બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

VTV / આરોગ્ય / why insomnia problem gets bigger with the age know the science of sleep

તમને ખબર છે? / વધતી ઉંમરની સાથે ઉંઘ કેમ ઓછી થઈ જાય છે? વૈજ્ઞાનિકોને એક શોધમાં જાણવા મળ્યું કારણ

Arohi

Last Updated: 07:48 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે વૃદ્ધોને ઘણી વખત કહેતા સાંભળ્યા હશે કે તેમને ઉંઘ નથી આવતી. વધતી ઉંરમાં વૃદ્ધોની સાથે આવું કેમ થાય છે તેનું કારણ વૈજ્ઞાનિકોએ જાણી લીધુ છે.

  • વૃદ્ધોમાં શા માટે હોય છે અનિદ્રાની સમસ્યા? 
  • વૈજ્ઞાનિકોએ શોધ્યુ કારણ 
  • જાણો ઉંમર થાય તેમ ઉંઘ કેમ ઓછી થતી જાય? 

મોટાભાગે વૃદ્ધો એવી ફરિયાદ કરતા હોય છે કે તેમને વધતી ઉંમરના કારણે ઉંઘ નથી આવતી. અમેરિકી વૈજ્ઞાનિકોએ આ ગુત્થીને ઘણા હદ સુધી સોલ્વ કરી લીધી છે અને કારણની પણ જાણકારી મેળવી લીધી છે. રિસર્ચ કરનાર અમેરિકાના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો દાવો છે કે મગજનો જે ભાગ મનુષ્યના સુવા જવાની સ્થિતિને કંટ્રોલ કરે છે તે ઉંમરની સાથે કઈ રીતે કમજોર પડી જાય છે તેની જાણકારી મેળવી શકાય છે. 

વૃદ્ધોમાં અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે દવાઓ આપવામાં આવે છે. ઉંમરની સાથે આ દવાઓની અસર ઘટવા લાગે છે. એવું કેમ થાય છે તેના પર સંશોધકોએ કહ્યું છે કે માથાના અમુક ખાસ ભાગમાં ખાસ રસાયણ હાઈપોફ્રેટિન્સ મળી આવે છે. જે ન્યુરોન્સ દ્વારા રિલીઝ કરવામાં આવે છે. ઉંમર વધવાની સાથે આ રસાયણ ઘટે છે અને ઉંઘ ન આવવાની અથવા સારી ઉંઘ ન આવવાની સમસ્યા વધે છે. 

વઘતી ઉંમરમાં ઉંઘ ન આવવાની સમસ્યાને સમજવા માટે અમેરિકી વૈજ્ઞાનિકોએ ઉંદર પર પ્રયોગ કર્યો. તેના માટે ઉંદરના બે ગ્રુપ બનાવ્યા. પહેલા ગ્રુપમાં 3થી 5 મહિનાના અને બીજા ગ્રુપમાં 18થી 22 મહિનાની ઉંમરના ઉંદર હતા. લાઈટનો ઉપયોગ કરવા માટે મગજના ન્યુરોન્સને ઉત્તેજિત કરવામાં આવ્યા. ત્યાર બાદ ઈમેજીંગ ટેક્નીકથી બ્રેનની તપાસ કરવામાં આવી. તપાસમાં ઘણી વાતો સામે આવી. રિપોર્ટમા સામે આવ્યું કે યુવા ઉંદરના મુકાબલે વધુ ઉંમર વાળા ઉંદરને 38 ટકા વધારે હાઈપોક્રેટિન્સ ગુમાવ્યા.  

સંશોધકોનું કહેવું છે કે રિસર્ચના પરિણામની મદદથી અનિદ્રાની સમસ્યાને દૂર કરનારી સારી દવાઓ તૈયાર કરવામાં આી શકે છે. ઉંમરની સાથે દવાઓની ઓછી થતી અસરને કંટ્રોલ કરવામાં આવી શકે છે. વૃદ્ધોમાં અનિદ્રાની સમસ્યા કઈ રીતે દૂર કરવામાં આવે અથવા રિસર્ચના પરિણામ ઘણી વાતોથી સમજવામાં મદદ કરશે. 

DWના રિપોર્ટમાં સંશોધક લુઈસ ડે લેસિયાનું કહેવું છે 65 વર્ષથી વઘારે ઉંમર વાળા વૃદ્ધ કહે છે કે તેમને સારી ઉંઘ નથી આવતી. વ્યક્તિની ઉંઘનું કનેક્સન હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડાયાબિટીસ, ડિપ્રેશન જેવી બીમારીઓથી પણ છે. તે ઉપરાંત એક ખાસ પ્રકારના રસાયણ પણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ