બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / Why is World Laughter Day celebrated, what is the history and significance of this day, know

World Laughter Day 2023 / શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ લાફ્ટર ડે, શું છે આ દિવસનો ઈતિહાસ અને મહત્વ, જાણો

Megha

Last Updated: 08:43 AM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Laughter Day 2023 : વિશ્વ હાસ્ય દિવસની શરૂઆત ભારતમાં 11 જાન્યુઆરી 1998ના રોજ શરૂ કરવામાં આવી હતી. ચાલો જાણીએ વર્લ્ડ લાફ્ટર ડેના મહત્વ અને ઈતિહાસ વિશે..

  • 7મી મેના એટલે કે આજ રોજ World Laughter Day છે 
  • મુંબઈમાં પ્રથમવાર વર્લ્ડ લાફ્ટર ડેની ઉજવણી કરવામાં આવી હતી
  • ચાલો જાણીએ વિશ્વ હાસ્ય દિવસના મહત્વ અને ઈતિહાસ વિશે

World Laughter Day એટલે કે વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી મે મહિનાના પહેલા રવિવારે લાફ્ટર થેરાપી વિશે જાગૃતિ લાવવા અને લોકોમાં વધતા તણાવ અને હતાશાને દૂર કરવા માટે કરવામાં આવે છે. આ વર્ષે તે 7મી મેના એટલે કે આજ રોજ ઉજવવામાં આવશે. દર વર્ષે વિશ્વના 70 થી વધુ દેશો મે મહિનાના પહેલા રવિવારે વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી કરે છે.

વર્લ્ડ લાફ્ટર ડે એટલે કે વિશ્વ હાસ્ય દિવસની શરૂઆત ભારતમાં 11 જાન્યુઆરી 1998ના રોજ વિશ્વવ્યાપી હાસ્ય યોગ ચળવળના સ્થાપક ડૉ. મદન કટારિયા દ્વારા કરવામાં આવી હતી. જે અંતર્ગત મુંબઈમાં પ્રથમવાર વર્લ્ડ લાફ્ટર ડેની ઉજવણી કરવામાં આવી હતી. ચાલો જાણીએ વિશ્વ હાસ્ય દિવસના મહત્વ અને ઈતિહાસ વિશે.

World Laughter Day 2023

વર્લ્ડ લાફ્ટર ડેનો ઇતિહાસ
મુંબઈમાં વર્ષ 1998માં પ્રથમ વખત વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ હાસ્ય દિવસ તરીકે ઉજવવાની શરૂઆત વિશ્વવ્યાપી હાસ્ય યોગ ચળવળના સ્થાપક ડો. મદન કટારિયા દ્વારા કરવામાં આવી હતી. તેમનું માનવું હતું કે હસવાથી ચેહરા અને ચહેરાના હાવભાવની આપણી લાગણીઓ પર સકારાત્મક અસર પડે છે. તેની સાથે તણાવ અને ડિપ્રેશનને પણ દૂર કરી શકાય છે. તેમણે લોકોને હાસ્ય થેરાપી અંગે જાગૃતિ લાવવા અપીલ પણ કરી હતી. ત્યારથી, વિશ્વના ઘણા દેશોમાં વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વર્લ્ડ લાફ્ટર ડેની ઉજવણીનો હેતુ
વિશ્વ હાસ્ય દિવસની ઉજવણીનો હેતુ લોકોને હાસ્ય અને હાસ્યનું મહત્વ સમજાય અને લોકોને લાફ્ટર થેરાપી માટે પ્રેરિત કરવાનો છે. જેથી કરીને લોકો તણાવ અને હતાશામાંથી મુક્ત થઈને વધુ સારી રીતે જીવન જીવી શકે. હસવાનું માધ્યમ ભલે ગમે તે હોય, પરંતુ હસવું એ સ્વાસ્થ્ય માટે વધુ સારી કસરત છે.

World Laughter Day 2023

વર્લ્ડ લાફ્ટર ડેનું મહત્વ
હાસ્ય સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરે છે. હાસ્યથી શરીરમાં નવી ઉર્જા આવે છે. આ સાથે હસવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને સ્વાસ્થ્યને એક નહીં પરંતુ બીજા અનેક ફાયદાઓ મળે છે. આટલું જ નહીં, હસવાથી શરીરને સારી માત્રામાં ઓક્સિજન મળે છે અને તણાવ અને ડિપ્રેશનમાં પણ ઘટાડો થાય છે. સ્વાસ્થ્યના આ બધા ફાયદાઓ માટે હાસ્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ દિવસ તેનું મહત્વ સમજાવે છે.

World Laughter Day 2023

લાફ્ટરના ફાયદા  - 
- લાફ્ટર એન્ડોર્ફિન નામનું હોર્મોન બહાર પાડે છે અને આ હોર્મોન તણાવ દૂર કરવામાં મદદ કરે છે એટલે કે તણાવમુક્ત રહેવું હોય તો હસવું ખૂબ જરૂરી છે.
- લાફ્ટર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તો સ્વસ્થ રહેવા માટે દિવસની શરૂઆત હસવાથી કરો.
- વધતા બ્લડપ્રેશરને હસવાથી પણ કંટ્રોલ કરી શકાય છે. જાણવી દઈએ કે ટએ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. 
- રાત્રે શાંતિથી ઊંઘવામાં તકલીફ થતી હોય તો હસવાની ટેવ પાડો. જણાવી દઈએ એક શરીરમાં મેલાટોનિન નામનો હોર્મોન ઉત્પન્ન થાય છે જે શાંતિથી સુવામાં મદદ કરે છે 
- હસવાથી ચહેરાના સ્નાયુઓ યોગ્ય રીતે કામ કરવા લાગે છે અને એ કારણે રક્ત પરિભ્રમણ વધે છે. અંતે હસવાથી ત્વચા ચમકદાર દેખાય છે.
-  લાફ્ટર હૃદય સંબંધિત બીમારીઓબચાવી શકે છે. એટલે જો હાર્ટ એટેકના જોખમ ઘટાડવું છે તો હંમેશા હસતાં રહો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ