બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / કેમ ડોલરની સામે રૂપિયો થઇ રહ્યો છે કમજોર, શું થશે આગળ? 2025માં જ 5 ટકાનો ઘટાડો

બિઝનેસ / કેમ ડોલરની સામે રૂપિયો થઇ રહ્યો છે કમજોર, શું થશે આગળ? 2025માં જ 5 ટકાનો ઘટાડો

Nirav Kumar

Last Updated: 11:08 PM, 3 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂપિયો અમેરિકન ડોલર સામે સતત ડાઉન જઈ રહ્યો છે. વર્ષ 2025માં રુપિયાનું 5%નું અવમૂલ્યન થયું હતું. આજે પણ રૂપિયો 22 પોઇન્ટ ઘટ્યો હતો.

ડોલર સામે ભારતીય રૂપિયો સતત કમજોર પડી રહ્યો છે. શુક્રવારે રૂપિયો 22 પૈસા ઘટીને 90.20 પર પહોંચ્યો હતો. પણ એક દિવસ પહેલા ગુરુવારે રૂપિયો 6 પૈસા વધીને 89.92 પર પહોંચી ગયો હતો. ઈમ્પોન્ટર્સ તરફથી ડોલરની વધતી માંગ અને ઓછી લિક્વિડિટી વચ્ચે રૂપિયો વધી રહ્યો છે.

પહેલા સરકારી માલિકીની બેંકોએ RBIને US ડોલર વેચ્યા હતા જેથી રૂપિયાને થોડા અંશે સ્થિર કરવામાં મદદ મળી હતી. પરંતુ તેલ આયાતકારો તરફથી વધતી માંગને કારણે રૂપિયા સામે ડોલર મજબૂત બન્યો છે. અત્યારે માર્કેટનું ફોકસ આ ચલણના વધઘટ અને RBIના હસ્તક્ષેપ પર છે જેમાં FX સ્વેપ અને લિક્વિડિટી કામગીરીનો પણ સમાવેશ થાય છે.

  • વર્ષ 2025માં 5%નો ઘટાડો
    વર્ષ 2025માં યુએસ ડોલર સામે રૂપિયાની 5% ઘટ્યું જે 2022 બાદનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. પરંતુ SBI 2026માં બદલાવની આગાહી કરે છે. SBI ફંડ્સ મેનેજમેન્ટના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ, નિકાસમાં ઘટાડો અને આયાતકારો તરફથી હેજિંગ માંગમાં વધારો થવાને કારણે ચલણ પર પ્રેશર આવ્યું હતું.
vtv app promotion

વિદેશી રોકાણકારોએ ઘટતી કમાણી, AI-નેતૃત્વ હેઠળના ગ્લોબલ ગ્રોથમાં મર્યાદિત હિસ્સો અને અન્ય ઉભરતા માર્કેટમાં સારા મોકાનો ઉલ્લેખ કરીને ભારતીય ઇક્વિટીમાંથી આશરે 18 બિલિયન ડોલર પાછા ખેંચી લીધા હતા. તો જ્યારે ગયા વર્ષે  ડોલર નબળો પડ્યો અને મોટાભાગની વૈશ્વિક ચલણો મજબૂત થઈ ત્યારે પણ રૂપિયો નબળો રહ્યો હતો.

વધુ વાંચો : હવે MSME બિઝનેસને મળશે બુસ્ટ? સરકારની નવી યોજનાઓથી એક્સપોર્ટર્સને મળશે રાહત

  • સ્થિતિ સુધરશે?
    આગામી નાણાકીય વર્ષમાં રૂપિયાના મૂલ્યમાં આશરે 2%નો ઘટાડો થવાનો અંદાજ છે જેમાં યુએસ ડોલર સામે એક્સચેન્જ દર 92 ની આસપાસ રહેશે. SBIએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે મજબૂત સર્વિસ એક્સપોર્ટ અને નીચા ક્રૂડ ઓઇલના ભાવને કારણે ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસિટ GDPના 1% થી નીચે રહેવાની શક્યતા છે. તો ઈન્ફ્લેશન RBIના 4% ની નજીક રહેવાની શક્યતા છે જે રૂપિયાને મોટા ઝટકામાંથી બહાર આવવામાં મદદ કરશે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Rupee Weakening Rupee Dollar
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ