બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 'Kohli ko bowling do', Indian fans' interesting demand between matches, Virat's reaction goes viral

World Cup 2023 / 'કોહલી કો બોલિંગ દો', મેચની વચ્ચે ભારતીય પ્રશંસકોની રસપ્રદ માંગ, વિરાટના રીએક્શન વાયરલ

Megha

Last Updated: 10:53 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના અડધા બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો, ત્યારબાદ સ્ટેડિયમમાં બેઠેલા પ્રશંસકો તરફથી વિરાટ કોહલીને બોલિંગ આપવાની માંગ ઉઠી.

  • ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો
  • સ્ટેડિયમના દર્શકોએ વિરાટ કોહલીને બોલિંગ આપવાની માંગ કરી 
  • આ માંગ પર વિરાટ કોહલીએ પણ જબરદસ્ત પ્રતિક્રિયા આપી

ટીમ ઈન્ડિયાએ ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 302 રનથી હરાવીને વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.આ જીતમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગે બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની ત્રિપુટીએ શ્રીલંકાના બેટ્સમેનોને ઘૂંટણિયે પડવા પર મજબૂર કર્યા હતા.એક સમયે શ્રીલંકાનો સ્કોર 3 વિકેટે 2 રન હતો.

જ્યારે ટીમ ઈન્ડિયા શ્રીલંકાના બેટ્સમેનોને એક-પછી-એક એમ આઉટ કરી રહી હતી ત્યારે સ્ટેડિયમના દર્શકોએ વિરાટ કોહલી માટે રસપ્રદ માંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયાએ પહેલા જ શ્રીલંકાના અડધા બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો, ત્યારબાદ સ્ટેડિયમમાં બેઠેલા પ્રશંસકો તરફથી વિરાટ કોહલીને બોલિંગ આપવાની માંગ આવવા લાગી. ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં એકસાથે જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, "કોહલીને બોલિંગ આપો, કોહલીને બોલિંગ આપો."

આ પછી વિરાટ કોહલીએ પણ પોતાની બોલિંગ સ્ટાઈલમાં જબરદસ્ત પ્રતિક્રિયા આપી હતી.પ્રશંસકોની માંગને પગલે વિરાટ કોહલીએ બોલિંગ માટે વોર્મ અપ કરવાનું શરૂ કર્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

કેવો રહ્યો મેચ?
ટીમ ઈન્ડિયા ટોસ હારીને બેટિંગ કરવા આવી ત્યારે તેણે શરૂઆતની ઓવરમાં જ કેપ્ટનરોહિત શર્માનીવિકેટ ગુમાવી દીધી હતી .આ પછી વિરાટ કોહલીએ શુભમન ગિલ સાથે મળીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.આ મેચમાં વિરાટ કોહલીએ 88 રનની શાનદાર ઇનિંગ રમી હતી.જોકે, તે તેની રેકોર્ડ 49મી સદી ચૂકી ગયો હતો.હવે વિરાટ કોહલીએ ક્રિકેટ ચાહકોની રાહ 5 નવેમ્બર સુધી લંબાવી છે.વિરાટ કોહલી 5 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં તેના જન્મદિવસ પર સાઉથ આફ્રિકા સામે ટકરાશે. જણાવી દઈએ કે વિરાટ કોહલી સચિન તેંડુલકરની રેકોર્ડ 49મી ODI ઈન્ટરનેશનલ સદીથી એક ડગલું દૂર છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ