બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / રાજકોટ / Will BJP give former CM Rupani a big post? The names of other leaders of Saurashtra are also in discussion.

અટકળો / પૂર્વ CM રૂપાણીને મોટું પદ આપશે BJP? સૌરાષ્ટ્રના અન્ય નેતાઓના નામ પણ ચર્ચામાં, 10 જુલાઇ સુધી સ્પષ્ટ થઈ જશે ચિત્ર

Malay

Last Updated: 11:21 AM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajya Sabha Election 2023: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે.

 

  • રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી
  • ભાજપના રાજ્યસભાના ઉમેદવારો માટે અટકળો તેજ
  • ઉમેદવાર તરીકે પૂર્વ CM વિજય રૂપાણીનું નામ ચર્ચામાં
  • 10 જુલાઈએ ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે

રાજ્યસભાની ચૂંટણીને લઈને નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાંથી રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 13 જુલાઈ નોમિનેશન કરવાની અંતિમ તારીખ છે. 14 જુલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. આગામી 24 જુલાઈએ 3 બેઠકોની ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ધારાસભ્યોને અપાઈ સૂચના
પાર્ટી હાઈકમાન્ડ દ્વારા આગામી 26 જુલાઈ સુધી તમામ ધારાસભ્યોને ગુજરાતમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સભાની ચૂંટણીને લઈને આગામી 7 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દિલ્હી જશે. જ્યાં તેઓની હાઈકમાન્ડ સાથે બેઠક યોજાશે. દિલ્હીથી પરત આવ્યા બાદ 10 જુલાઈના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપની પાર્લામેન્ટ્રી બેઠક યોજાશે. 

ભાજપે મોદી સરકારના 8 વર્ષની સિદ્ધિઓ ગણાવી : પાટીલે કહ્યું, દેશની રસીને  કારણે કોરોના રોકાયો, CM પટેલ બોલ્યા તમામ નાગરિકો ખુશ છે | CM Bhupendra  Patel and ...
ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ (ફાઈલ ફોટો)

પૂર્વ CM વિજય રૂપાણીનું નામ ચર્ચામાં
ચૂંટણીની તડામાર તૈયારીની વચ્ચે હવે ભાજપના રાજ્યસભાના ઉમેદવારોના નામને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના ભાજપના કેટલાક આગેવાનોને તક મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં રામભાઈ મોકરિયા, મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા પ્રતિનિધિત્વ કરે છે.  ત્યારે હવે ઉમેદવાર તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ ચર્ચામાં આવ્યું છે. વિજય રૂપાણી અગાઉ પણ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. જોકે, 10 જુલાઈના રોજ ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

અમેરિકાથી આવતા જ રૂપાણી એક્શનમાં, પોતાના પર થયેલા 500 કરોડના આક્ષેપ મામલે  કોંગ્રેસને મોકલી નોટિસ | Former Chief Minister Vijay Rupani has issued a  notice to the Congress over ...
વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય)

આ 10 નેતાઓનો પૂર્ણ થઈ રહ્યો છે કાર્યકાળ
રાજ્ય સભામાં જુલાઈ અને ઓગસ્ટમાં 10 બેઠકો ખાલી થઈ રહી છે, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર (ગુજરાત) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા ડેરેક ઓ'બ્રાયન (પશ્ચિમ બંગાળ)ની સીટો પણ સામેલ છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગોવાના સભ્ય વિનય ડી. તેંડુલકર, ગુજરાતમાંથી જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા, પશ્ચિમ બંગાળથી TMC સભ્યો ડોલા સેન, સુસ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રાયનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સભ્ય પ્રદીપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ પણ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.

28 જુલાઈથી 18 ઓગસ્ટ વચ્ચે પૂર્ણ થઈ રહ્યો છે કાર્યકાળ
આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, ઉપલા ગૃહના 10 સભ્યો તેમનો છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાના કારણે 28 જુલાઈથી 18 ઓગસ્ટની વચ્ચે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. અન્ય એક નિવેદનમાં પંચે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાંથી TMCના લુઇઝિન્હો જોઆકિમ ફાલેરિયોના રાજીનામા બાદ રાજ્યસભામાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે 24 જુલાઈએ પેટાચૂંટણી પણ યોજાશે. તેમણે એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું, જોકે, તેમનો કાર્યકાળ એપ્રિલ, 2026માં પૂરો થવાનો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ