બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 07:33 AM, 6 July 2025
અમેરિકાના 249મા સ્વતંત્રતા દિવસના શુભ અવસરે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે "One Big Beautifull Bill" લાગુ કર્યો, જેને લઈ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન, પૂર્વ સાથીદાર અને ટેક ઉદ્યોગપતિ એલન મસ્કે નવી રાજકીય પાર્ટી "ધ અમેરિકા પાર્ટી" શરૂ કરવાની મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આ પાર્ટી લોકોની ખોવાયેલી સ્વતંત્રતા પાછી લાવશે અને હાલની બે-પક્ષીય રાજકીય વ્યવસ્થાથી મુક્તિ અપાવશે.
ADVERTISEMENT
એલન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પાર્ટી અંગે જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે તાજેતરના એક મતદાનમાં 2:1ના ગુણોત્તરથી લોકોને ત્રીજા રાજકીય વિકલ્પની ઇચ્છા વ્યક્ત થઈ છે. એટલું જ નહીં, તેમણે X પર 4 જુલાઈના રોજ એક સર્વે પણ કર્યો હતો જેમાં તેમણે પૂછ્યું કે – “શું તમે બે-પક્ષીય અથવા એક-પક્ષીય સિસ્ટમમાંથી મુક્તિ ઈચ્છો છો?” આ મતદાનમાં આશરે 1.2 મિલિયન લોકોએ ભાગ લીધો અને 65.4% લોકોએ મસ્કના વિચારને ટેકો આપ્યો.
ADVERTISEMENT
મસ્કે આ ઉજવણીની પળે દેશની વર્તમાન રાજકીય વ્યવસ્થાની આલોચના કરતા જણાવ્યું કે જ્યારે દેશ ભ્રષ્ટાચાર અને કચરાથી ભરાય ગયો છે ત્યારે આપણે એક લોકશાહી નહીં પણ એક-પક્ષીય શાસન હેઠળ જીવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે "ધ અમેરિકા પાર્ટી" હવે એવા લોકોને અવાજ આપશે જેઓને હવે રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષોથી નારાજગી છે.
ADVERTISEMENT
By a factor of 2 to 1, you want a new political party and you shall have it!
— Elon Musk (@elonmusk) July 5, 2025
When it comes to bankrupting our country with waste & graft, we live in a one-party system, not a democracy.
Today, the America Party is formed to give you back your freedom. https://t.co/9K8AD04QQN
મસ્કે અગાઉ પણ સંકેત આપ્યા હતા કે જો ત્રીજો પક્ષ શરૂ થાય તો તે ટેસ્લા અને સ્પેસએક્સની જેમ એક અનોખો પ્રયાસ બની શકે છે – સફળતાની શક્યતા ઓછી છે, પણ સફળતા મળે તો સમગ્ર રમત બદલી શકે છે. તેમનું માનવું છે કે દેશમાં હવે એવું નેતૃત્વ જોઈએ છે કે જે લોકોને સાચી સ્વતંત્રતા અને શાસનમાં ભાગીદારી આપશે.
ADVERTISEMENT
એલન મસ્કે અગાઉ X પર એક મતદાન કર્યું હતું જેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ લગભગ બે સદીઓથી અમેરિકન રાજકારણ પર પ્રભુત્વ ધરાવતી સિસ્ટમથી મુક્તિ ઇચ્છે છે. હા-કે-ના સર્વેક્ષણને 1.2 મિલિયનથી વધુ પ્રતિક્રિયાઓ મળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
એલેન મસ્કની પાર્ટીનું નામ ધ અમેરિકા પાર્ટી છે. એલોન મસ્કે X પર પોસ્ટ કર્યું, "જ્યારે આપણા દેશને કચરો અને ભ્રષ્ટાચારથી નાદાર બનાવવાની વાત આવે છે, ત્યારે આપણે લોકશાહીમાં નહીં, પણ એક પક્ષીય વ્યવસ્થામાં રહીએ છીએ. આજે, અમેરિકા પાર્ટી તમને તમારી સ્વતંત્રતા પાછી આપવા માટે બનાવવામાં આવી છે.
આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે મસ્ક તાજેતરમાં ટ્રમ્પના વહીવટીતંત્રથી પોતે દૂર થયા છે અને DOGE જેવા પ્રોજેક્ટ્સમાંથી પણ પીઠ ફેરવી ચૂક્યા છે. આ બધું મસ્કના રાજકીય વિચારોમાં મોટો ફેરફાર દર્શાવે છે. "ધ અમેરિકા પાર્ટી" હવે અમેરિકન રાજકારણમાં ત્રીજા વિકલ્પ તરીકે શું સ્થાન બનાવી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Russia Ukraine War / ડોનાલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન, યુક્રેનને મોકલશે વધુ શસ્ત્રો, રશિયા થયું લાલઘુમ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.