બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / Why was Oppenheimer who read the Gita and the creator of atomic bomb punished?

ઇતિહાસ / આજના જ દિવસે વરાળ બની ગયા હતા 70 હજાર લોકો: પરમાણુ બોમ્બના જનક અને ગીતા વાંચનારા ઓપેનહાઇમરને કેમ થઈ હતી સજા?

Priyakant

Last Updated: 11:57 AM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Oppenheimer Japan Atom Bomb News: જાપાનમાં લાખો લોકોને મારનાર બોંબ બનાવનાર ઓપેનહાઇમર ભગવદ ગીતા વાંચતો હતો, હિરોશિમા અને નાગાસાકી પરમાણુ બોંબ ફેંક્યા બાદ થયો હતો પસ્તાવો

  • આજના જ દિવસે હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયા હતા પરમાણુ બોંબ  
  • પરમાણુ બોંબ બનાવનાર વૈજ્ઞાનિક ઓપેનહાઇમરને હતો પસ્તાવો 
  • બોંબ બનાવનાર ઓપેનહાઇમર ભગવદ ગીતા વાંચતો હતો 

પરમાણુ બોંબ બનાવનાર વૈજ્ઞાનિક ઓપેનહાઇમરનું જીવન અનેક ઉતાર-ચઢાવથી ભરેલ હતું. તમને જાણીને નવાઈ લાગશે કે, જાપાનમાં લાખો લોકોને મારનાર બોંબ બનાવનાર ઓપેનહાઇમર ભગવદ ગીતા વાંચતો હતો. જોકે તેના હાથમાં જે થવાનું હતું તે થયું. બાદમાં તે પસ્તાવાની આગમાં સળગતો રહ્યો અને પરમાણુ મિશન બંધ કરવાની બૂમો પાડતો રહ્યો. જોકે તેની વાત સાંભળવામાં ન આવી અને તેણે દેશદ્રોહી જાહેર કરવામાં આવ્યો. જોકે ઓપેનહાઇમરનું બાકીનું જીવન પણ કઈ નર્કથી ઓછું ન હતું. 

હું જગતનો નાશ કરનાર કાળ છું.... 
નવી ફિલ્મ ઓપેનહાઇમર બર્ડ અને શર્વિન દેવરા દ્વારા લખાયેલી તેમની જીવનચરિત્ર પર આધારિત છે. તેણે ઓપેનહેઇમરની જીવનચરિત્રમાં લખ્યું છે કે, જ્યારે અણુ બોમ્બનું પરીક્ષણ થવાનું હતું ત્યારે તે શ્વાસ પણ લઈ શકતો ન હતો. આગલી રાતે તેને ઊંઘ ન આવી. વિસ્ફોટ તેમની ધારણા કરતાં અનેકગણો મોટો હતો. સૂર્યનું તેજ ઝાંખું પડી ગયું. 160 કિમી સુધી આંચકા અનુભવાયા હતા. જોકે સફળ પરીક્ષણ બાદ તેની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ હતી. અણુબૉમ્બ બ્લાસ્ટ વખતે તેમના મુખમાંથી ગીતાનો શ્લોક નીકળ્યો, હું જગતનો નાશ કરનાર કાળ છું.

ઓપેનહાઇમર ફિલ્મનું પોસ્ટર 

વહેલી સવાર પરમાણુ બોમ્બ ફેંકાયો અને પછી.... 
આ જીવનચરિત્ર મુજબ પરમાણુ પરીક્ષણ પછી તે ખૂબ જ હતાશ થઈ ગયો હતો. આ પરમાણુ પરીક્ષણના એક મહિના પછી 6 ઓગસ્ટે હિરોશિમામાં પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. 6 ઓગસ્ટ, 1945 ના રોજ મારિયાના ટાપુઓ પરથી ઉડાન ભર્યા પછી અમેરિકન વિમાન એલોના ગે હિરોશિમા પર પહોંચ્યું. સવારે 8.15 વાગ્યે લિટીલ બોય બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. બોમ્બ વિસ્ફોટ થતાની સાથે જ આગ અને ધુમાડાના વાદળો આકાશ તરફ હતા. આસપાસનું તાપમાન 3 હજારથી 4 હજાર ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. હિરોશિમા 10 સેકન્ડમાં નાશ પામ્યું હતું. હજારો લોકો વરાળની જેમ ગાયબ થઈ ગયા. લોકો ઘરોની દિવાલો સાથે ચોંટી ગયા હતા.

Photo: ફાઇલ તસવીર(સોશિયલ મીડિયા) 

બે લાખ લોકોના મોત 
કહેવાય છે કે થોડીવારમાં 70 હજાર લોકોએ જીવ ગુમાવ્યા. તે સમયે જ્યારે ઓપેનહાઇમરને આ વિશે ખબર પડી ત્યારે તે ખૂબ જ ખુશ હતો. પરંતુ આ ખુશી લાંબો સમય ટકી ન હતી. તે ફરીથી પસ્તાવાની આગમાં સળગવા લાગ્યો. 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટે હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. તેમાં બે લાખ લોકોના મોત થયા અને આજની પેઢીઓ પણ આ હુમલાનો ભોગ બની રહી છે. આ હુમલાના બે મહિના પછી જ્યારે ઓપેનહાઇમર અમેરિકી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે,  એવું લાગે છે કે મારા હાથ લોહીથી રંગાયેલા છે.

ઓપેનહાઇમર દેશદ્રોહી જાહેર
રાષ્ટ્રપતિને ઓપેનહાઇમરનું આ નિવેદન ગમ્યું નહીં અને તેમને તરત જ ઓફિસની બહાર ફેંકી દેવામાં આવ્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને એવા લોકોને મળવું પસંદ નથી જે બાળકોની જેમ રડે છે. આ પછી ઓપેનહાઇમરે પરમાણુ મિશનનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ અમેરિકાએ 1952 સુધીમાં હાઇડ્રોજન બોમ્બ બનાવ્યો. જ્યારે ઓપેનહાઇમરે સરકારનો વિરોધ કર્યો ત્યારે તેના પર રશિયન જાસૂસ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. તેને સિક્યોરિટી ક્લિયરન્સ ન મળ્યું અને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો. અમેરિકી સરકાર દ્વારા તેને દેશદ્રોહી જાહેર કરવામાં આવ્યો અને આખી જીંદગી આ કલંક સાથે જીવવું પડ્યું. ઓપેનહાઇમરને ગળાનું કેન્સર હતું. 18 ફેબ્રુઆરી 1967ના રોજ તેમનું અવસાન થયું. 

1929માં જ્યારે ઓપેનહાઇમર અમેરિકા પરત ફર્યા ત્યારે તેમણે ફિલોસોફીના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. તેમણે ભગવદ ગીતા પણ વાંચી હતી અને તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. પરમાણુ બોમ્બ બનાવતી વખતે પણ જ્યારે તેઓ મૂંઝવણમાં હતા ત્યારે તેઓ ગીતા વાંચતા હતા. તેઓ કર્મણ્યેવાધિકારસ્તે, મફલેશુકદાચનમાં માનતા હતા. ઓપનહેમર પણ કલાપ્રેમી હતા. જોકે એક કલાપ્રેમી વૈજ્ઞાનિકે એવી શોધ કરી જે માનવતા માટે હંમેશ માટે ખતરો બની ગઈ. જોકે બીજી તરફ ગીતાની વાત માનીએ તો જે નક્કી કરવામાં આવ્યું છે તે જ થશે. કર્તા એ સાધન છે. કર્તા બધાથી ઉપર છે અને તેણે નક્કી કર્યું છે કે શું થવાનું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ