બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / VIDEO : PM મોદી બ્રિક્સ સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા, ભારતીય સમુદાયના લોકોમાં ગજબનો ઉત્સાહ
Nidhi Panchal
Last Updated: 08:24 AM, 6 July 2025
PM નરેન્દ્ર મોદી હાલમાં બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં 17મી BRICS સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. તેઓ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાના આમંત્રણ પર બ્રાઝિલની બે તબક્કાની મુલાકાત પર છે. રિયો ડી જાનેરોના ગેલિયો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને પોતાનું ઉત્સાહ વ્યક્ત કરતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, "હું રિયો ડી જાનેરો પહોંચી ગયો છું જ્યાં BRICS સમિટમાં ભાગ લૈશ અને પછી બ્રાઝિલિયાને રાજ્ય મુલાકાત આપીશ. હું ફળદાયી બેઠકોની અપેક્ષા રાખું છું."
ADVERTISEMENT
#WATCH | Brazil | Prime Minister arrives at the Galeão International Airport, Rio De Janeiro.
— ANI (@ANI) July 5, 2025
PM Modi is visiting Brazil at the invitation of President Luiz Inacio Lula da Silva. PM will attend the 17th BRICS Summit in Rio de Janeiro, followed by a State Visit. This is PM… pic.twitter.com/GNgZ1AbAfi
ADVERTISEMENT
આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રો – જેમ કે વેપાર, સંરક્ષણ, ઊર્જા, અવકાશ, ટેકનોલોજી, કૃષિ, આરોગ્ય અને લોકસંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવશે. આ વાતચીત ભારતીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Landed in Rio de Janeiro, Brazil where I will take part in the BRICS Summit and later go to their capital, Brasília, for a state visit on the invitation of President Lula. Hoping for a productive round of meetings and interactions during this visit.@LulaOficial pic.twitter.com/9LAw26gd4Q
— Narendra Modi (@narendramodi) July 5, 2025
ADVERTISEMENT
BRICS સમિટમાં PM મોદી વિશ્વના વિવિધ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. અગાઉ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સુધી સીમિત BRICS ગ્રુપ હવે ઇથોપિયા, ઈરાન, ઇજિપ્ત, ઇંડોનેશિયા, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા જેવી તાકાતવર અર્થવ્યવસ્થાઓને સાથે લઈ વિશ્વ સ્તરે વધુ શક્તિશાળી બની રહ્યું છે.
ADVERTISEMENT
બ્રાઝિલમાં પણ 'ઓપરેશન સિંદૂર'ની ધૂમ, આ રીતે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું#RiodeJaneiro #Brazil #Indian #culturaldance #OperationSindoor #PMModi #Modi #NarendraModi #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 6, 2025
Source: ANI/DD News pic.twitter.com/xJvYoFmVZd
ADVERTISEMENT
બ્રાઝિલમાં વસતા ભારતીય સમુદાયમાં પણ PM મોદીના આગમનને લઇ ઉત્સાહનો માહોલ છે. લોકો PMને મળવા માટે આતુર છે. સ્થાનિક ભારતીયનું કહ્યું કે, "હું ગુજરાતનો છું અને બ્રાઝિલમાં લાંબા સમયથી છું. આજે PM મોદીનું સ્વાગત કરીને મને ગર્વ અને સન્માન લાગે છે."
ADVERTISEMENT
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પે 12 દેશોને લખ્યો પત્ર, કયા દેશ પર કેટલા ટકા લાગશે ટેરિફ?
આ પ્રવાસ પહેલા PM મોદીએ ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, અને આર્જેન્ટિનાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને આર્જેન્ટિનાની મુલાકાત 57 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડા પ્રધાન દ્વારા થઇ હતી. અહીં તેમણે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. હવે, 9 જુલાઈએ વડાપ્રધાન મોદી નામિબિયા જશે અને ત્યાંની સંસદને પણ સંબોધિત કરશે. આ રીતે, આ વીસિષ્ટ યાત્રા વડે ભારતના વૈશ્વિક સંબંધોમાં નવી ગતિ મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Russia Ukraine War / ડોનાલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન, યુક્રેનને મોકલશે વધુ શસ્ત્રો, રશિયા થયું લાલઘુમ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.