બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / why mobile phone inventor martin cooper warns people to take eyes off from screen

આંખ આડા કાન નહીં / હવે તો મૂકો પડતો ! મોબાઈલના શોધક માર્ટિન કૂપરની ભયાનક ચેતવણી, સ્ક્રીન પરથી નજર હટાવી લેજો નહીંતર...

Hiralal

Last Updated: 03:48 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલના શોધક અમેરિકાના માર્ટિન કૂપરે લોકોને વધારે મોબાઈલ ન વાપરવાની ચેતવણી આપીને સાચુ જીવન જીવવાની સલાહ આપી છે.

  • મોબાઈલના શોધક અમેરિકાના માર્ટિન કૂપરની ચેતવણી
  • લોકોએ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ
  • મોબાઈલ છોડીને સાચું જીવન જીવો 

આજે મોબાઈલ વગર વ્યક્તિ પોતાના જીવનની કલ્પના પણ કરી શકતો નથી. બજારમાંથી શાકભાજી ખરીદવાની વાત હોય કે ખરીદી કરતી વખતે પેમેન્ટ કરવાનું હોય, મોબાઇલે બધું જ સરળ બનાવી દીધું છે. આ જ કારણ છે કે લોકો કલાકો સુધી પોતાના મોબાઈલને વળગી રહે છે. પરંતુ લોકોની મોબાઇલ પ્રત્યેની આ લતને જોતા તેના શોધક માર્ટિન કૂપર પોતે ચિંતિત છે. તેમણે લોકોને સલાહ આપી છે કે તેઓ તેમનો ઉપયોગ ઓછો કરે અને પોતાનું જીવન સારી રીતે જીવે.

લોકો જરુર કરતાં વધારે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યાં છે 
2013માં મોબાઈલ ફોનની શોધ કરનાર માર્ટિન કૂપરને માર્કોની પ્રાઈઝથી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડનું નામ રેડિયો શોધક ગુગ્લિયલ્મો માર્કોનીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. કારણ કે આ એવોર્ડને માહિતી વિજ્ઞાન અને સંચારના ક્ષેત્રમાં સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. પરંતુ તેની શોધ કરનાર માર્કોનીને આ શોધ કર્યા બાદ લાગવા માંડ્યું કે લોકો જરૂર કરતા વધારે તેનો ઉપયોગ કરી રહ્યા છે.

અનેક રોગો પર વિજય મેળવી શકાય તેટલી તાકાત મોબાઈલમાં 
સેલ ફોનના જનક મનાતા અમેરિકન એન્જિનિયર માર્ટિન કૂપરનું કહેવું છે કે આપણા ખિસ્સામાં રહેલા નાના ડિવાઇસમાં એટલી ક્ષમતા છે કે તે એક દિવસ ઘણા રોગો પર વિજય મેળવવામાં મદદ કરી શકે છે. આ હોવા છતાં, જ્યારે કોઈ વ્યક્તિ મોબાઈલ પર વાતો કરતાં કરતાં રસ્તો ઓળંગે છે ત્યારે તેમને ખૂબ ચિંતા થઈ આવે છે. 

મોબાઈલની આદત છોડીને સાચું જીવન જીવવું જોઈએ
ઇતિહાસમાં પ્રથમ વખત સેલફોનના શોધકે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે લોકો હાલમાં તેમના ગેજેટ્સ પર કેટલો સમય વિતાવે છે. તેમણે કહ્યું કે તેમણે સેલફોનની શોધ કરી હોવા છતાં, તેમના પૌત્ર-પૌત્રીઓ અને પ્રપૌત્ર-પૌત્રીઓ જે રીતે તેનો ઉપયોગ કરે છે તે રીતે તે ભાગ્યે જ કરી શકે છે.
બીબીસી બ્રેકફાસ્ટ સાથેની એક મુલાકાત દરમિયાન કૂપરનો ઇન્ટરવ્યુ લેનારી મહિલાએ જણાવ્યું હતું કે, તે દરરોજ પાંચ કલાકથી વધુ સમય પોતાના ફોનમાં વિતાવે છે. "મારા જેવી વ્યક્તિને તમે શું કહેશો જે પાંચ કલાકથી વધુ સમય સુધી ફોનનો ઉપયોગ કરે છે?" ત્યારે કૂપરે તેમને કહ્યું કે તેમને મોબાઈલની આદત છોડી દેવી જોઈએ અને સાચું જીવન જીવવું જોઈએ. 

વર્ચ્યુઅલ લાઇફ છોડીને રિયલ લાઇફ જીવો 
મોબાઈલ ફોનની શોધ કરનાર માર્ટિન કૂપરે લોકોને મોબાઈલ ફોનનો ખૂબ ઓછો ઉપયોગ કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે લોકોએ વર્ચ્યુઅલ લાઇફ છોડીને રિયલ લાઇફ જીવવી જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ