બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Will Virat Kohli cut from the T20 World Cup? BCCI can give this batsman a chance at number three

સ્પોર્ટ્સ / શું T20 વર્લ્ડકપમાંથી કપાઇ જશે વિરાટ કોહલીનું પત્તું? ત્રીજા નંબરે આ બેટ્સમેનને BCCI આપી શકે છે તક

Megha

Last Updated: 08:25 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે, એવા અહેવાલ છે કે કોહલીને આગામી T20 વર્લ્ડ કપમાંથી બહાર રાખવામાં આવી શકે છે અને તેની જગ્યા પર આ ખેલાડીને મોકો મળી શકે છે.

  • T20 વર્લ્ડ કપ 2024 શરૂ થવામાં માત્ર થોડા મહિના જ બાકી છે 
  • ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ રમશે કે નહીં?
  • T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની જગ્યા પર આ ખેલાડીને મળી શકે છે મોકો 

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનાર T20 વર્લ્ડ કપ 2024માં માત્ર થોડા મહિના જ બાકી છે. આ વર્લ્ડ કપ આવતા વર્ષે જૂનમાં શરૂ થવા જઈ રહ્યો છે અને આ ટુર્નામેન્ટ પહેલા તમામ ટીમોએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે જ સમયે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી T20 ફોર્મેટ રમશે કે નહીં એ હજુ સુધી નક્કી થઈ શક્યું નથી. 

એ વાત તો બધા સ્વીકારે છે કે વિરાટ કોહલી વર્તમાન યુગમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. ટેસ્ટ હોય, ODI હોય કે T20 ફોર્મેટ દરેક ફોર્મેટમાં કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કોહલીએ વર્લ્ડ કપ 2023માં 765 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપની એક એડિશનનો રેકોર્ડ છે. તેણે સચિન તેંડુલકરનો 673 રનનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. આ બધું હોવા છતાં, ટી-20 વર્લ્ડ કપ 2024ને લઈને વિરાટ કોહલીને લઈને જે સમાચાર આવી રહ્યા છે તે તેના લાખો ચાહકોને નિરાશ કરી શકે છે.

વર્લ્ડ કપ 2023 બાદ BCCIએ T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે T20 વર્લ્ડ કપમાં પણ રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે. હવે સોશિયલ મીડિયા પર એક સમાચાર ચાલી રહ્યા છે કે વિરાટ કોહલીને આગામી T20 વર્લ્ડ કપમાંથી બહાર રાખવામાં આવી શકે છે. તેના સ્થાને ત્રીજા નંબરે ટીમમાં અન્ય ખેલાડીને સામેલ કરવાની ચર્ચા ચાલી રહી છે.

વિરાટ કોહલીના સ્થાને ટી20 વર્લ્ડ કપમાં જે ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં ત્રીજા નંબરે સામેલ કરવાની વાત કરવામાં આવી રહી છે તે છે વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન. તેની પાછળ ઈશાનની આક્રમક બેટિંગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, BCCI આ મુદ્દે વિરાટ કોહલી સાથે બેઠક કરવા જઈ રહ્યું છે. જો કે આ વિશે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

ઇશાન કિશને ભારતીય ટીમ માટે કુલ 32 T20 મેચ રમી છે, જેમાં તેણે 25.67ની એવરેજ અને 124.37ની સ્ટ્રાઈક રેટથી કુલ 796 રન બનાવ્યા છે. ઉપરાંત, કિશન T20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમનો ભાગ હતો, જ્યાં તેને ન્યૂઝીલેન્ડ સામે માત્ર એક મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે ચાર રન બનાવ્યા હતા.

સાથે જ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીની પસંદગી તેના પર વધુ નિર્ભર કરે છે કે તે IPL 2024માં કેવું પ્રદર્શન કરવા જઈ રહ્યો છે. ઉપરાંત BCCI ટૂંક સમયમાં જ કોહલી સાથે રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેના ભવિષ્ય અંગે ચર્ચા કરી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ