બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / world cup 2023 amitabh bachchan mira rajput ayushmann khurrana kajol posted for the team after india

World Cup 2023 / 'હારકર જીતને વાલે કો બાજીગર કહતે હૈ', વર્લ્ડકપ ફાઇનલમાં હાર બાદ કલાકારોએ કંઇક આ રીતે વધાર્યો ટીમ ઇન્ડિયાનો હોંસલો

Manisha Jogi

Last Updated: 09:32 AM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમની હાર પછી દર્શકો અને ભારતીય ક્રિકેટરોના ચહેરા પર હારનું દુ:ખ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું. અનેક સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમને પ્રોત્સાહિત કરતી ટ્વિટ કરી છે.

  • ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવી
  • દર્શકો અને ભારતીય ક્રિકેટરોના ચહેરા પર હારનું દુ:ખ સ્પષ્ટપણે જોવા મળ્યું
  • સ્ટાર્સે ભારતીય ક્રિકેટરો માટે હૃદયસ્પર્શી મેસેજ લખ્યા

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવી છે. ભારતીય ટીમની હાર પછી દર્શકો અને ભારતીય ક્રિકેટરોના ચહેરા પર હારનું દુ:ખ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું. અનેક સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમને પ્રોત્સાહિત કરતી ટ્વિટ કરી છે. કાજોલ સહિત અનેક સ્ટાર્સે ભારતીય ક્રિકેટરો માટે હૃદયસ્પર્શી મેસેજ લખ્યા છે. 

કાજોલે ભારતીય ટીમ માટે કરી પોસ્ટ
બોલિવુડ અભિનેત્રી કાજોલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભારતીય ટીમનો એક ફોટો શેર કરીને રોહિત શર્માની સ્ક્વેડને પ્રોત્સાહિત કરી છે. કાજોલે કેપ્શનમાં લખ્યું કે, ' હારકર જીતનેવાલો કો બાઝીગર કેહતે હૈ.. ટીમ ઈન્ડિયા ખૂબ જ સારી રીતે રમી છે.. ઓસ્ટ્રેલિયાને શુભકામનાઓ..'

અહાન શેટ્ટીએ કરી પોસ્ટ
અથિયા શેટ્ટીના ભાઈ અહાન શેટ્ટીએ પણ ટીમ ઈન્ડિયાના ઓફિશિયલ પેજ પરની પોસ્ટને  રિપોસ્ટ કરી. આ પોસ્ટ રિપોર્સ્ટ કરીને લખ્યું હતું કે, આ ટીમે ઘણી ખુશીઓ આપી છે. તમે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે."

મીરાએ ભારતીય ટીમને દિલની ચેમ્પિયન ગણાવી
બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પણ ટીમ ઈન્ડિયાનો ફોટો શેર કર્યો છે. જેના કેપ્શનમાં મીરાએ લખ્યું, 'આપણા દિલના ચેમ્પિયન્સ..'

બોમન ઈરાનીએ કરી પોસ્ટ 
બોમન ઈરાનીએ ભારતીય ટીમને પ્રોત્સાહન આપ્યું છે અને ટ્વિટ કર્યું છે કે, ‘અમે હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું અને આજે પણ સારી મેચ રમ્યા છે.’

અમિતાભ બચ્ચને પણ બ્લ્યુ સ્ક્વેડ માટે ખાસ વાત કહી
બીગબીએ ભારતીય ટીમની હાર પછી એક પોસ્ટ શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘સાહસિક કોશિશ પછી એક કઠિન હાર... બ્લ્યુ સ્ક્વેડનું મેચમાં શાનદાર પ્રદર્શન...’ ફેન્સ આ ટ્વિટની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. 

આયુષ્માન ખુરાનાએ સ્ટેડિયમના ફોટોઝ શેર કર્યા
અભિનેતા આયુષ્માન ખુરાનાએ સ્ટેડિયમના કેટલાક ફોટોઝ શેર કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઓફિસમાં માત્ર એક ખરાબ દિવસ @ Indiancricketteam... તમને #WorldCup2023માં શાનદાર ટીમ તરીકે હંમેશા યાદ કરવામાં આવશે.. ’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ