દેશભરમાં ઈન્ફ્લુએન્ઝાના સબવેરિઅન્ટ H3N2ના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ દેશભરની હોસ્પિટલમાં H3N2 ઈન્ફ્લુએન્ઝાના હજારો કેસ સામે આવી રહ્યા છે.
H3N2ના કેસમાં અચાનક ઉછાળો આવ્યો
તાવ, શરદી અને ગળાના દુખાવાની ફરિયાદ
H3N2 ઈન્ફ્લુએન્ઝાના હજારો કેસ સામે આવ્યા
દેશભરમાં ઈન્ફ્લુએન્ઝાના સબવેરિઅન્ટ H3N2ના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. ઝડપથી વધારો થઈ રહ્યો છે. લોકો છેલ્લા થોડા સમયથી તાવ, શરદી અને ગળાના દુખાવાની ફરિયાદ કરી રહ્યાં છે. ડોકટરનું માનવું છે કે આ તાવને લઈને જવાબદાર ઈન્ફ્લુએન્ઝા એ સિરીઝના H3N2 વાઈરલની પેટર્નમાં અચાનક બદલાવ જોવા મળી રહ્યો છે. હાલ દેશભરની હોસ્પિટલમાં H3N2 ઈન્ફ્લુએન્ઝાના હજારો કેસ સામે આવી રહ્યા છે. શ્વાસની નળીમાં સંક્રમણનો ખતરો વધી ગયોઃર્ડાક્ટર ધીરેન ગુપ્તા
સર ગંગારામ હોસ્પિટલના ડોકટર ધીરેન ગુપ્તાએ જણાવ્યું કે છેલ્લા છ મહિનામાં વાઈરસની પેટર્નમાં જોરદાર બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે આપણે ઈન્ફ્લુએન્ઝાને નંબર વન વાઈરસ તરીકે જોઈએ છે, જે આ બીમારીનું કારણ હોઇ શકે છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં આ વખતે ઈન્ફ્લુએન્ઝા વાઈરસના સબવેરિઅન્ટ H3N2ના કેસ જોવા મળ્યા છે, જેની મદદથી શ્વાસની નળીમાં સંક્રમણનો ખતરો વધી ગયો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 10, 2023
વાઈરસ મુખ્ય રીતે શ્વસન તંત્ર અને આંખને પ્રભાવિત કરે છેઃ ર્ડા. ગુપ્તા
એડેનો વાઈરસની ગંભીરતા તરફ ઈશારો કરતાં તેમણે કહ્યું કે વધુ એક વાઈરસ જે ગંભીર બીમારી તરફ લઈ જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા બે મહિનામાં આઈસીયુમાં દર્દીની સંખ્યા વધવાનું કારણ એડેનો વાઈરસ રહ્યો છે. એડેનો વાઈરસ અંગે વાત કરતાં ડો. ગુપ્તાએ કહ્યું કે ડીએનએ વાઈરસ મુખ્ય રીતે શ્વસન તંત્ર અને આંખને પ્રભાવિત કરે છે અને કોવિડની જેમ ફેલાય છે. 10 વર્ષીય બાળકોને આ વાઈરસથી ખતરોઃર્ડાક્ટર
બાળકોમાં એડેનો વાઈરસ સામાન્ય રીતે શ્વસન અને આંતરડાંની નળીમાં સંક્રમણનું કારણ બને છે. ડોકટરોએ કહ્યું કે બે વર્ષની ઉંમરનાં બાળકોમાં સંક્રમણનો સર્વાધિક અને બેથી પાંચ વર્ષની ઉંમરનાં બાળકોમાં સંક્રમણનો સૌથી વધુ ખતરો રહે છે. પાંચથી દસ વર્ષનાં બાળકો આ સંક્રમણની ઝપેટમાં આવવાની આશંકા હોય છે. ડોકટરે કહ્યું કે ૧૦ વર્ષથી વધુની ઉંમરનાં બાળકોમાં આ વાઈરસથી સંક્રમિત હોવાનો ખતરો ઓછો છે. તેમણે કહ્યું કે સાવધાની રાખવી જોઈએ કેમકે મોટા ભાગના કેસમાં ઘર પર જ સારવાર શક્ય છે.