ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / will come to fight wherever you tell me the place mark zuckerberg gave a big challenge to elon musk

Musk VS Zukerberg / 'કહાં લડના હૈ, જગહ બતાઇયે', એલન મસ્કને ઝુકરબર્ગની ઓપન ચેલેન્જ, મસ્કે આપ્યો આ જવાબ

Published By: Vikram Mehta

Last Updated: 10:05 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એલન મસ્ક અને ઝુકરબર્ગ વચ્ચે ફાઈટના સમાચાર ચર્ચાનો મુદ્દો બની ગયા છે. આ બાબતે આ બંને હસ્તી એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહી છે.

ADVERTISEMENT

  • ઘણા સમયથી આ બે હસ્તીઓ વચ્ચે વાકયુદ્ધ
  • ઝુકરબર્ગે જણાવ્યું કે, જગ્યા બોલો, લડવા માટે આવવા તૈયાર છે
  • આ બંને હસ્તી એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહી છે

ટેક વર્લ્ડની બે જાણીતી હસ્તીઓ વચ્ચે બોક્સિંગ ફાઈટ બાબતે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ બે હસ્તીઓ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. મેટા કંપનીની માલિક માર્ક ઝુકરબર્ગે ફરી એકવાર ‘X’ કંપનીના માલિક એલન મસ્કને ફાઈટ માટે પડકાર ફેંક્યો છે. ઝુકરબર્ગે જણાવ્યું કે, જગ્યા બોલો, લડવા માટે આવવા તૈયાર છે. આ બાબતે એલન મસ્કે ઝુકબર્ગ પર પડકાર સ્વીકાર ના કરવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર એલન મસ્ક અને ઝુકરબર્ગ વચ્ચે ફાઈટના સમાચાર ચર્ચાનો મુદ્દો બની ગયા છે. આ બાબતે આ બંને હસ્તી એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહી છે. 

વાકયુદ્ધ 
માર્ક ઝુકરબર્ગે સોશિયલ મીડિયા પર એલન મસ્કનું ટ્વિટ શેર કર્યું છે, જેમાં તેમને પડકાર આપવામાં આવ્યો હતો. અને આરોપ મુક્યો હતો કે, ફેસબુકના માલિક લડાઈ માટે તૈયાર નથી. જેના જવાબમાં ઝુકરબર્ગે જવાબ આપ્યો છે કે, ‘જગ્યા કહો, ક્યાં લડવાનું છે’

કેઝ ફાઈટ બાબતે એક્સાઈટમેન્ટ
છેલ્લા એક મહિનાથી એલન મસ્ક અને ઝુકરબર્ગ વચ્ચેની ફાઈટની ચર્ચા કરવામાં આવી રહી છે. તમામ લોકો જાણવા માંગે છે કે, મસ્ક અને ઝુકબર્ગ વચ્ચે કેઝ ફાઈટ ક્યારે થશે. માર્ક ઝુકરબર્ગે તે માટે 26 ઓગસ્ટની તારીખ સજેસ્ટ કરી હતી. 

કેઝ ફાઈટનો ખુલ્લો પડકાર
તમને જણાવી દઈએ કે, કેઝ ફાઈટ માટે એલન મસ્કે આમંત્રણ આપ્યું હતું. માર્ક ઝુકબર્ગે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એલન મસ્કના પડકારનો સ્વીકાર કર્યો હતો. ઝુકરબર્ગે એક ઈન્સ્ટા સ્ટોરીમાં જણાવ્યું હતું કે, તે jiu-jitsu ના લિજેન્ડ પ્લેયર Mikey Musumeci પાસેથી ફાઈટના દાંવપેચ શીખી રહ્યા છે. એલન મસ્કને આ બાબતની જાણ થતા તેમણે ઝુકરબર્ગને કેઝ ફાઈટની ચેલેન્જ આપી હતી. ટ્વિટર યૂઝરે મસ્કને સાવધાન રહેવાની ચેતવણી આપી હતી કે, ઝુકરબર્ગ Jiu jitsu પાસેથી દાંવપેચ શીખી રહ્યા છે, તેથી સાવધાન રહેજો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mark Zuckerberg (@zuck)

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk Elon musk Vs Mark zuckerberg Mark Zuckerberg Musk VS Zukerberg Musk Zukerberg fight X vs Meta zuckerberg challenge musk એલન મસ્ક VS ઝુકરબર્ગ એલન મસ્ક ઝુકરબર્ગ ફાઈટ Musk VS Zukerberg

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ