બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:01 PM, 4 July 2025
ફિલાડેલ્ફિયાથી મિયામી જઈ રહેલી ફ્રન્ટિયર એરલાઈન્સની ફ્લાઈટમાં 30 જૂનના રોજ એક ગંભીર ઘટના બની હતી, જ્યાં ભારતીય મૂળના 21 વર્ષીય યુવક ઇશાન શર્માની તેના સહ મુસાફર કીનુ ઇવાન્સ સાથે ઉગ્ર ઝઘડાની ઘટના થઈ. બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે ઇશાને ઇવાન્સનું ગળું પકડવાનો પ્રયાસ કર્યો, જેના વીડિયો સોશ્યલ મીડિયામાં ઝડપી ગતિએ વાયરલ થયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ઘટનાને લઈને કીનુ ઇવાન્સે પોલીસને જણાવ્યું કે ઇશાન શર્મા કોઈ પણ કારણ વગર તેની સામે આવ્યો અને તેની ગર્દન પકડી લીધી. એ સમયે ઇવાન્સ પોતાની સીટ પર પાછો આવી રહ્યો હતો. ઇવાન્સ કહે છે કે ઇશાન અલગ રીતે હસતો હતો અને એ એવી રીતે બોલતો હતો કે "નાના માણસ, જો તું મને ચેલેન્જ કરેશે તો તું મરી જશે." જેવી ધમકીભરી ભાષા બોલી રહ્યો હતો
New: Ishaan Sharma, 21, was arrested for allegedly committing an unprovoked assault on a fellow passenger aboard a Frontier flight to Miami.
— The Facts Dude (@The_Facts_Dude) July 3, 2025
Sharma faces charges of battery and a $500 bond, per jail records.
The victim reported to police that the attack was unprovoked,… pic.twitter.com/9xwPmKNHaF
ADVERTISEMENT
જ્યારે ઇવાન્સ પોતાનું મન શાંત કરવા વોશરૂમ તરફ ગયો, ત્યારે તેણે ફ્લાઈટ એટેન્ડન્ટને આ વિવાદ વિશે જાણકારી આપી. એટેન્ડન્ટે સૂચન આપ્યું કે જો વધુ સમસ્યા થાય તો હેલ્પ બટન દબાવવું. બાદમાં જ્યારે ઇશાને ધમકી આપવાનું ચાલુ રાખ્યું ત્યારે ઇવાન્સે બટન દબાવ્યું, પરંતુ સ્થિતિ ત્યાંથી વધુ ઉગ્ર બની ગઈ. બંને વચ્ચે વધુ ઝઘડો થયો અને ગળામાંથી પકડીને ધક્કામુક્કી સુધી વાત ગઈ.
ADVERTISEMENT

આ પણ વાંચો : VIDEO : ચાલતી ટ્રેનમાં લાગી ભયાનક આગ, રુવાડા ઉભા કરી દે તેવો વીડિયો
ADVERTISEMENT
જ્યારે ફ્લાઈટ મિયામી પર ઉતરી, ત્યારે પોલીસએ ઇશાન શર્માને તાત્કાલિક કસ્ટડીમાં લઇ લીધો અને તેના પર હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો. મંગળવારની કોર્ટ દરમિયાન, ઇશાનના વકીલે દાવો કર્યો કે આ સમગ્ર ઘટનાનું મૂળ કારણ ઇશાનનું ધ્યાન કરવું હતું. વકીલના જણાવ્યા અનુસાર, "મારો ક્લાઈન્ટ એવો ધર્મ માને છે જ્યાં ધ્યાન કરવું સામાન્ય બાબત છે, પરંતુ પાછળની સીટે બેઠેલા મુસાફરને એ ગમ્યું નહીં અને ઝઘડો થયો."
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.