બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Will there be a new twist on the Brijbhushan issue! A meeting between Amit Shah and wrestlers lasted for 2 hours

કવાયત / શું બૃજભૂષણ મુદ્દે આવશે નવો વળાંક! 2 કલાક સુધી અમિત શાહ અને કુસ્તીબાજો વચ્ચે ચાલી મુલાકાત

Priyakant

Last Updated: 09:35 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest Amit Shah News: દિલ્હીમાં અમિત શાહ અને બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને કેટલાક કોચ વચ્ચે બે કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને મળ્યા
  • આ બેઠક 3 જૂનની રાત્રે અમિત શાહના સત્તાવાર નિવાસસ્થાને થઈ 
  • બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને કેટલાક કોચ ત્યાં પહોંચ્યા હતા બેઠકમાં
  • અમિત શાહ અને કુસ્તીબાજો વચ્ચે બે કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને મળ્યા છે. વિગતો મુજબ આ બેઠક 3 જૂનની રાત્રે અમિત શાહના સત્તાવાર નિવાસસ્થાને થઈ હતી. મહત્વનું છે કે, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને કેટલાક કોચ ત્યાં પહોંચ્યા હતા. અહેવાલ છે કે, અમિત શાહ અને કુસ્તીબાજો વચ્ચે બે કલાકથી વધુ સમય સુધી વાતચીત થઈ હતી.

એક ખાનગી મીડિયાએ આ મામલે રિપોર્ટ તૈયાર કર્યો છે. બજરંગ પુનિયાએ એક અખબારને જણાવ્યું કે, તેમની ગૃહમંત્રી સાથે મુલાકાત થઈ છે. તેમણે મીટિંગ સંબંધિત અન્ય કોઈ માહિતી આપી નથી. રિપોર્ટ અનુસાર અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન કુસ્તીબાજોએ બૃજભૂષણ સિંહ પર લાગેલા આરોપોની તપાસની સ્થિતિ પર ચર્ચા કરી. કુસ્તીબાજોએ વહેલી તકે મજબૂત ચાર્જશીટ દાખલ કરવાની માંગ પણ કરી હતી. 

શું  કહ્યું ગૃહમંત્રીએ ? 
ખાનગી મીડિયાના રિપોર્ટ અનુસાર ગૃહમંત્રીએ કહ્યું કે, યોગ્ય પ્રક્રિયાને અનુસરવાની જરૂર છે. મહત્વનું છે કે, આ અગાઉ રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે કુસ્તીબાજોને નિષ્પક્ષ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા અને કાયદાને તેના માર્ગે ચાલવા દેવા વિનંતી કરી હતી.

બૃજભૂષણ પર શું છે આરોપ? 
28 એપ્રિલે દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે FIR નોંધી હતી. આમાં જાતીય સતામણી, છેડતી, ધાકધમકીથી સંબંધિત ઘણી કથિત ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રથમ FIRમાં છ કુસ્તીબાજો સામેના આરોપો સામેલ છે. બીજી FIRમાં સગીર કુસ્તીબાજના પિતાની ફરિયાદના આધારે લખવામાં આવી હતી. FIR મુજબ બે આરોપો વ્યાવસાયિક મદદના બદલામાં જાતીય તરફેણની માંગ સાથે સંબંધિત છે. ઓછામાં ઓછા 15 કેસ જાતીય સતામણીના છે, જેમાં અયોગ્ય સ્પર્શ, સ્તનોને સ્પર્શ કરવો, નાભિને સ્પર્શ કરવો અને ધાકધમકી આપવા જેવી ઘટનાઓ છે.

જાણો આ કેસમાં કેટલી સજા થઈ શકે ? 
બંને FIRમાં આઈપીસી કલમ 354, 354A, 354D અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમોમાં સજા 1થી 3 વર્ષની જેલની હોઈ શકે છે. સગીર કેસમાં પોક્સો એક્ટની કલમો પણ લાગુ કરવામાં આવી છે, જેમાં 5થી 7 વર્ષની સજાની જોગવાઈ છે. આરોપોમાં ઉલ્લેખિત કથિત ઘટનાઓ 2012થી 2022 સુધીની જણાવવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાઓ ભારત અને વિદેશમાં બની હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ