બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 10:39 AM, 6 July 2025
બ્રિક્સ જૂથનું આ વર્ષેનું શિખર સંમેલન રવિવારથી બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં શરૂ થઈ રહ્યું છે. જોકે, આ વખતે સૌથી વધુ ચર્ચાનો વિષય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગેરહાજરી છે. તેમના એક દાયકાથી પણ વધુના શાસનમાં પહેલી વખત એવું બન્યું છે કે તેઓ BRICSની વાર્ષિક બેઠકમાં હાજર નહીં રહે. તેમનાં બદલે ચીનના વડાપ્રધાન લી કિયાંગ સમિટમાં ચીનનું પ્રતિનિધિત્વ કરશે. નિષ્ણાતો માને છે કે આ નિર્ણય ચીનના સ્થાનિક આર્થિક મુદ્દાઓ અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને ધ્યાને લઈ લેવામાં આવ્યો છે અને એથી બ્રિક્સ માટે ચીનની ઉત્સુકતા પર શંકા કરવી યોગ્ય નથી.
ADVERTISEMENT
આ શિખર સંમેલન એવો સમયે થઈ રહ્યું છે જ્યારે BRICS હવે 10 સભ્યો સાથે એક વિશાળ સમૂહ બની ગયું છે, જેમાં અમેરિકા સાથેના વધતા વેપાર તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ સામે સહકારથી ઉકેલ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ખાસ કરીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફ 9 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યાં છે, જેના કારણે BRICS દેશો વચ્ચે નવા ધોરણો ઘડવાની જરૂર ઊભી થઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શી જિનપિંગ સિવાય રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ વખતે શિખર સંમેલનમાં શારીરિક રીતે હાજર નહીં રહે. તેઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લેશે. બ્રાઝિલ આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC) નું સભ્ય છે, અને પુતિન સામે યુદ્ધ અપરાધોની ફરિયાદ હોવાથી તેમની ધરપકડ શક્ય હતી. તેથી તેઓ પણ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે જોડાઈ રહ્યા છે.
ADVERTISEMENT
આવા સમયમાં, ભારતના PM નરેન્દ્ર મોદી મુખ્ય નેતૃત્વમાં દેખાઈ શકે છે. તેઓ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને બ્રાઝિલિયામાં તેમના સન્માનમાં ખાસ રાજ્ય મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાની પણ ઉપસ્થિતિ રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
BRICSના સભ્ય દેશો લાંબા સમયથી ડોલર પરની નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક ચલણમાં વેપારને પ્રોત્સાહન આપવા માગે છે. આ વ્યૂહરચનામાં રશિયા અને ઈરાન માટે વિશેષ રસ છે, કારણ કે તેઓ અમેરિકન પ્રતિબંધો હેઠળ છે. જોકે, BRICSનું પોતાનું ચલણ તૈયાર કરવું હાલ શક્ય લાગતું નથી, કારણ કે ટ્રમ્પે અમેરિકન ઉદ્યોગને બચાવવા માટે BRICS ચલણના વિરોધમાં 100% ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે.
આ પણ વાંચો : શું મસ્ક 2028માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે? જાણો કોણ કરી રહ્યું છે ફંડિંગ
2009માં શરૂ થયેલ BRICSનો આરંભ બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનના આર્થિક સહયોગ માટે થયો હતો, જેમાં પછી દક્ષિણ આફ્રિકા જોડાયું. 2024માં ઇજિપ્ત, UAE, ઈરાન, ઇન્ડોનેશિયા અને ઇથોપિયા જેવી નવી એન્ટ્રીઓથી BRICS વધુ મોટું બન્યું છે. જોકે, નવા સભ્યોની ભિન્ન રાજકીય અને આર્થિક નીતિઓને કારણે જૂથની એકતા પર પ્રશ્ન ઊભા થાય છે. ઉદાહરણ તરીકે, ભારતને UN સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદની માંગમાં ચીન સપોર્ટ આપતું નથી. બ્રાઝિલની ગ્રીન પોલિસી તેલ આધારિત દેશો સાથે વિસંગત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
શું યુદ્ધની શરૂઆત / ઈઝરાયલનો સીરિયા પર હુમલો, દમાસ્કસમાં આર્મી હેડક્વાટરને ઉડાવ્યું, જુઓ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.