુકરબર્ગ છે અને તેમની પાસે કુલ 139.1 અરબ ડોલરની સંપત્તિ છે. વિશ્વના સૌથી છઠ્ઠા અમીર વ્યક્તિ વોરન બફેટ છે. આ લિસ્ટમાં લેરી પેજ આઠમા સ્થાન પર છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ વિશ્વના નવમા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે અને તેમની કુલ સંપત્તિ 122.9 બિલિયન ડોલર છે. આ લિસ્ટમાં સર્ગેર્ઈ બ્રિન દસમા નંબર પર છે.
વધુ વાંચો: લગ્ન માટે લોન લેવાનો વિચાર હોય તો આ છે ત્રણ સૌથી બેસ્ટ ઓપ્શન
ADVERTISEMENT
અદાણી-અંબાણી કયા નંબર પર?
વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં ભારતીય બિઝનેસમેનનું નામ શામેલ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં 11માં સ્થાન પર છે. મુકેશ અંબાણી પાસે કુલ 104.4 અરબ ડોલરની સંપત્તિ છે. અદાણી ગૃપ્સના ચેરમેન ગૌતમ અદાણી પાસે કુલ 75.7 ડોલરની સંપત્તિ છે, આ લિસ્ટમાં ગૌતમ અદાણી 16માં સ્થાન પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.