બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 09:17 AM, 6 July 2025
અમેરિકામાં રાજકારણ એક નવી દિશામાં વળ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ Big Beautiful Bill તરીકે ઓળખાતો વિવાદાસ્પદ કાયદો કોંગ્રેસ દ્વારા પસાર થયા બાદ, ટેસ્લાના વડા અને ઉદ્યોગપતિ એલન મસ્કે તેમની નવી રાજકીય પાર્ટી ‘અમેરિકા પાર્ટી’ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, તેઓ આ કાયદાના વિરુદ્ધ છે અને એક ત્રીજો વિકલ્પ લોકો સમક્ષ રજૂ કરવા માંગે છે.
ADVERTISEMENT
એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, 2:1 ના અનુપાતમાં લોકોને નવી પાર્ટી જોઈએ છે અને હવે તે બની ગઈ છે. તેઓએ કહ્યું કે "અમેરિકા પાર્ટી" લોકોને તેમની સ્વતંત્રતા પરત આપશે. જોકે, આ પાર્ટીનો એજન્ડા, લક્ષ્યાંકો કે સ્ટ્રક્ચર વિશે મસ્કે કોઈ ખાસ વિગતો આપેલી નથી. મસ્કે અગાઉ પણ કેટલીક વખત નવા રાજકીય પ્લેટફોર્મની જરૂરત વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
તેમ છતાં, પ્રમુખ પદ માટે મસ્ક ચૂંટણી લડી શકશે નહીં. US બંધારણ અનુસાર રાષ્ટ્રપતિ બનવા માટે નેચરલ બોર્ન અમેરિકન નાગરિક હોવું જરૂરી છે, જ્યારે મસ્ક દક્ષિણ આફ્રિકામાં જન્મ્યા હતા અને તેઓને 2002માં અમેરિકાની નાગરિકતા મળેલી. 2024માં પણ તેમણે પોતે આ વાત સ્વીકારી હતી કે તેઓ રાષ્ટ્રપતિ બનવા માટે પાત્ર નથી.
ADVERTISEMENT
મહત્વની વાત કરીએ તો, એક અહેવાલ અનુસાર મસ્કની કુલ સંપત્તિ $405.2 બિલિયન છે, જે તેમને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે. "અમેરિકા પાર્ટી" માટે મસ્ક મુખ્ય ફંડર છે. 2024માં તેમણે ટ્રમ્પના અભિયાન માટે આશરે $40.5 મિલિયન ખર્ચ્યા હતા. મસ્ક પાસે પોતાનો "PAC" છે, જેને હવે નવી પાર્ટી માટે વાપરી શકાય છે. જોકે, “મેકકેઇન-ફીન્ગોલ્ડ એક્ટ” અનુસાર વ્યક્તિગત દાનની મર્યાદા $450,000 સુધી જ રાખવામાં આવે છે, એટલે તેમને હવે સુપર PAC અથવા સહ-ફંડર્સની જરૂર પડશે.
આ પણ વાંચો : એલન મસ્કે નવી પાર્ટી બનાવી, જાણો શું છે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનો રાજકીય પ્લાન
ADVERTISEMENT
મોટી રસપ્રદ વાત એ છે કે મસ્કની આ ઘોષણા US રાજકારણમાં ત્રીજી મોટી શક્તિ તરીકે ઉભરી શકે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે દેશમાં પાર્ટી સિસ્ટમને લઈ અસંતુષ્ટિ વધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
શું યુદ્ધની શરૂઆત / ઈઝરાયલનો સીરિયા પર હુમલો, દમાસ્કસમાં આર્મી હેડક્વાટરને ઉડાવ્યું, જુઓ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.