બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:55 PM, 10 October 2025
એસ્ટ્રોલોજીકલ ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચાયો છે. રેડિયો ટેલિસ્કોપની એક પ્રણાલીએ પ્રથમ વખત બે બ્લેક હોલની એકબીજાની આસપાસ ચક્કર લગાવતી હોવાના ચોંકાવનારા પુરાવા મેળવ્યા છે. આ શોધમાં બ્લેક હોલની આસપાસના કણોની ઝડપી જેટને કારણે તેમની હાજરીની પુષ્ટિ થઈ છે. આ અભૂતપૂર્વ શોધની સંપૂર્ણ રિપોર્ટ 9 ઓક્ટોબર, 2025ના રોજ ‘ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ’માં પ્રકાશિત થઈ છે. આ શોધ એસ્ટ્રોનોમરો માટે એક મહત્ત્વપૂર્ણ સફળતા છે, જે બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવામાં મદદ કરશે.
ADVERTISEMENT

ફિનલેન્ડની તુર્કુ યુનિવર્સિટીના એસ્ટ્રોનોમર અને આ સંશોધનના મુખ્ય લેખક મૌરી વાલ્ટોનને જણાવ્યું, “અમે પ્રથમ વખત બે બ્લેક હોલની એકબીજાની આસપાસ ફરતી તસવીર લેવામાં સફળ થયા છીએ. આ તસવીરમાં બ્લેક હોલ તેમના ઝડપી કણોની જેટને કારણે ઓળખાય છે. બ્લેક હોલ પોતે સંપૂર્ણપણે અંધકારમય હોય છે, પરંતુ તેમની આસપાસની ચમકતી ગેસ કે કણોની જેટથી અમે તેમની હાજરી શોધી શકીએ છીએ.”
ADVERTISEMENT

બ્લેક હોલ શું છે?
ADVERTISEMENT
બ્લેક હોલ એ વિશાળ તારાઓના પતન કે ધસી પડવાથી રચાયેલી બ્રહ્માંડીય રચનાઓ છે. આ બ્લેક હોલ ગેસ, ધૂળ, તારાઓ અને અન્ય બ્લેક હોલને ગળીને વધુ મોટા થતા જાય છે. જ્યારે આ બ્લેક હોલમાં પદાર્થ સર્પાકાર ગતિમાં તેમના કેન્દ્ર તરફ ખેંચાય છે, ત્યારે ઘર્ષણને કારણે તે ગરમ થાય છે અને પ્રકાશ ઉત્સર્જન કરે છે. આ પ્રકાશને રેડિયો ટેલિસ્કોપ દ્વારા શોધી શકાય છે. આવી ઘટનાઓને ‘એક્ટિવ ગેલેક્ટિક ન્યૂક્લિયસ’ (AGN) તરીકે ઓળખવામાં આવે છે.

ADVERTISEMENT
આ શોધનું કેન્દ્ર એક બ્લેઝર છે, જેનું નામ OJ287 છે. આ બ્લેક હોલનું વજન આપણા સૂર્યના 18 અબજ ગણું છે,આ બ્લેક હોલ લગભગ પ્રકાશની ઝડપે ફરતા કણોની જેટ ઉત્પન્ન કરે છે, જે એક વિશાળ બ્રહ્માંડીય ફવ્વારું બનાવે છે. આ જેટની ઝડપ અને તેનું પ્રકાશ એટલું તીવ્ર છે કે તે દૂરથી પણ શોધી શકાય છે. એસ્ટ્રોનોમરના મતે, ક્વાસર એ AGNનું સૌથી શક્તિશાળી અને ભયાનક સ્વરૂપ છે. આ સુપરમેસિવ બ્લેક હોલનું વજન સૂર્યના અબજો ગણું હોય છે. જ્યારે આ બ્લેક હોલ તેમની આસપાસની ગેસની પરતો ગળે છે, ત્યારે તે ખરબો ગણી ચમકદાર તારાઓથી પણ વધુ તેજસ્વી પ્રકાશ ઉત્સર્જન કરે છે. જ્યારે આ પ્રકાશ સીધો પૃથ્વી તરફ આવે છે, ત્યારે તેને બ્લેઝર કહેવામાં આવે છે.
વધુમાં વાંચો: રૂ. 1.05 લાખ સસ્તી થઈ ગઈ મારૂતિની Baleno? જાણો લેટેસ્ટ પ્રાઇઝથી લઈને સ્પેસિફિકેશન
ADVERTISEMENT
આ શોધ બ્રહ્માંડના ઉત્ક્રાંતિ અને બ્લેક હોલની ગતિશીલતાને સમજવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બે બ્લેક હોલની એકબીજાની આસપાસ ચક્કર લગાવવાની ઘટના ગુરુત્વાકર્ષણ તરંગોના અભ્યાસ માટે પણ નવી દિશા આપે છે. આ શોધ ભવિષ્યમાં બ્રહ્માંડના અન્ય રહસ્યોને ઉકેલવામાં મદદ કરશે. આ રિપોર્ટ વાંચવા માટે ‘ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ’ની વેબસાઈટની મુલાકાત લઈ શકાય છે. આ શોધ એસ્ટ્રોનોમરના ઈતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરે છે, જે બ્રહ્માંડની રહસ્યમય દુનિયાને વધુ નજીકથી સમજવામાં મદદ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.