બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Win medals and become a direct DSP or collector!

BIG NEWS / મેડલ જીતો અને ડાયરેક્ટ બનો DSP કે કલેક્ટર! જુઓ દેશના કયા રાજ્યના CMએ કર્યું મોટું એલાન

Priyakant

Last Updated: 01:51 PM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ રાજ્યમાં ઓલિમ્પિક અને એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓને સરકાર દ્વારા પોલીસમાં DSP અને વહીવટમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે

  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહની મોટી જાહેરાત 
  • મેડલ જીતો અને ડાયરેક્ટ બનો DSP કે કલેક્ટર! 
  • ઓલિમ્પિક અને એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા માટે મોટા સમાચાર 

ઓલિમ્પિક અને એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા લોકો સીધા નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપી અને ડેપ્યુટી કલેક્ટર બનશે. આ ભેટ મધ્યપ્રદેશના લોકોને આપવામાં આવી રહી છે. એમપીના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ શિખર ખેલ અલંકરણ સમારોહમાં કહેવામાં આવ્યું હતું કે, ઓલિમ્પિક અને એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા એમપી પોલીસમાં DSP અને વહીવટમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે, વાલીઓ તેમના બાળકોની કારકિર્દી અંગે ચિંતિત છે અને તેમને રમતગમતમાં જોડાતાં અટકાવે છે. ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમમાં સામેલ હોકી પ્લેયર વિવેક સાગરને  DSP બનાવવામાં આવ્યા અને ભોપાલમાં એક કરોડ રૂપિયાનું ઘર આપવામાં આવ્યું તેનું ઉદાહરણ આપતા ચૌહાણે કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે,. જેઓ મધ્યપ્રદેશના ઓલિમ્પિક અને એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓ મેડલ લાવશે, તેમને DSP અને ડેપ્યુટી કલેક્ટરનું પદ પણ આપવામાં આવશે.

SI અને કોન્સ્ટેબલ પણ પોલીસમાં ખેલાડી બનશે

આ સાથે તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે 10 ખેલાડીઓને સબ-ઇન્સ્પેક્ટર (SI) તરીકે અને 50ને પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે નિમણૂક કરવાનો પણ નિર્ણય લીધો છે. જે ખેલાડીઓ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં સારું પ્રદર્શન કરે છે એટલે કે મેડલ જીતે છે, તેમને ટ્રેનિંગ માટે વાર્ષિક પાંચ લાખ રૂપિયા પણ આપવામાં આવશે.

ખેલો ઈન્ડિયા ગેમ્સ ક્યારે અને ક્યાં યોજાશે ?

30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાનારી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી આવૃત્તિ મધ્ય પ્રદેશના આઠ શહેરો-ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર, જબલપુર, મંડલા, બાલાઘાટ અને ખરગોન (મહેશ્વર)માં યોજાશે. દિલ્હીમાં એક રમત (સાયકલિંગ) યોજાશે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની આ આવૃત્તિનો પ્રથમ વખત વોટર સ્પોર્ટ્સ ભાગ હશે. આ દરમિયાન 9 શહેરોમાં 23 સ્થળોએ 27 રમતો યોજાશે. આ ગેમ્સમાં લગભગ 6,000 ખેલાડીઓ ભાગ લેશે.

મહત્વનું છે કે, આ સમારોહમાં કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પણ ભાગ લીધો હતો. શિવરાજ સિંહ ચૌહાણ અને અનુરાગ ઠાકુરે આ પ્રસંગે આવતા વર્ષે મધ્યપ્રદેશમાં યોજાનારી 'ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ-2022'ના પ્રતીકનું પણ અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમની સરકાર ગ્રામ્ય સ્તરે રમતગમતના માળખાકીય સુવિધાઓનો ધીરે ધીરે વિકાસ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

DSP Madhya Pradesh એશિયન ગેમ્સ નાયબ પોલીસ અધિક્ષક મધ્યપ્રદેશ શિવરાજ સિંહ Madhya Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ