બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / હવેથી આ દેશના વિઝા મેળવવામાં ફાંફા પડી જશે, ભારતીયોને પણ થશે સીધી અસર!

NRI / હવેથી આ દેશના વિઝા મેળવવામાં ફાંફા પડી જશે, ભારતીયોને પણ થશે સીધી અસર!

Priykant Shrimali

Last Updated: 08:18 AM, 2 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI News : વિવિધ ક્ષેત્રોમાં વિદેશી કામદારોની ભરતીને રોકવા માટે આ દેશની સરકારે મંગળવારે સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ કોમન્સમાં કડક વિઝા ધોરણો સાથેનો બિલ રજૂ કર્યો

NRI News : ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં ભારતીયો વિદેશમાં અભ્યાસ કે નોકરી માટે જતાં હોય છે. જેમાં અનેક દેશો એવા હોય છે કે, જ્યાં વિઝા મેળવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. આવો જ એક દેશ છે યુકે. અહીં હવે વિઝા મેળવવા મુશ્કેલ બની શકે છે. વિવિધ ક્ષેત્રોમાં વિદેશી કામદારોની ભરતીને રોકવા માટે બ્રિટિશ સરકારે મંગળવારે સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ કોમન્સમાં કડક વિઝા ધોરણો સાથેનો બિલ રજૂ કર્યો.

સંસદની મંજૂરી પછી 22 જુલાઈથી આ ફેરફારો અમલમાં

મે મહિનામાં 'ઇમિગ્રેશન શ્વેતપત્ર'માં નવા નિયમો પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. સંસદની મંજૂરી પછી આ ફેરફારો 22 જુલાઈથી અમલમાં આવશે. તેનો હેતુ ઓછા પગારવાળી નોકરીઓ માટે વિઝા પર રોક લગાવીને સ્નાતક સ્તર અથવા તેનાથી ઉપરની લાયકાત ધરાવતા કામદારોને આકર્ષવાનો છે. આ કાયદાથી ભારતીયો પણ ખૂબ પ્રભાવિત થશે.

યુકેના ગૃહ સચિવ યવેટ કૂપરે જણાવ્યું હતું કે, યોગ્ય નિયંત્રણ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે અમે અમારી ઇમિગ્રેશન સિસ્ટમમાં સંપૂર્ણપણે ફેરફાર કરી રહ્યા છીએ કારણ કે પાછલી સરકારે ચાર વર્ષમાં ઇમિગ્રેશનમાં ચાર ગણો વધારો કર્યો હતો.

વિઝા માટે પગારની જરૂરિયાતોમાં વધારો...

આ ફેરફારો અમલમાં આવ્યા પછી અરજી માટે સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ લાયકાત જરૂરી છે. યુકેમાં પહેલાથી જ રહેલા કુશળ કામદારોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. રાષ્ટ્રીય આંકડા કાર્યાલયના નવીનતમ ડેટા અનુસાર વર્ક વિઝા માટે પગારની આવશ્યકતાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

સામાજિક સંભાળ કાર્યકર પદો માટે વિદેશમાં ભરતી 22 જુલાઈના રોજ બંધ થશે. નવી વિદેશ અરજીઓ હવે સ્વીકારવામાં આવશે નહીં. જોકે યુકેમાં પહેલાથી જ રહેલા સંભાળ કાર્યકર્તાઓને આ નિયમથી જુલાઈ 2028 સુધી ત્રણ વર્ષની રાહત આપવામાં આવશે.

આ પણ વાંચો : H1-B ન મળે તો અમેરિકા કેવી રીતે જઈ શકાય? આ નવા વિઝાથી ભારતીયોને લીલાલેર

અંગ્રેજી ભાષાની જરૂરિયાતોને વધુ કડક

શ્વેતપત્રમાં ભલામણો અંગેના નવા નિયમો પણ આ વર્ષના અંત સુધીમાં લાગુ કરવામાં આવશે જેમાં વિદેશી કામદારોને રોજગારી આપતી કંપનીઓ પર ઇમિગ્રેશન કૌશલ્ય ફીમાં વધારો અને વિઝા અરજદારો માટે અંગ્રેજી ભાષાની આવશ્યકતાઓને કડક બનાવવાનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Immigration White Paper UK VISA UK
Priykant Shrimali
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ