બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / World Liver Day 2023 non alcoholic liver disease can spoil your liver know symptoms causes signs

World Liver Day 2023 / દારૂને હાથ પણ ન લગાવનાર લોકોના પણ ખરાબ થઈ રહ્યા છે લીવર, ક્યારેય ન કરશો આ ભૂલો

Arohi

Last Updated: 12:44 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Liver Day 2023: લિવર આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. લિવરના સ્વાસ્થ્યના પ્રતિ જાગરૂકતા ફેલાવવા માટે દર વર્ષે 19 એપ્રિલે વિશ્વ લિવર દિવસ ઉજવવામાં આવે છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે લિવર સાથે જોડાયેલી મોટાભાગની બિમારીઓ દારૂના કારણે થાય છે. પરંતુ નોન-આલ્કોહોલ, ફેટી લિવર ડિસીસ, હેપેટાઈટિસ એ, હેપેટાઈટિસ બી, લિવર સિરોસિસ અને લિવર કેન્સર જેવા રોગ હવે લોકોને પહેલા કરતા વધારે પ્રભાવિત કરી રહ્યા છે જેનું મોટુ કારણ ખરાબ ભોજન અને જીવનશૈલી છે.

  • લિવર શરીરનું ખૂબ જ મહત્વનું અંગ 
  • 19 એપ્રિલે ઉજવામાં આવે છે વિશ્વ લિવર દિવસ 
  • લિવર હેલ્થ પ્રભાવિત થવા પાછળ ભોજન અને લાઈફસ્ટાઈલ જવાબદાર 

આપણે બધાએ એ સાંભળ્યું છે કે વધારે દારૂ પીવાથી લિવર સડી જાય છે પરંતુ શું તમને ખબર છે કે દારૂ જ નહીં મેદસ્વીતા અને ટાઈપ-2 ડાયાબિટીસ પણ તમારૂ લિવર ખરાબ કરી શકે છે. નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીસ તમારા લિવરને દારૂ વગર પણ ખરાબ કરી શકે છે. 

નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ ખરાબ ભોજન અને ખરાબ રૂટીન સાથે જોડાયેલી બીમારી છે જે ભારતીય આબાદીને ઝડપથી લિવરના રોગી બનાવી રહી છે. 

NAFLD કેમ બનાવી રહી છે ભારતીયોને શિકાર 
એક્સપર્ટ્સ અનુસાર, "નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝિઝમા મુખ્ય લક્ષણ જાડાપણુ, ઈંસુલિન રેજીસ્ટેન્સ જેમાં તમારા શરીરના સેલ્સ હોર્મોન ઈંસુલિનના જવાબમાં શુગર નથી બનાવતા, હાઈ બ્લડ શુગર લેવલ અને લોહીમાં ફએટનું હાઈ લેવલ." 

"ટ્રાંસ ફેટ છેલ્લા એક દાયકાથી એટલે કે 10-15 વર્ષોમાં નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીસ ઝડપથી વધી છે. પહેલા આ બીમારીઓ પશ્ચિમી દેશોમાં વધારે થતી હતી કારણ કે અહીંના લોકોનું ભોજન અને લાઈફસ્ટાઈલ ઠીક ન હતી. હવે ભારતમાં પણ આ કોમન થઈ ગયું છે અને આ ટોપ બીમારીઓમાં શામેલ છે."

ફેટી લિવરથી કઈ રીતે લડશો? 
ફેટી લિવરથી પીડિત લોકોને મુખ્ય રીતે પોતાની ડાયેટ અને ફિઝિકલ એક્ટિવિટીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દર્દીને ભોજનમાં વધારે પ્રોટીન અને ઓછુ ફેટ અને કાર્બોહાઈડ્રેટ વાળી હેલ્ધી ડાયેટ લેવાનું કહેવામાં આવે છે. 

અઠવાડિયામાં લગભગ 4 વખત 25-30 મિનિટની એરોબિક એક્સરસાઈઝ પોતાની લાઈફસ્ટાઈલમાં શામેલ કરી તમે આ બિમારી પર વધારે કાબુ મેળવી શકો છો. આ બીમારીમાં દવાઓની તુલનામાં ડાયેટ પર કંટ્રોલ અને નિયમિક વ્યાયામ વધારે જરૂરી છે. પરંતુ મોટાભાગના રોગીઓને દવાઓની જરૂર પણ નથી પડતી. 

ફેટી લિવરના લક્ષણ 
એક્ટપર્ટ્સ અનુસાર, "એનએએફએલડી શરૂઆતમાં સામાન્ય રીતે કોઈ નુકસાન નથી પહોંચાડતુ પરંતુ જો સ્થિતિ બગડે છે તો આ લિવર સિરોસિસ જેવા ઘણા લિવરના રોગોનું કારણ બની શકે છે. તમારા લિવરમાં વધારે ફેટ જમા થવું ડાયાબિટીસ, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા બીમારીઓના જોખમ સાથે પણ જોડાયેલું છે."

મોટાભાગના લોકો આ બીમારીની શરૂઆતમાં કોઈ પણ લક્ષણનો અનુભવ નથી કરતા અને તેમાં કોઈ ગંભીર સમસ્યાઓ નથી થતી. જોકે અમુક લક્ષણોમાં ચહેરાનું હલકુ સુજવું, ગળુ કાળુ પડવું, રોસેસિયા, કમળો, ખંજવાડ અને મોઢાની આસપાસ દાણ થવા શામેલ થઈ શકે છે. પરંતુ બીમારી વધવા પર દર્દીને મુશ્કેલીઓ થઈ શકે છે. 

કઈ રીતે તેનાથી બચી શકાય? 
અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ એક્સરસાઈઝ જરૂર કરો. સિમ્પલ વોક, બ્રિસ્ક વોક, જોગિંગ, રનિંગ કે જીમ, તમે પોતાની લાઈફસ્ટાઈલમાં કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી શામેલ કરી ફેટી લિવર સાથે જોડાયેલી બિમારીઓથી બચી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ