બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 12:33 PM, 4 July 2025
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે થયેલું 12 દિવસનું યુદ્ધ હવે સત્તાવાર રીતે બંધ થઈ ગયું છે પરંતુ બંને દેશો વચ્ચેના તણાવનો ભય હજુ પણ રહેલો છે. આ યુદ્ધ દરમિયાનનો એક વિડિયો સામે આવ્યો છે, જે ઘણો જ હ્રદયદ્રાવક છે. આ વિડિયોમાં જોવા મળે છે કે ઈઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન પર કેવી રીતે ભયંકર હવાઈ હુમલો કર્યો હતો. હુમલો એટલો જબરદસ્ત હતો કે એવું લાગે કે હોલીવુડની કોઈ એક્શન ફિલ્મ ચાલી રહી હોય.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ સમગ્ર ઘટના “ઓપરેશન રાઇઝિંગ લાયન” અંતર્ગત ઈઝરાયલ દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી. CCTV ફૂટેજમાં દેખાય છે કે ઈઝરાયલની વાયુસેનાએ તેહરાનના ઉત્તર ભાગના જિલ્લા 1માં આવેલી એક સરકારી ઇમારતને નિશાન બનાવી. હુમલા દરમિયાન બે મિસાઈલો ફાયર કરવામાં આવી હતી. જેમાંથી એક સીધી ઇમારત પર જઇને અથડાઈ અને બીજી મિસાઇલ નજીકના તાજરીશ રાઉન્ડઅબાઉટ ખાતે પડતાં ત્યાં પાર્ક કરેલી કારોને ભારે નુકસાન પહોંચ્યું.
ADVERTISEMENT
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે વિસ્ફોટ એટલો ભયાનક હતો કે જેટલી કાર હતી તે તમામ હવામાં ઘણા ફૂટ સુધી ઉડી ગઈ હતી. થોડા સેકન્ડમાં નજીકની એક ઇમારત પણ ધરાશાયી થઈ ગઈ. આવા દ્રશ્યો સામાન્ય રીતે માત્ર ફિલ્મોમાં જ જોવા મળે છે. વિડિયોના આ દ્રશ્યો ઈઝરાયલની લશ્કરી તાકાત અને હુમલાની ગંભીરતાને સ્પષ્ટ કરે છે.
CCTV footage has now been released showing a series of airstrikes carried out by the Israeli Air Force against a government building in the Iranian capital of Tehran during the closing days of Operation “Rising Lion”, which are now under investigation by the Israel Defense… pic.twitter.com/upm9RRoQMQ
— OSINTdefender (@sentdefender) July 3, 2025
ADVERTISEMENT
આ 12 દિવસના યુદ્ધ દરમિયાન ઈઝરાયલના હવાઈ હુમલાઓમાં ઈરાનના 935 લોકોના મોત થયા છે. તેમાં ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડરો, જનરલો અને પરમાણુ વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે. ઘણાં પરમાણુ અને લશ્કરી થાણાઓને પણ ધ્વસ્ત કરવામાં આવ્યા છે. મિસાઈલ સ્ટોરેજ અને અન્ય મહત્વપૂર્ણ મથકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : VIDEO : ફ્લાઈટમાં ગળું દબાવીને મારામારી કરી, ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ
ADVERTISEMENT
જવાબમાં ઈરાને પણ ઈઝરાયલ પર હુમલાઓ કર્યા હતા, પણ તેમાં 26 લોકોના મૃત્યુ થયા હોવાનું ઈઝરાયલના રક્ષણ દળ IDF દ્વારા જણાવાયું છે. હાલ ભલે યુદ્ધ થંભી ગયું છે, પણ આજનો વીડિયો એ વાતનો ઈશારો કરે છે કે બંને દેશો વચ્ચે હજી પણ યુદ્ધની આગ સળગી રહ્યી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Russia Ukraine War / ડોનાલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન, યુક્રેનને મોકલશે વધુ શસ્ત્રો, રશિયા થયું લાલઘુમ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.