બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Politics / Will Congress or BJP win Lok Sabha elections 2024? The results of the survey are beyond expectations

સર્વે / લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ ફાવશે કે ભાજપ? સર્વેમાં થયો દોડતો કરી મૂકે તેવો દાવો, પરિણામ ધાર્યા બહાર

Priyakant

Last Updated: 12:30 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJPની જીત 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ચાલુ રહેવાની શક્યતા

  • લોકસભાની ચૂંટણી 2024 પહેલા સર્વેએ ચોંકાવ્યા 
  • BJPના નેતૃત્વમાં NDA 323 સીટો જીતી શકે: સર્વે 
  • કોંગ્રેસની જીત માત્ર 52 થી 72 સીટો વચ્ચે જ અટકી શકે: સર્વે 

Lok Sabha Election 2024 : દેશનાં ત્રણ રાજ્યો એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJPની જીત 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. તાજેતરના એક સર્વેમાં આવા સંકેતો મળ્યા છે. વાત જાણે એમ છે કે, સર્વે દર્શાવે છે કે, કોંગ્રેસ અને ખાસ કરીને નવા વિપક્ષી ગઠબંધન INDIAનું પ્રદર્શન ખાસ રહ્યું નથી.

ભાજપ કેટલી સીટો જીતશે?
ટાઈમ્સ નાઉ ETG સર્વેએ અનુમાન લગાવ્યું છે કે, BJPના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) 323 સીટો જીતી શકે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે 308 થી 328 સીટો જીતી શકે છે. જોકે 2019ની સરખામણીમાં NDAની બેઠકોમાં પણ થોડો ઘટાડો થવાનો અંદાજ છે .

કોંગ્રેસની શું સ્થિતિ છે ? 
સર્વે મુજબ 2024ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની જીત માત્ર 52 થી 72 સીટો વચ્ચે જ અટકી શકે છે. આ સિવાય INDIAની ગઠબંધન પાર્ટીઓ મળીને 163 સીટો જીતી શકે છે. લગભગ 18 પાર્ટીઓએ મળીને ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન બનાવ્યું છે. આમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરીઓ, જનતા દળ યુનાઇટેડ, શિવસેના(ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સહિત ઘણી મોટી પાર્ટીઓ સામેલ છે .

2019ના ચૂંટણીના શું હતા પરિણામો
મહત્વનું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 436 બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાંથી પાર્ટીએ 303 સીટો પર જીત મેળવી હતી. જ્યારે 421 બેઠકો પર ચૂંટણી લડનાર કોંગ્રેસ માત્ર 52 બેઠકો પર જીત મેળવી શકી હતી. ત્યારે NDAએ 350 સીટોનો આંકડો પાર કર્યો હતો અને ભાજપે પોતાના દમ પર બહુમતી હાંસલ કરી હતી.

તાજેતરમાં BJPને મળી છે 3 રાજ્યોમાં મોટી જીત 
તાજેતરમાં ભાજપે મધ્યપ્રદેશમાં 230માંથી 163 બેઠકો, રાજસ્થાનની 199 બેઠકોમાંથી 115 અને છત્તીસગઢની 90 બેઠકોમાંથી 54 બેઠકો જીતી છે. ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં પણ છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ભાજપનો ગ્રાફ વધ્યો અને પાર્ટીએ 2 બેઠકો જીતી. દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગાણામાં પણ ભાજપે 8 બેઠકો જીતી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ