બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Will Akshar Patel return to the team in place of the injured Hardik Pandya? BCCI said this!
Megha
Last Updated: 05:26 PM, 26 October 2023
ADVERTISEMENT
ભારતીય ટીમ ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને પાંચેય લીગ મેચ જીતી છે. હવે આ ટીમ ઇન્ડિયા 29 ઓક્ટોબરે લખનૌમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે ટકરાશે. સ્વાભાવિક છે કે ટીમ ઈન્ડિયા તેની જીતનો સિલસિલો જાળવી રાખવા ઈચ્છશે, પરંતુ ભારતીય ટીમ માટે એક સમસ્યા એ છે કે હાર્દિક પંડ્યાની ગેરહાજરી.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાના સ્થાને અક્ષર પટેલ ટીમમાં વાપસી કરી શકશે?
હાર્દિક પંડ્યા વિના ટીમનું સંતુલન થોડું ખોરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અ સિવાય પણ વધુ એક ખેલાડી પણ ઈજાગ્રસ્ત થયો હતો. નોંધનીય છે કે જ્યારે ભારતીય ટીમની ODI વર્લ્ડ કપ માટે પસંદગી કરવામાં આવી હતી. તે સમયે સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ અચાનક તે ઈજાગ્રસ્ત થયો અને તેના સ્થાને અનુભવી સ્પિનર આર અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. હવે અક્ષર પટેલ સ્વસ્થ થઈ ગયો છે અને તે સ્થાનિક સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ 2023માં રમી રહ્યો છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાના સ્થાને અક્ષર પટેલ ટીમમાં વાપસી કરી શકશે?
વર્લ્ડ કપમાં પંડ્યાની રાહ જોવા તૈયાર છે BCCI
આ વિશે વાત કરતાં, BCCIના એક સૂત્રએ જણાવ્યું કે નીતિન પટેલની આગેવાની હેઠળની મેડિકલ ટીમ બેંગલુરુમાં NCAમાં હાર્દિક પંડ્યાની સંભાળ લઈ રહી છે અને એમના જણાવ્યા મુજબ તેને સાજા થવામાં સામાન્ય રીતે બે અઠવાડિયા લાગે છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી તે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી રમશે નહીં. જો કે, મેડિકલ ટીમે કહ્યું છે કે તેઓને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને મેદાનમાં પરત ફરશે. સાથે જ ભારતીય ટીમ મેનેજમેન્ટ હાર્દિક માટે કોઈ રિપ્લેસમેન્ટ લેવા માંગતું નથી અને વર્લ્ડ કપમાં પંડ્યાની રાહ જોવા તૈયાર છે.
ભારતીય ટીમ હાલમાં ટુર્નામેન્ટમાં સારી સ્થિતિમાં છે અને હાર્દિક પંડ્યા હાલ એનસીએમાં રહેશે. તે ક્યારે ટીમ સાથે જોડાશે તે અંગે આવતા અઠવાડિયે નિર્ણય લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.