બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / With mobile app, the entire vehicle is under your control, youth of Bengaluru has developed a self-driving car

ટેક્નોલોજી / જોરદાર જુગાડ! માત્ર એક મોબાઇલ Appથી આખી ગાડી તમારા કંટ્રોલમાં, બેંગલુરુના યુવકોએ તૈયાર કરી સેલ્ફ ડ્રાઇવિંગ કાર

Megha

Last Updated: 08:24 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના આ યુવાનોએ અલ્ટો K10 કારને સેલ્ફ ડ્રાઈવિંગ કારમાં રૂપાંતરિત કરી છે. ચાલો જાણીએ કે આ ભારતીય સેલ્ફ ડ્રાઇવિંગ કાર કેવી રીતે કામ કરે છે?

  • ભારતના આ યુવાનોએ સેલ્ફ ડ્રાઇવિંગ કાર બનાવી છે. 
  • અલ્ટો K10ને સેલ્ફ ડ્રાઈવિંગ કારમાં રૂપાંતરિત કરવામાં આવી. 
  • આ ભારતીય સેલ્ફ ડ્રાઇવિંગ કાર કેવી રીતે કામ કરે છે? ચાલો જાણીએ

ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી અને આખી દુનિયા એ જાણે છે કે જુગાડમાં પણ ભારત સૌથી આગળ છે. એવામાં હાલ આવા જ એક ટેલેન્ટનો વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતના યુવાનોએ સેલ્ફ ડ્રાઇવિંગ કાર બનાવી છે. 

મળતી જાણકારી અનુસાર આ કાર અલ્ટો K10 હતી અને બેંગલુરુના આ ત્રણ મિત્રોએ મળીને તેને સેલ્ફ ડ્રાઈવિંગ કારમાં રૂપાંતરિત કરી છે. એવામાં ચાલો જાણીએ કે આ ભારતીય સેલ્ફ ડ્રાઇવિંગ કાર કેવી રીતે કામ કરે છે?

બેંગલુરુ સ્થિત રોબોટિક્સ એન્જિનિયર મનકરણ સિંહે ગયા વર્ષના અંતમાં X પર પોસ્ટ કર્યું હતું કે 'મારો સેકન્ડ હેન્ડ રેડમી નોટ 9 પ્રો ફ્લોપાયલોટ મારી અલ્ટો K10 ચલાવી રહ્યો છે. શું આનાથી વધુ દેશી જુગાડ કોઈને મળી શકે? વીડિયોમાં આ કારને ભારે વરસાદમાં હાઈવે પર ડ્રાઈવર વગર હાઈ સ્પીડમાં જતી બતાવવામાં આવી હતી.' 

સેલ્ફ ડ્રાઇવિંગ મોડમાં લુધિયાણાથી જલંધર જતી કારનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે ટેસ્લા નહતી પરંતુ સુઝુકી અલ્ટો K10 હતી, જેમાં સ્માર્ટફોન લગાવવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ કારને નિયંત્રિત કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. સ્માર્ટફોન ઓપન-સોર્સ સોફ્ટવેર, ફ્લોપાયલોટની મદદથી કારને નિયંત્રિત કરી રહ્યો હતો. ફ્લોપાયલોટ બેંગલુરુ સ્થિત મનકરણ સિંહે ત્રણ વર્ષથી તેના બે મિત્રો સાથે વિકસાવવામાં આવ્યો હતો.

ફ્લોપાયલોટ એપ શું છે? 
મનકરણે કહ્યું કે આ ટેકનિકનો ઉપયોગ કરતી વખતે ડ્રાઈવરે સંપૂર્ણ ધ્યાન આપવું પડશે અને તેઓ સંપૂર્ણપણે સોફ્ટવેર પર નિર્ભર નથી રહી શકતા. FlowPilot એપ કાર ડ્રાઈવરને સહાયક તરીકે કામ કરે છે. હાઇવે પર ડ્રાઇવિંગ કરતી વખતે આ ડ્રાઇવરને ઘણી મદદ કરી શકે છે. ભીડવાળા શહેરોમાં આ એપનો ઉપયોગ કરી શકાતો નથી.

વધુ વાંચો: કાર લઈ લીધી પણ પાર્કિંગમાં મૂકી જ રાખો છો? તો ગાડીમાં થઈ શકે છે આ 4 નુકસાન, જાણો ડિટેલ્સ

આ ત્રણ મિત્રોએ એવી સિસ્ટમ બનાવી છે જેને બનાવવા માટે ટેસ્લા, ગૂગલ અને અન્ય લોકો અબજોનો ખર્ચ કરી રહ્યા છે. ફ્લોપાયલોટ એ એક સેલ્ફ ડ્રાઇવિંગ સહાયક સિસ્ટમ છે જે લેપટોપ અથવા મોબાઇલ ફોનથી સંચાલિત થઈ શકે છે. સિંહના જણાવ્યા અનુસાર, લગભગ 2,000 લોકો સમગ્ર વિશ્વમાં તેનું પરીક્ષણ કરી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "અમે આ પ્રોજેક્ટ અમારી કોલેજના ત્રીજા વર્ષમાં શરૂ કર્યો હતો."

એમને અલ્ટો K10 કારમાં સોફ્ટવેર કેવી રીતે ફીટ કર્યું તે અંગે મનકરણે કહ્યું કે જૂની કાર આદેશોનું પાલન કરી શકતી નથી અને તેથી કારમાં અદ્યતન કાર સ્ટીયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. "ફ્લોપાયલોટ ટેસ્લા કરે છે તે તમામ વસ્તુઓ કરી શકે છે, જેમાં એડપ્ટીવ ક્રુઝ કંટ્રોલ (એસીસી)નો સમાવેશ થાય છે જે કારની ગતિને નિયંત્રિત કરે છે અને જ્યારે ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જાય ત્યારે અટકી જાય છે."  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ