બ્રેકિંગ ન્યુઝ
VTV / wife said consider me as mother touch feet worship husband approached police station marriage
ADVERTISEMENT
યુપીના ગોરખપુરમાં સ્કૂલ ટીચરની નોકરી કરી રહેલા એક શખ્સે ખૂબ ધામધૂમથી લગ્ન કરીને સુહાગરાતના ખૂબ મીઠા સપના જોવા લાગ્યાં, તેમણે આ માટે તૈયારીઓ પણ કરી રાખી હતી પરંતુ તેનું સપનું સપનું બનીને રહી ગયું. કારણ કે સુહાગરાતે તેની દુલ્હને તેની સાથે એવું કર્યું કે તેને ભારે આઘાત લાગ્યો અને તેણે છૂટાછેડા લેવા પડે તેવી નોબત આવી ગઈ.

ADVERTISEMENT
શું બન્યું ગોરખપુરમાં
ગોરખપુરમાં સ્કૂલ ટીચરની નોકરી કરી રહેલા રહેલા એક યુવાનના તાજેતરમાં લગ્ન થયાં, લગ્ન બાદ દુલ્હન ઘેર આવી અને તેના ઓરડામાં દુલ્હાની પ્રતિક્ષા કરવા લાગી. આ બાજુ દુલ્હે રાજા પણ જાતજાતના સપના જોવા લાગ્યાં હતા પરંતુ તેને ખબર નહોતી કે તેની સાથે જે બનવાનું છે તેનાથી તેનું જીવન ઝેર બની જશે. તે જેવો દુલ્હનનો ઘૂંઘટ ઉઠાવવા ગયો કે તરત દુલ્હન ભડકી હતી અને પછી અચાનક એવું બોલી કે આજથી તમારે મને મા માનવાની. મારા પગ પકડીને પૂજા કરો. દુલ્હનની આવી વાત સાંભળીને દુલ્હાને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો અને તેને ખબર ન પડી કે દુલ્હન મજાક કરે છે કે સાચું કહે છે. પરંતુ તેનો મૂડ જોતા લાગ્યું કે તે મજાક નથી કરી રહી. દુલ્હાએ પણ આવું કરવાની ના પાડી દીધી હતી પરંતુ દુલ્હને તેના ઘરવાળા પાસે દુલ્હાને માર ખવડાવ્યો હતો.

ADVERTISEMENT
લગ્ન પછી તરત બદલાયું દુલ્હનનું વર્તન
મુઝફ્ફરનગર જિલ્લાના ઘાટાપન નોર્થના રહેવાસી રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, શામલી જિલ્લાના આદર્શ મંડી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં 24 ફેબ્રુઆરી 2023ના રોજ તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદથી જ તેની પત્ની કહેવા લાગી કે મારી માતા તરીકે પૂજા કર. તમારા પગને સ્પર્શ કરો અથવા તે દરેકને મારી નાખશે અથવા આત્મહત્યા કરશે અને હિંસામાં સામેલ થશે. રવિન્દ્ર કુમારે આ અંગે સાસરીમાં ફરિયાદ કરી હતી. સાસરીવાળાએ કહ્યું કે તેઓ જેમ કહે તેમ કરો. માર્ચ 2023 માં, રવિન્દ્ર કુમારની પત્ની તેના માતાપિતાના ઘરે ગઈ હતી.
પત્નીએ કેમ આવું કર્યું
ટીચર રવિન્દ્રનો આરોપ છે કે તેની પત્ની માનસિક રોગી છે. હાલમાં તે ગોરખપુરમાં નાઈ બજારમાં ભાડાના મકાનમાં રહે છે. 18 સપ્ટેમ્બરના રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ તેની પત્ની તેના ભાઈઓ અને બે અજાણ્યા શખ્સો સાથે આવ્યાં હતા અને ઘરમાં ઘૂસીને તેમને અપશબ્દો કહ્યા હતા. પતિ રવિન્દ્રની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી મામલાની તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.